ગ્રીન ટી:વજન ઓછું કરવા માટે ફાયદાકારક છે, પરંતુ એક ભૂલથી ઘણા નુકસાન પણ થઈ શકે છે

રાધા તિવારી2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • જાણો ગ્રીન ટી પીવાની યોગ્ય રીત કઈ છે
 • ફાયદા અને નુકસાન

અત્યારે દરેક વ્યક્તિ સુંદર અને ફિટ દેખાવવા માગે છે પરંતુ આ ભાગદોડના જીવનમાં લોકોની પાસે પોતાના માટે સમય નથી રહેતો. જો ફિટનેસ અને સ્વાસ્થ્યની વાત કરીએ તો ગ્રીન ટીના ફાયદાને નકારી શકાય નહીં. તેના ઘણા ફાયદા છે, તો બીજી તરફ તેનું યોગ્ય રીતે સેવન ન કરવાથી આપણા શરીરને ઘણા નુકસાન થઈ શકે છે.

કેન્સરથી બચાવે છે ગ્રીન ટી
તાજેતરમાં સામે આવેલા ઘણા રિસર્ચ અને સ્ટડીના પરિણામો સામે આવ્યા છે કે ગ્રીન ટી કેન્સરની સામે લડવામાં અસરકારક છે. ગ્રીન ટી મોંના કેન્સર માટે ઘણી ફાયદાકારક છે. કેન્સરના દર્દીઓ માટે ગ્રીન ટીનું સેવન જરૂરી છે.

ગ્રીન ટીને રૂટિનમાં સામેલ કરવી
ગ્રીન ટીએ આજે ​​મોટાભાગના લોકોની દિનચર્યામાં પોતાનું સ્થાન બનાવી લીધું છે. તેના ફાયદા જોયા બાદ હવે લોકો દૂધવાળી ચાની જગ્યાએ ગ્રીન ટી પી રહ્યા છે પરંતુ ગ્રીન ટી પીવાના યોગ્ય સમયની જાણકારી ન હોવાથી તેનાથી લોકોને ઘણું નુકસાન પણ થઈ રહ્યું છે. જાણો ગ્રીન ટી પીવાનો યોગ્ય સમય અને રીત...

ગ્રીન ટી પીવાનો યોગ્ય સમય અને રીત

 • દિવસમાં માત્ર 2થી 3 કપ ગ્રીન ટી પીવી આપણા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. ગ્રીન ટી પીવાના ફાયદા ત્યારે જ મળે છે જ્યારે આપણે તેને યોગ્ય સમય અને યોગ્ય માત્રામાં પીએ છીએ.
 • સમગ્ર વિશ્વમાં કરવામાં આવેલા રિસર્ચના અનુસાર, ગ્રીન ટીના ઘણા ફાયદા છે પરંતુ તેનું વધારે સેવન કરવાથી સ્વાસ્થ્ય પર આડઅસર પણ થઈ શકે છે. તેથી દિવસમાં માત્ર 2થી 3 કપ ગ્રીન ટી જ પીવી.
 • ખાવાનું ખાધાના અડધા કલાક પહેલા અથવા ભોજનના 2 કલાક બાદ ગ્રીન ટી પીવી યોગ્ય માનવામાં આવે છે. ગ્રીન ટીમાં ક્યારેય પણ ખાંડ અથવા દૂધ ન નાખવું. તેને મધની સાથે પીવી.

ખાવાનું ખાધા બાદ તરત ગ્રીન ટી ન પીવી
ગ્રીન ટીમાં રહેલા કેફીન અને મધના વિટામિન ન્યૂરોન્સને ફરીથી બનાવે છે. તે એકસાથે મળીને શરીરમાં રહેલી ચરબીને બર્ન કરે છે. મધ કેલરી ઘટાડવામાં મદદ કરે છે અને ગ્રીન ટી પાચન દર વધારે છે. ખાવાનું ખાધા બાદ તરત ગ્રીન ટી ન પીવી.

ગ્રીન ટી પીવાના ફાયદા
અત્યારના સમયમાં વજન ઓછું કરવા અને મેટાબોલિઝ્મને વધારવા માટે ગ્રીન ટી સૌથી સારું ડ્રિંક માનવામાં આવી રહ્યું છે.

ગ્રીન ટીના ઘણા ફાયદા છે. તે પેટ પર જમા થયેલી ચરબીને ઘટાડે છે, ત્વચાને ચમક આપે છે અને પાચનમાં સુધારો કરે છે. તેમ છતાં સમજ્યા વિચાર્યા વગર તેને પીવી સારી નથી.

ગ્રીન ટીના ફાયદા...

 • વજન ઘટાડવા માટે
 • ગ્લોઈંગ સ્કિન માટે
 • મેટાબોલિઝ્મ વધારવા માટે
 • કેન્સર થવાની સંભાવનાને ઓછી કરવામાં મદદ કરે છે
 • મોંથી સંક્રમણથી બચવા
 • ડાયાબિટીસથી બચાવે છે ગ્રીન ટી
 • કોલેસ્ટેરોલ ઓછું કરવામાં મદદ કરે છે
 • ઈમ્યુન સિસ્ટમ બુસ્ટ કરે છે
 • બ્લડ પ્રેશર કંટ્રોલમાં રાખે છે
 • ગ્રીન ટી પીવાથી તણાવની સમસ્યા ઓછી થાય છે
 • આર્થરાઈટિસની સારવાર પણ કરે છે ગ્રીન ટી

ગ્રીન ટીથી ડાયઝેશન વધે છે
ગ્રીન ટીમાં કેફીન અને ટેનિન હોય છે, જે ગેસ્ટ્રિક જ્યુસને પાતળું કરે છે અને પાચન પ્રક્રિયાને અસર કરે છે. તેનાથી શરીરના ટોક્સિક તત્ત્વ બહાર નીકળી જાય છે અને પાચન સારું થાય છે.

યોગ્ય સમયે ગ્રીન ટી ન પીવાથી થતા નુકસાન

 • પેટ ખરાબ થવું
 • ઊલ્ટી
 • યુરીન વધારે આવવું
 • ઓછી ઊંઘ આવવી
 • ગેસ્ટ્રિક દુખાવો
 • પેટમાં દુખાવો

ડાયટિશિયન શું કહે છે

ઋતુ ગિરી, સિનિયર ડાયટિશિયન
ઋતુ ગિરી, સિનિયર ડાયટિશિયન

સિનિયર ડાયટીશિયન ઋતુ ગિરીના અનુસાર, ગ્રીન ટીમાં સૌથી જરૂરી એન્ટિઓક્સિડન્ટ EGCg હોય છે. ગ્રીન ટી પીવાથી શરીરમાં કોલેસ્ટેરોલનું પ્રમાણ સંતુલિત રહે છે. કોલેસ્ટેરોલનું પ્રમાણ સંતુલિત રહેવાથી બ્લડ પ્રેશર સામાન્ય રહે છે. તે લોહીને પાતળું રાખે છે જેનાથી લોહીની ગાંઠ નથી થતી. ગ્રીન ટી પીવાથી હાર્ટ અટેકની આશંકા ઘટી જાય છે.