આજકાલની યુવતીઓને એથનિક સ્ટાઇલ પસંદ હોય છે પરંતુ લુકને ટ્રેન્ડી બનાવવા માંગતા હોય તો બંજારા જ્વેલરી ટ્રાય કરો. આ જ્વેલરી હવે ફેશનનો એક હિસ્સો બની રહી છે. કુર્તી, જીન્સ, ચણિયાચોળી, સાડી કે પછી ડ્રેસ સાથે બંજારા જ્વેલરી પહેરતા ખુબસુરતીમાં ચાર ચાંદ લાગી જાય છે.
બંજારા જ્વેલરીથી ફક્ત તમારો ડ્રેસ જ ભારે નથી લાગતો પણ રોયલ લુક પણ આપે છે. આજકાલ લગ્નમાં પણ દરેક યુવતીઓ આ જ્વેલરી પહેરવાનું પસંદ કરે છે. કોઈપણ માર્કેટમાં બંજારાના ઝુમકા, ગળાનો સેટ કે પછી નથણી અલગ-અલગ સ્ટાઈલમાં મળી જાય છે.
એક્સપર્ટ પૂનમ ઝા જણાવે છે કે, કોઈ પ્લેન ટોપ સાથે જો તમે બંજારા જ્વેલરી કેરી કરો છો તો ઈન્ડો વેસ્ટર્ન લુક બની જાય છે.
મેટલ જ્વેલરી
મેટલ જ્વેલરી ઘણા વર્ષોથી ચલણમાં છે. જેમાં બ્લેક મેટલ અને સિલ્વર મેટલની ઘણી વેરાઈટીઓ બજારમાં હોય છે. જેમાંથી તમે તમારી પસંદગી મુજબ લઇ શકો છો. મેટલ જ્વેલરીમાં માંગ ટીકા, પાયલ, કડા જેવી અનેક વેરાઈટીઓ સામેલ છે. બંજારા જ્વેલરી ક્લાસી લાગવાની સાથે-સાથે સસ્તી કિંમતમાં મળી જાય છે. બંજારા જ્વેલરી સાડી, કુર્તા કે વેસ્ટર્ન આઉટફિટ સાથે પહેરી શકો છો.
મિરર જ્વેલરી
છેલ્લા થોડા સમયથી જ્વેલરી પણ ફેશનનો હિસ્સો બની રહી છે. મિરર જ્વેલરીને તમે કુર્તી, સાડી, જીન્સ અને ચણિયાચોળી સાથે પહેરી શકો છો. મિરર જ્વેલરી પહેરતી વખતે હેવી મેકઅપ ના કરવા જોઈએ. હેવી મેકઅપ ના કરવા પાછળનું કારણ એ છે કે, મિરર જ્વેલરીનું રિફ્લેક્શન તમારા ચહેરા પર પડે છે જેના કારણે ઓવર મેકઅપ દેખાઈ શકે છે.
કોડીથી બનાવેલી જ્વેલરી પણ છે ટ્રેન્ડમાં
બંજારા જ્વેલરીની સૌથી ટ્રેન્ડી અને નવી ફેશન જ્વેલરી હોય તો તે છે કોડીની જ્વેલરી. દરેક પ્રસંગોમાં અને બધાજ ડ્રેસમાં કોડીની જ્વેલરી સારી લાગે છે. કોડીનો નેકલેસ, બુટ્ટી અને બીજી જ્વેલરી બધા જ ડ્રેસ સાથે પહેરી શકો છો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.