આઇલેન્ડ ટ્રિપ / આઇઆરસીટીસી આંદામાન-નિકોબાર ફરવા માટે લાવ્યું છે, માત્ર ₹22 હજારનું ટુર પેકેજ

IRCTC has brought the Andaman-Nicobar route, only ₹ 22 thousand tour packages

  • આ ટુર 10 ઓગસ્ટ 2019ના રોજ કોલકતાથી શરૂ થશે
  • કોલકાતાથી ઇન્ડિગો એરલાઇન્સના ઇકોનોમી ક્લાસ માધ્યમ દ્વારા પોર્ટ બ્લેયર એરપોર્ટ માટે ઉડાન ભરશે

divyabhaskar.com

May 24, 2019, 03:55 PM IST

ટ્રાવેલ ડેસ્કઃ ઇન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશન (IRCTC) પર્યટકો માટે આંદામાન અને નિકોબાર દ્વીપ ફરવા માટે ટુર પેકેજ લઇને આવ્યું છે. આ ટુર પેકેજનો લાભ લેવા માટે પર્યટકે 22,299 રૂપિયા ચૂકવવાના રહેશે.

આઇઆરસીટીસી ટુરિઝમની ઓફિશિયલ વેબસાઇટ irctctourism.com અનુસાર, પાંચ દિવસ અને ચાર રાતની ટુર છે. ટુર પેકેજ અનુસાર યાત્રી પોર્ટ બ્લેયર અને હેવલોક જેવા સુંદર દ્વીપ પર જવાનો મોકો મળશે. આ ટુરની શરૂઆત કોલકાતાથી થશે. કોલકાતાથી ઇન્ડિગો એરલાઇન્સના ઇકોનોમી ક્લાસ માધ્યમ દ્વારા પોર્ટ બ્લેયર એરપોર્ટ માટે ઉડાન ભરશે. ભારતીય રેલવેની પર્યટન શાખાની IRCTC ટુરિઝમના વેબ પોર્ટલ પર આપવામાં આવેલી જાણકારી અનુસાર, આ ટુર 10 ઓગસ્ટ 2019થી શરૂ થશે.

ટુર પેકેજમાં યાત્રિકોને કૉર્બિન કૉવ બીચ, માનવ વિજ્ઞાન સંગ્રહાલય, નૌસેના સંગ્રહાલય, સેલ્યુલર જેલ, કાળા પથ્થર સમુદ્ર કિનારો અને રાધાનહર બીચ જેવા સુંદર સ્થળો ફરવાનો મોકો મળશે. ટુર દરમિયાન ટુરિસ્ટને સ્નોર્કેલિંગ, ફેરીની સવારી, કોરલ રીફ વગેરે જોવા મળશે. જો તમે આ ટુર પેકેજનો લાભ લેવા ઇચ્છો છો તો આઇઆરસીટીસીની ઓફિશિયલ વેબસાઇટ પર જઇને બુકિંગ તથા ટુર વિશેની જાણકારી મેળવી શકો છો.

પેકેજ સાથે જોડાયેલી ખાસ વાતો
ટુર પેકેજનો લાભ લેનાર યાત્રિકોઓએ પોતાની સુવિધા અનુસાર પેકેજની પસંદગી કરવાની રહેશે. જો યાત્રિક ટ્રિપલ શેરિંગનું ટુર પેકેજ પસંદ કરશે તો વ્યક્તિ દીઠ 22,299 રૂપિયા ચૂકવવા પડશે.

યાત્રિકોની સુવિધાઓની વાત કરીએ તો ટુર પેકેજમાં કોલકાતાથી પોર્ટ બ્લેયર અને પોર્ટ બ્લેયરથી કોલકાતાની એર ટિકિટનો સમાવેશ કરવામાં આવે છે. દ્વીપ પર પહોંચવા માટે સાવધાન સુવિધા ખર્ચ, રહેવા માચે એર કંન્ડીશનર રૂમ, દ્વીપ પર પ્રવેશ પરમિટ ખર્ચ, નાસ્તો અને ડિનરનો સમાવેશ કરવમાં આવ્યો છે.

મોટાભાગે આઇઆરસીટીસીના ટુર પેકેજમાં વ્યક્તિગત જરૂરી વસ્તુઓ એટલે કે લોન્ડ્રી, કોઇપણ પ્રકારની રૂમ સર્વિસનો સમાવેશ કરવામાં આવતો નથી. જો યાત્રિક આ દરેક સુવિધાઓની માગ કરે છે તો તે માટેનો એક્સ્ટ્રા ચાર્જ યાત્રિકે ચૂકવવાનો રહેશે.

X
IRCTC has brought the Andaman-Nicobar route, only ₹ 22 thousand tour packages
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી