• Gujarati News
  • Lifestyle
  • Is An Older Wife And Younger Husband A Perfect Match? Find Out How Successful And Unsuccessful Such Marriages Are From Experts

મલાઈકા-અર્જુન જેવા લગ્ન કેટલા યોગ્ય:મોટી ઉંમરની પત્ની અને નાની ઉંમરનો પતિ શું પરફેક્ટ મેચ છે? આવા લગ્ન કેટલા સફળ અને અસફળ રહે છે જાણો એક્સપર્ટ્સ પાસેથી

નિશા સિન્હા3 મહિનો પહેલા
  • AARP સર્વે: 34% મહિલાઓએ સ્વીકાર્યું કે તેઓ પોતાના કરતા નાના છોકરાઓને ડેટ કરવા માગે છે.
  • લગ્નમાં વિલંબ અને લગ્ન માટે અમારી ઉંમરના છોકરાઓની કમીને તેનું કારણ માનવામાં આવ્યું.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, મલાઈકા અરોરા અને અર્જુન કપૂર આ વર્ષના અંતમાં લગ્નનાં બંધનમાં બંધાઈ જશે. મલાઈકા પોતાના બોયફ્રેન્ડ કરતા લગભગ 12 વર્ષ મોટી છે. શું મોટી ઉંમરની પત્ની અને નાની ઉંમરનો પતિ યોગ્ય મેચ છે?

સચિન-અંજલી તેંડુલકર બેસ્ટ લાઈફ પાર્ટનર
વર્ષ 1990માં માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકર પોતાનાથી 5 વર્ષ મોટી અંજલી મહેતાના પ્રેમમાં પડ્યો હતો. પાંચ વર્ષ સુધી ડેટિંગ કર્યા પછી બંનેએ વર્ષ 1995માં લગ્નના બંધનમાં બંધાયા. આજે આ સુંદર કપલને બે બાળકો સારા તેંડુલકર અને અર્જુન તેંડુલકરછે. ઉંમરમાં અંતર હોવા છતાં બંનેના લગ્ન સફળ રહ્યા. આ સુંદર કપલને જોયા પછી એ અહેસાસ જ નથી થતો કે તેમાં પતિ મોટો છે કે પત્ની! મનસ્થલી વેલનેસ ક્લિનિકના ફાઉન્ડર અને સાઈકિયાટ્રિસ્ટ ડૉ. જ્યોતિ કપૂરના અનુસાર, પતિ-પત્નીના સંબંધોમાં વિશ્વાસ અને સન્માન જળવાઈ રહે તો ઉંમરમાં અંતરનું કોઈ મહત્ત્વ નથી રહેતું.

નાની ઉંમરનો પતિ શું નવો ટ્રેન્ડ છે
વર્ષ 1993થી 2009 સુધી મેરેજ રજિસ્ટરમાં નોંધાયેલા આંકડાથી એ પુષ્ટિ થઈ છે કે કોરિયાની મહિલાઓમાં પોતાનાથી મોટી ઉંમરના પુરુષ સાથે લગ્ન કરવાનો ટ્રેન્ડ ચાલી રહ્યો હતો. વર્ષ 1993માં લગભગ 8.5% મહિલાઓએ પોતાનાથી નાની ઉંમરના પુરુષો સાથે લગ્ન કર્યા, જે વર્ષ 2009માં વધીને 14.3% થઈ ગયા.

યુએસની યુનિવર્સિટી ઓફ મેનમાં કરવામાં આવેલા અભ્યાસમાં આવા લગ્નો (મોટી ઉંમરની મહિલા-નાની ઉંમરનો પુરુષ)નું મુખ્ય કારણ મોટી ઉંમરે લગ્ન કરતી મહિલાઓને માનવામાં આવ્યું. આવા લગ્નોના બીજા કારણોમાં મહિલાઓનું ઉચ્ચ શિક્ષણ અને ઉચ્ચ પગારનો સમાવેશ કરવામાં આવ્યો હતો.

શારીરિક આકર્ષણના અભાવથી આવા લગ્ન તૂટે છે
યુનિવર્સિટી ઓફ કોલોરેડો બોલ્ડરે મોટી ઉંમરના અંતરવાળા કપલનો અભ્યાસ કર્યો. આ સ્ટડી સાથે સંકળાયેલા પ્રોફેસર ટેરા મેક્કિન્નિશના અનુસાર, જે પુરુષોએ પોતાનાથી નાની યુવતીઓ સાથે લગ્ન કર્યા, તેઓ પોતાના જીવનમાં ઘણા સંતુષ્ટ દેખાયા. તેનાથી વિપરિત મોટી ઉંમરની મહિલાઓ સાથે લગ્ન કરનારા પુરુષોમાં સંતુષ્ટિનું સ્તર નોંધપાત્ર રીતે ઓછું જોવા મળ્યું હતું.

