તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Lifestyle
  • IPS Ankita Sharma Teaches Students Studying UPSC So That Their Dreams Are Not Left Incomplete Due To Poverty.

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પ્રેરણા:IPS ઓફિસર અંકિતા શર્મા UPSCની તૈયારી કરી રહેલા વિદ્યાર્થીઓને ભણાવે છે, જેથી ગરીબીને લીધે કોઈના સપનાં અધૂરા ના રહે

4 મહિનો પહેલા
  • કૉપી લિંક

જે લોકોએ જીવનમાં આગળ વધવા માટે અનેક મુશ્કેલીનો સામનો કર્યો છે, તે બધાને ખબર છે કે મહેનત કરનારા લોકોનો રસ્તો સરળ હોતો નથી. IPS ઓફિસર અંકિતાએ પોતાની જિંદગીમાં મુશ્કેલ પરિસ્થિતિઓ જોઈને સીખ્યું છે કે, તે સમયે મદદ કરેલી આખી જિંદગી યાદ રહે છે. આમ તો અંકિતા દેશના કામોમાં આખું અઠવાડિયું વ્યસ્ત રહે છે, પરંતુ રવિવારના દિવસે તે પોતાના રૂટીનમાંથી સમય કાઢીને સિવિલ સર્વિસની તૈયારી કરી રહેલા વિદ્યાર્થીઓને ભણાવે છે. તેમની ઓફિસ જ એક ક્લાસરૂમ બની જાય છે.

અંકિતા તે વિદ્યાર્થીઓને ભણાવી રહી છે જેઓ ગરીબીને લીધે કોચિંગ ક્લાસની મોંઘી ફી આપવા સક્ષમ નથી. આ IPS પોતે પણ છત્તીસગઢના દુર્ગ જીલ્લાના એક નાના ગામના છે. અંકિતાએ સરકારી સ્કૂલમાં અભ્યાસ કર્યો હતો. જે સમયે તેઓ સિવિલ સર્વિસની તૈયારી કરી રહ્યા હતા ત્યારે ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો કારણ કે કોઈ માર્ગદર્શન આપનારું પણ નહોતું. પરંતુ અંકિતાએ હાર ના માની. તેઓ ત્રીજા પ્રયત્ને UPSC પરીક્ષા પાસ કરવામાં સફળ રહ્યા.

અંકિતાએ આવા જ વિદ્યાર્થીઓ માટે સોશિયલ મીડિયા પર એક પેજ બનાવ્યું છે. આ પેજને જોઇને ઘણા વિદ્યાર્થીઓ જોડાયા. અંકિતા રાયપુરમાં વધી રહેલા અપરાધ કેસને કંટ્રોલ કરવા માટે ફેમસ છે.

અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજનો દિવસ મિત્રો તથા પરિવારના લોકો સાથે મોજ-મસ્તીમાં પસાર થશે. સાથે જ લાભદાયક સંપર્ક પણ સ્થાપિત થશે. ઘરના રિનોવેશનને લગતી યોજના બનશે. તમે સંપૂર્ણ મનથી ઘરના બધા સભ્યોની જરૂરિયાતોને પૂર્ણ કરવા...

વધુ વાંચો