‘રોહિણી’નું IAD ટેક્નોલોજી સાથે સફળતાપૂર્વક પ્રદર્શન:ઈસરોના મંગળ અને શુક્ર પરના મિશન માટે મદદરુપ થશે ટેકનોલોજી, જાણો કેવી રીતે કામ કરશે?

3 મહિનો પહેલા
  • કૉપી લિંક

ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન (ISRO)એ તેની ઇન્ફ્લેટેબલ એરોડાયનેમિક ડેસેલેરેટર (IAD) ટેકનોલોજીનું પરીક્ષણ કર્યું હતું, જે મંગળ અને શુક્ર પરના મિશન સહિત ભવિષ્યના મિશન માટે નોંધપાત્ર રીતે ઉપયોગી સાબિત થશે. લોન્ચિંગ વિશે જાણકારી આપતા ISROએ શનિવારે ટ્વીટ કર્યું, ‘ઈસરોએ ઈન્ફ્લેટેબલ એરોડાયનેમિક ડેસેલેરેટર (IAD) સાથે નવી ટેક્નોલોજીનું સફળતાપૂર્વક પ્રદર્શન કર્યું. IADનું આજે TERLS, થુમ્બામાં ‘રોહિણી’ સાઉન્ડિંગ રોકેટમાં પરીક્ષણ કરવામાં આવ્યું હતું.

IAD ટેકનોલોજી શું છે?
ઇન્ટીગ્રેટેડ એક્સેસ ડિવાઇસ (IAD) એ એક એવું ડિવાઈસ છે કે, જે લોન્ગ રેન્જમાં સારા એવા ઈન્ટરનેટની સુવિધા પૂરી પાડે છે. ISROના વિક્રમ સારાભાઇ સ્પેસ સેન્ટર (VSSC) દ્વારા ડિઝાઇન અને વિકસિત આ IAD ટેકનોલોજી અમુક જરુરી ફેરફારો કરીને પૃથ્વી પર એક પેલોડ પાછો ઉતારશે. તેનું સફળ પરીક્ષણ 'રોહિણી' સાઉન્ડિંગ રોકેટમાં કરવામાં આવ્યું હતું, જેનો થુમ્બા ઇક્વેટોરિયલ રોકેટ લોંચિંગ સ્ટેશનથી વારંવાર ઉડ્ડયન નિદર્શન માટે ઉપયોગ થાય છે.

શરૂઆતમાં IADને રોકેટના પેલોડની અંદર રાખવામાં આવ્યું હતું, જે લગભગ 84 કિ.મી.ની ઊંચાઈએ ફૂલી ગયું હતું, જે એરોડાયનેમિક ડ્રેગ દ્વારા પેલોડની સ્પીડ ઘટાડતુ હતુ અને પછી વાતાવરણમાં પૂર્વનિર્ધારિત માર્ગને શોધી કાઢતો હતો.

IAD ડિવાઈસ ખાસ કરીને રિકવરી માટે બનાવવામાં આવ્યું છે.
IAD ડિવાઈસ ખાસ કરીને રિકવરી માટે બનાવવામાં આવ્યું છે.

આ નવી ટેકનોલોજીથી શું ફાયદા થશે?
સ્પેસ એજન્સીએ કહ્યું છે કે, આ નવી ટેકનોલોજી ખાસ કરીને સ્ટેજ રિકવરી માટે તૈયાર કરવામાં આવી છે. જેમ સ્પેસએક્સ પહેલા તબક્કાની રિકવરી સાથે આ કામ કરી રહ્યું છે, તેવી જ રીતે આ ટેકનોલોજી ISROને રોકેટના ભાગોનો ફરીથી ઉપયોગ કરવામાં મદદ કરશે. આ પહેલી વખત છે કે, જ્યારે IAD ખાસ કરીને રિકવરી માટે બનાવવામાં આવ્યું છે. ઇસરોએ જણાવ્યું હતું કે, મિશનના તમામ ઉદ્દેશો સફળતાપૂર્વક દર્શાવવામાં આવ્યા હતા.

આ સિવાય, મંગળ અથવા શુક્ર પર પેલોડ્સને ઉતારવા અને માનવ સ્પેસફ્લાઇટ મિશન માટે અવકાશ નિવાસસ્થાનો તૈયાર કરવા માટે આ તકનીકનો ઉપયોગ કરી શકાય છે. લોન્ચિંગ દરમિયાન હાજર રહેલા ISROના ચેરમેન એસ.સોમનાથે જણાવ્યું હતું કે, ‘આ પ્રદર્શન ઇન્ફ્લેટેબલ એરોડાયનેમિક ડેસેલેરેટર (IAD) ટેકનોલોજીનો ઉપયોગ કરીને અસરકારક સ્ટેજ રિકવરી માટેના રસ્તા ખોલે છે અને આ IAD ટેકનોલોજીનો ઉપયોગ ઇસરોના શુક્ર અને મંગળ પરના ભાવિ મિશનમાં પણ થઈ શકે છે.’