ડૉ. જ્યોતિ કપૂરના અનુસાર, આ લગ્નના સકારાત્મક પાસાઓની સાથે નકારાત્મક પાસાઓ પણ છે. મોટી ઉંમરની મહિલાઓ જલ્દીથી મેનેપોઝની અવસ્થામાં આવી જાય છે જેના કારણે તેમાં સેક્સુઅલ ઈચ્છાનો અભાવ આવી જાય છે. તે ઉપરાંત મોટી ઉંમરની મહિલાઓમાં શિશુને જન્મ આપવાની ક્ષમતા પણ ઘટી જાય છે. કેટલીકવાર આના કારણે સંબંધોમાં સમસ્યા પણ સર્જાય છે.

શું વધારે એજ ગેપથી સંબંધોમાં તકરાર આવી શકે છે
અભ્યાસમાં જાણવા મળ્યું કે, તે મહિલાઓ જેમને પોતાનાથી મોટી ઉંમરના પુરુષો સાથે લગ્ન કર્યા હતા, તેઓ પોતાના જીવનમાં ઘણી અસંતુષ્ટ હતી. આમાં એ વાત પણ સામે આવી હતી કે જો પતિ-પત્ની વચ્ચે ઉંમરનું અંતર વધારે હશે તો તેમના સંબંધોમાં તકરાર આવવાની આશંકા રહે છે.

ઓસ્ટ્રેલિયામાં 7682 ઘરોમાં કરવામાં આવેલા સર્વેમાં જાણવા મળ્યું કે, પતિ-પત્નીની વચ્ચે 6થી 10 વર્ષનું અંતર હોય, તો તેમના સંબંધો પર ખરાબ અસર (ઓછી એજ ગેપ ધરાવતા લોકોની સરખામણીમાં) પડે છે.

યુનિવર્સિટી ઓફ કોલોરાડો બોલ્ડરના અભ્યાસમાં એ પણ સામે આવ્યું છે કે જે મહિલાઓએ નાની ઉંમરે લગ્ન કર્યાં છે તેઓ તેમના જીવનમાં વધુ ખુશ છે.
યુનિવર્સિટી ઓફ કોલોરાડો બોલ્ડરના અભ્યાસમાં એ પણ સામે આવ્યું છે કે જે મહિલાઓએ નાની ઉંમરે લગ્ન કર્યાં છે તેઓ તેમના જીવનમાં વધુ ખુશ છે.

એવા લગ્ન જેનો અંત દુ:ખદ હતો
અમૃતા સિંહ અને સૈફ અલી, અધુના ભવાની અને ફરહાન અખ્તરના લગ્નનો અંત દુઃખદ રહ્યો. આ બંને કપલના લગ્નોમાં પત્નીની ઉંમર પતિ કરતા વધારે હતી. એક્ટ્રેસ અમૃતા સિંહ પોતાના પતિ સૈફ અલી ખાનથી લગભગ 13 વર્ષ મોટી હતી, તેમજ એક્ટર-ડાયરેક્ટર ફરહાન અખ્તર પોતાની પત્ની હેર સ્ટાઈલિસ્ટ અધુના ભવાની કરતા 8 વર્ષ નાનો હતો.

તેમ છતાં આવા લગ્નો થઈ રહ્યા છે, મલાઈકા અને અર્જુનના લગ્ન આવા જ લગ્નોનું ઉદાહરણ છે. સાઈકિયાટ્રિસ્ટ ડૉ. જ્યોતિ કપૂરના અનુસાર, આજે મહિલા અને પુરુષ સાથે કામ કરી રહ્યા છે. તેની સાથે જ હવે પરિવાર પણ પોતાના યુવાન બાળકોની લાઈફ પાર્ટનરના કિસ્સામાં બાળકોની પસંદ-નાપસંદ વિશે સહજતા અનુભવવા લાગ્યા છે. લવ મેરેજમાં ઉંમરના અંતરનું કોઈ મહત્ત્વ નથી.

જો મહિલાઓને પહેલાથી બેબી હોય
અમેરિકન એસોસિએશન ઑફ રિટાયર્ડ પર્સન્સ (એએઆરપી) દ્વારા 3500 સિંગલ મહિલાઓ પર સર્વે કરવામાં આવ્યો હતો. આ સર્વેના અનુસાર, નાની ઉંમરના પુરુષોને ડેટ કરવાના બે કારણો જાણવા મળ્યા, પહેલું તેમના લગ્નમાં વિલંબ અને બીજું પોતાનાથી નાની ઉંમરના લોકો સાથે મેળ નથી ખાતો.

ડૉ. જ્યોતિ કપૂર જણાવે છે કે, આ પ્રકારના લગ્નમાં જો મહિલાઓને પહેલા લગ્નથી બાળક હોય તો પતિને સમજદારી બતાવવી જરૂરી છે. મહિલાઓ પોતાના બાળકો પ્રત્યે ઘણી સંવેદનશીલ હોય છે, તેથી લગ્ન પહેલા આ વિશે ખુલીને વાત કરવી જોઈએ. પોતાની અસુરક્ષાની ભાવના શેર કરવી જોઈએ. બંનેએ મળીને બાળક પ્રત્યે પોતાની જવાબદારી સુનિશ્ચિત કરવી જોઈએ. આના કારણે ભવિષ્યમાં પતિ-પત્નીના સંબંધોમાં તકરાર નહીં આવે.