• Gujarati News
  • Lifestyle
  • Isabgul Is Beneficial For Many Stomach Ailments, Relieves Constipation And Controls Cholesterol.

હેલ્થ ટિપ્સ:ઇસબગૂલ પેટની અનેક બીમારીમાં ફાયદાકારક, કબજિયાતમાં રાહત તો કોલેસ્ટેરોલને કંટ્રોલ કરે

એક મહિનો પહેલાલેખક: મરજિયા જાફર
  • કૉપી લિંક

ઔષધીય ગુણોથી ભરપૂર ઈસબગૂલ(ઇસબગોલ)નો ઉપયોગ વર્ષોથી આયુર્વેદમાં કરવામાં આવે છે. ઈસબગૂલ સ્વાસ્થ્ય માટે બેહદ ફાયદાકારક માનવામાં આવે છે. જે લોકોને પાચનની સમસ્યા હોય તેમણે ઇસબગૂલનું સેવન અચૂક કરવું જોઈએ. એ ફક્ત કબજિયાતની સમસ્યાને જ દૂર કરતું નથી, પરંતુ ઘણી બધી બીમારીઓનો ઈલાજ છે. પંચકર્મા હોસ્પિટલ, દિલ્હીના આયુર્વેદિક નિષ્ણાત ડૉ. આરપી પરાશર જણાવે છે, કેવી રીતે અપચો, ઝાડા અથવા કબજિયાત જેવી પેટની સમસ્યાઓથી એ છુટકારો આપે છે.

આવો... જાણીએ શું છે ઈસબગૂલ...
ઇસબગૂલમાં એક ફાઇબર છે, જે કબજિયાત માટે સૌથી વધુ ઉપયોગમાં લેવાતા ઘરગથ્થુ ઉપાયો પૈકી એક છે. એ વજન ઘટાડવામાં પણ અસરકારક છે, ડાયાબિટીસના દર્દીઓ માટે એ પણ ખૂબ સારું છે. ઈસબગુલ સૂવાનો સમય પહેલાં ગરમ દૂધ અથવા પાણી સાથે લઈ શકાય છે. માત્ર કબજિયાત જ નહીં, હાઇ કોલેસ્ટેરોલને પણ ઓછું કરવામાં મદદ કરે છે, પરંતુ એ વધુપડતું લેવાનું ટાળવું જોઈએ, એનાથી પેટમાં દુખાવો, ઝાડા વગેરે થઈ શકે છે.

ઈસબગૂલના ફાયદા
ઈસબગૂલના ઘણા ફાયદા છે, તેથી ઘણા રોગોમાં દવા તરીકે ઉપયોગ કરવાની પણ ભલામણ કરવામાં આવે છે.

કબજિયાતમાં છુટકારો
ઈસબગૂલ કબજિયાતથી છુટકારામાં ફાયદાકારક છે. એમાં પાણીને શોષી લેવાની અને જાળવી રાખવાની ક્ષમતા પણ છે. એ પેટ સાફ કરવાની પ્રક્રિયાને સરળ બનાવે છે. એ પાણી, દહીં અથવા દૂધ સાથે ખાઈ શકાય છે.

હાઈ કોલેસ્ટેરોલમાં ફાયદાકારક
ઈસબગૂલમાં હાઇપોક્લોરેમિક નામનું તત્ત્વ હોય છે, જે કોલેસ્ટેરોલને કંટ્રોલ કરવામાં મદદ કરે છે. એનસીબીઆઈ દ્વારા એના ફાયદાઓ વિશે કરવામાં આવેલા અભ્યાસ મુજબ, છ અઠવાડિયાં સુધી દરરોજ ઈસબગૂલનું સેવન કરવાથી કોલેસ્ટેરોલનું લેવલ ઘટાડવામાં મદદ મળી શકે છે.

સ્થૂળતા ઓછી કરે
ઈસબગૂલ વજન ઘટાડવા માટે કુદરતી ઉપચાર તરીકે કામ કરે છે, પેટ ભરાઈ જવાને કારણે ખોરાક ઓછો થાય છે અને વજન સરળતાથી મેનેજ થવા લાગે છે.

ઝાડામાં મળે છે રાહત
ઝાડાને કંટ્રોલ કરવામાં ઈસબગૂલ ફાયદાકારક છે.એમાં ઝાડાને રોકવા માટેના ગુણધર્મો પણ છે. એમાં પાચનતંત્રમાં પાણીનું પ્રમાણ ઘટાડીને ઝાડાને કંટ્રોલ કરે છે.

આ રીતે કરો ઉપયોગ

  • કોલેસ્ટેરોલ ઓછું કરવા માટે દરરોજ 230-235 મિલી પાણી સાથે 10-20 ગ્રામ ઈસબગૂલનું સેવન કરો. એની ભૂકી પાણી, દૂધ અથવા દહીં સાથે પણ લઈ શકાય છે.
  • વજન ઘટાડવા માટે ઇસબગૂલને ગરમ પાણી અને લીંબુ સાથે પીવો.
  • ઝાડા થયા હોય તો એનું દહીં સાથે સેવન કરો.
  • 1-2 ચમચી ઇસબગૂલ લો. 1 ગ્લાસ નવશેકું પાણી મિક્સ કરો. સૂવાના સમય પહેલાં રાત્રે લો. પાચનને વધુ સારી રીતે રાખવા માટે આ અસરકારક છે.

ઇસબગૂલથી થાય છે આ નુકસાન
જો એક પ્રમાણથી વધારે ઇસબગૂલનું સેવન કરવામાં આવે છે તો એ શરીરમાં નુકસાન કરી શકે છે. જો એનું વધુપડતું સેવન કરવામાં આવે તો પેટમાં સોજો આવે છે, જે પેટમાં ગેસની રચના, પેટમાં દુખાવો, ગંભીર ઝાડા, ઊલટી અને ઉબકા જેવાં લક્ષણોનું કારણ બની શકે છે. જો પહેલેથી જ કોઈ સ્વાસ્થ્ય સમસ્યાઓ છે અથવા કોઈ દવા લઈ રહ્યા છે તો ઇસબગૂલનું સેવન કરતી વખતે કેટલીક સ્વાસ્થ્ય સમસ્યાઓ ઊભી થઈ શકે છે. આ પરિસ્થિતિઓને ધ્યાનમાં લઈને ઇસબગૂલનું સેવન કરતાં પહેલાં ડૉક્ટર સાથે વાત કરવાની ભલામણ કરવામાં આવે છે.

ડિસ્ક્લેમર : આ લેખ સામાન્ય જાણકારી માટે છે. વધુ જાણકારી માટે ડોક્ટરની સલાહ અચૂક લેવી.

અન્ય સમાચારો પણ છે...