રશિયાના અંતરિક્ષ યાત્રીઓની ચેતવણી:ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનમાં ક્રેક પડવાથી 2025 સુધી ઉપકરણ તૂટવાની આશંકા; 80% ફ્લાઈટ સિસ્ટમ એક્સપાયર થઈ

2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનના 6માંથી એક Zarya મોડ્યુલમાં કેટલીક જગ્યાએ ક્રેક જોવા મળી
  • આ મોડ્યુલના ગત વર્ષે મોટા ભાગના ઈક્વિપમેન્ટ એક્સપાયર થઈ ચૂક્યા છે

અંતરિક્ષમાં બનેલા ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનના એક સેગમેન્ટમાં ક્રેક પડી જાય છે. રશિયાના વૈજ્ઞાનિકોએ તેની જાણકારી આપી છે. ચેતવણી આપતાં તેમણે કહ્યું છે કે, ભવિષ્યમાં આ ક્રેક મોટી થઈ શકે છે. જોકે આ ક્રેકમાંથી હવા આરપાર થઈ શકે છે કે નહિ તેના વિશે વૈજ્ઞાનિકોએ હજુ સસ્પેન્સ રાખ્યું છે.

આ પહેલાં પણ અંતરિક્ષ યાત્રીઓ ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનના ઉપકરણો જૂનાં થઈ ગયા હોવાની વાત કરી ચૂક્યા છે. તેમણે ચેતવણી આપી હતી કે, વર્ષ 2025 પછી આ ઉપકરણો તૂટી શકે છે. થોડા સમય પહેલાં જ સ્પેસ સ્ટેશન નિયંત્રણની બહાર થયું હતું. વૈજ્ઞાનિકોએ તેને સોફ્ટવેરની માનવીય ભૂલ ગણાવી હતી.

ઉપકરણો બદલવાની જરૂર
રોકેટ એન્ડ સ્પેસ કોર્પોરેશન એનર્જિયાના મુખ્ય અધિકારી બ્લાદિમીર સોલોવ્યોયનું કહેવું છે કે, ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનના 6માંથી એક Zarya (ઝાર્યા) મોડ્યુલમાં કેટલીક જગ્યાએ ક્રેક જોવા મળી છે. આ મોડ્યુલની ઈન ફ્લાઈટ સિસ્ટમ 80% સુધી એક્સપાયર થઈ ચૂકી છે. ગત વર્ષે જ મોટા ભાગના ઈક્વિપમેન્ટ એક્સપાયર થઈ ચૂક્યા હતા. તેને બદલવાની જરૂર છે.

1998માં લોન્ચ થયું હતું ઝાર્યા મોડ્યુલ

રશિયાના ઝાર્યા કાર્ગો મોડ્યુલમાં ક્રેક જોવા મળી છે. તેને 1998માં લોન્ચ કરવામાં આવ્યું હતું. હાલ તેનો ઉપયોગ સ્ટોરેજ માટે કરવામાં આવી રહ્યો છે. રશિયન સ્પેસ એજન્સીનું કહેવું છે કે, આવી સ્થિતિ રહી તો ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન 2030 સુધી કામ કરવા લાયક નહિ બચે.

રશિયા સ્પેસ સ્ટેશન પર 2024 સુધી રહેશે
અંતરિક્ષમાં વૈજ્ઞાનિક પ્રયોગો માટે આંતરરાષ્ટ્રીય સ્પેસ સ્ટેશન ડેવલપ કરવામાં આવ્યું હતું. જુલાઈમાં રશિયાની બેદરકારીને લીધે સ્પેસ સ્ટેશન બેકાબૂ બન્યું હતું. અમેરિકન સ્પેસ એજન્સી NASAના વૈજ્ઞાનિકોએ માંડ માંડ તેના પર કન્ટ્રોલ મેળવ્યો હતો. રશિયા અંતરિક્ષ એજન્સીનું કહેવું છે કે, તે 2024 સુધી આ સ્પેસ સિસ્ટમનો ભાગ રહેશે.

અન્ય સમાચારો પણ છે...