યાત્રા / શિવધામોના દર્શન માટે IRCTC સાત દિવસનું ટુર પેકેજ લાવ્યું

IRCTC has launched a seven-day tour package to see the seasons

  • આઇઆરસીટીસીના આ ટુર પેકેજનું નામ `શિવ ધામ ઓફ ઉત્તરાખંડ' છે
  • શિવની નગરી હરિદ્વાર સહિત ઉત્તરાખંડનાં અન્ય ધામોના દર્શન માટે આ પેકેજનો લાભ લઇ શકશે

divyabhaskar.com

May 24, 2019, 11:27 AM IST

ટ્રાવેલ ડેસ્કઃ ઇન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશન (IRCTC) યાત્રિકો માટે ખાસ ટુર પેકેજ લઇને આવ્યું છે. જે લોકો ઉત્તરાખંડ ખાતે ભગવાન શિવના યાત્રાધામોના દર્શન કરવા ઇચ્છતા હોય, તે લોકો શિવની નગરી હરિદ્વાર સહિત ઉત્તરાખંડનાં અન્ય ધામોના દર્શન માટે આ પેકેજનો લાભ લઇ શકશે.

આઇઆરસીટીસીના આ ટુર પેકેજનું નામ `શિવ ધામ ઓફ ઉત્તરાખંડ' છે અને આ પેકેજનો 'SHR066'કોડ છે. આ ટુર સાત દિવસ અને છ રાતની છે. આ ટુર દરમિયાન હરિદ્વાર, ઋષિકેશ, રુદ્રપ્રયાગ, ચોપટા, તુંગનાથ અને દિલ્હી જેવા સ્થળોને આવરી લેવામાં આવશે. આ ટુર દર શુક્રવારથી શરૂ થશે, ટુરની શરૂઆત તેલંગણા રાજ્યના સિકંદરાબાદ શહેરથી શરૂ થશે.

ટુર પેકેજની ડિટેલ્સ
આ ટુર દરમિયાન યાત્રિકોની સુવિધા માટે રેલવે થર્ડ એસી અથવા સ્લીપર કોચ પસંદ કરી શકશે. આ પેકેજ દ્વારા યાત્રિકોને ટ્રાવેલ ઇન્શ્યોરન્સની સુવિધા મળશે. તે સાથે ટી હોલ, પાર્કિંગ અને જીએસચી પેકેજનો પણ સમાવેશ કરવામાં આવશે. પહેલા દિવસે યાત્રી એક દિવસ અને રાતની સફર કરીને દિલ્હી પહોંચશે. ટુર દરમિયાન યાત્રિકોને આરામ અને આરામની સુવિધા આપવામાં આવશે. ફરી રોડ મારફતે દિલ્હીથી હરિદ્વારનો સફર નક્કી કરવામાં આવશે. ત્યાર બાદ હરિદ્વાર, રૂદ્રપ્રયાગમાં બે-બે દિવસનો સ્ટે અને ફરવાની વ્યવસ્થા આપવામાં આવશે.


ટુર પેકેજની કિંમત
આ ટુર પેકેજ હેઠળ સિંગલ સિટિંગ માટે યાત્રીને 22,473 રૂપિયા ચૂકવવા પડશે. ત્યાં ડબલ સિટિંગ માટે તમારે 18,762 રૂપિયા ચૂકવવા પડશે. જો તમે ટ્રિપલ સિટિંગની બુકિંગ કરો છો તો તમારે 17,525 રૂપિયા ચૂકવવા પડશે.

X
IRCTC has launched a seven-day tour package to see the seasons
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી