તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Lifestyle
  • Iran's Maryam Rouhani Changed Her Fortune By Becoming A Mechanic, Raising Awareness Among Other Women In The Village

સંઘર્ષ પછી સફળતા:ઈરાનની મરિયમ રુહાનીએ મેકેનિક બનીને પોતાનું નસીબ બદલ્યું, ગામની અન્ય મહિલાઓને પણ આ પ્રોફેશન વિશે જાગૃત કરે છે

4 મહિનો પહેલા
  • મરિયમના આ કામ વિશે જ્યારે ફેમિલીમાં ખબર પડી ત્યારે બધાએ તેનો વિરોધ કર્યો
  • મરિયમના પિતાએ દરેક સ્થિતિમાં દીકરીને સાથ આપ્યો

ઈરાનની રાજધાની તેહરાનમાં એક ગેરેજમાં વેલ્ડિંગ, ફેબ્રિકેટિંગ અને ચાર પૈડાંની ગાડીઓ પર મરિયમ રુહાની પેન્ટિંગ કરે છે. તેના યુનિફોર્મ પર ગ્રીસ લાગેલું હોય છે. પોતાના લાંબા વાળને કેપમાં સેટ કરીને રોજ આ ગેરેજમાં કામ કરે છે. નોર્મની ઈરાનની નોર્થઇસ્ટ બોર્ડર પર આવેલા ગામના છોકરીઓના લગ્ન નાની ઉંમરે કરી દેવામાં આવે છે. રુહાની પોતાના પ્રયત્નોથી ગામવાસીઓના વિચાર બદલવા માગે છે. તે બધી વસ્તુઓનું ધ્યાન રાખીને કાર પર પેન્ટિંગ કરે છે.

મરિયમ એક ખેડૂતની દીકરી છે. તે પણ ગામના બીજા બાળકોની જેમ મજૂરી કરીને જ મોટી થઇ છે, પરંતુ પાંચેય ભાઈ-બહેનમાં મરિયમ થોડી અલગ હતી, નાનપણથી તેનું ધ્યાન પિતાના ટ્રેક્ટર પર રહેતું. મોટા થયા પછી મરિયમે હેર ડ્રેસરનું કામ શરુ કર્યું અને પછી મેકઅપ આર્ટિસ્ટ બની ગઈ. એ પછી પરિવારની પરવાનગી લઇને કાર પોલિશ કરવા લાગી અને ડિટેલર બની ગઈ.

મરિયમના આ કામ વિશે જ્યારે ફેમિલીમાં ખબર પડી ત્યારે બધાએ તેનો વિરોધ કર્યો, પરંતુ મરિયમના પપ્પાએ દરેક સ્થિતિમાં દીકરીને સાથ આપ્યો. દીકરીની લગન જોઇને તેઓ ખુશ થાય છે. એટલું જ નહીં પણ મરિયમ જીવનમાં આગળ વધે તે માટે તેમણે લગ્નના પણ ઘણા પ્રસ્તાવને ચોખ્ખી ના પાડી દીધી છે.

મરિયમે તુર્કીથી કાર પોલિશિંગ સર્ટિફિકેટ લીધું. એ પછી તેણે તેહરાનમાં ભાડે દુકાન લઈને પોતાનું કામ શરુ કર્યું. અનેક અડચણો હોવા છતાં હાલ મરિયમ અન્ય મહિલાઓને પણ પોતાનું કામ શીખવાડી રહી છે.