વિશ્વની સૌથી મોટી વોટરલિલી:મનુષ્યના માથા કરતાં પણ છે મોટી, 80 કિલો સુધીનું વજન ઊંચકી શકે છે

3 મહિનો પહેલા
  • કૉપી લિંક

પાણીમાં ખીલતાં લીલીના ફૂલની એક નવી પ્રજાતિ મળી આવી છે, જે વિશ્વમાં સૌથી મોટાં લિલી પેડ્સ (પાંદડાં) ધરાવે છે. તેના લિલી પેડ્સ (પાંદડાં) લગભગ 3.2 મીટર પહોળા હોય છે અને ફૂલો માણસનાં માથા કરતાં મોટા હોય છે. આ વોટર લીલીની શોધ લંડન અને બોલિવિયાના વૈજ્ઞાનિકોએ સંયુક્ત રીતે કરી છે. ફોટોસ સાથે આ અંગે થોડી વધુ માહિતી મેળવીએ.

લીલીની આ નવી પ્રજાતિનું નામ વિક્ટોરિયા બોલિવિયાના રાખવામાં આવ્યું છે. આ વોટર લીલીની ત્રીજી પ્રજાતિ છે.

યુકેના ક્યૂ ગાર્ડન્સના નતાલિયા પ્રેજેલોમસ્કાનું કહેવું છે, કે તેનાં પાંદડાં એટલાં મોટાં છે, કે બાળક પણ તેનું વજન સંભાળી શકે છે. તે જ સમયે જો વજન સમાન રીતે વિભાજિત કરવામાં આવે તો 80 કિલોનો માણસ પણ તેને દબાવી શકશે નહીં.

વર્ષ 2016માં બોલિવિયાના સાંતા ક્રુઝ લે દા સીએરા બોટાનિક ગાર્ડન્સ અને લા રિનકોનાડા ગાર્ડન્સે ક્યુ ગાર્ડન્સને વોટરલીલીના બીજ આપ્યાં હતાં.

બગીચાના બાગાયતકાર કાર્લોસ મેગ્ડાલેનાએ આ બીજ વાવ્યા અને છોડ ઉગાડ્યો, જે પછી તેને ખબર પડી કે આ લીલી બાકીની બે વોટર લીલીથી અલગ છે.

વિક્ટોરિયા બોલિવિયાના મીઠાં પાણીમાં ખીલે છે. તે બોલિવિયાના ઉત્તર-પૂર્વ ભાગમાં જોવા મળે છે.

તે આટલી મોટી કેમ છે? વૈજ્ઞાનિકો હજુ પણ તેના પર શોધ કરી રહ્યા છે. તેઓ માને છે, કે લીલીના મોટાં પાંદડા અને ફૂલોની મદદથી આ છોડને બાકીનાં વૃક્ષો કરતાં વધુ સરળતાથી સૂર્યપ્રકાશ મળે છે.

પ્રેજેલોમસ્કા કહે છે, કે લીલીની આ પ્રજાતિ ખૂબ જ ઝડપથી ક્યાય પણ ઉગી જાય છે.

જેમ કે, જો કોઈ જગ્યાએ ભારે વરસાદને કારણે પૂરની સ્થિતિ સર્જાય છે, તો તેમાં પણ લીલી ઉગે છે અને વધુ સૂર્યપ્રકાશ લઈને બાકીના છોડ સાથેની સ્પર્ધામાં પણ જીતી જાય છે.

વૈજ્ઞાનિકોનું કહેવું છે, કે વોટર લિલીઓ લુપ્ત થવાના આરે છે. તે બીજી બે વોટરલીલીની સાપેક્ષે ઓછી જગ્યાએ જોવા મળે છે. બ્રાઝિલના એમેઝોનના જંગલને કાપવાના કારણે આ ત્રણેય પ્રજાતિઓ લુપ્ત થવાનો ભય છે.