એકથી અન્ય પેઢીઓમાંમાં ખૂબીઓ અને ખામીઓ લઈ જવા માટે જનીન જવાબદાર હોય છે. મહિલાઓ અને બાળકોમાં થનારી બીમારીઓ માટે પણ આ જનીન જ જવાબદાર છે. પરિવારમાં પહેલાંથી જ કોઈ ગંભીર બીમારીથી પીડિત હોય તો ડૉક્ટરને મળી જિનેટિક ટેસ્ટ જરૂર કરાવવો જોઈએ. ખાસ કરીને મહિલાઓએ.
એક્સપર્ટ કહે છે કે, તેનાથી ભવિષ્યમાં થનારી બીમારીઓ રોકી શકાય છે. સાથે જ બીમારી આગલી પેઢીમાં જતાં પણ રોકી શકાય છે. આજે ઈન્ટરનેશનલ ડે ઓફ એક્શન ફોર વુમન્સ હેલ્થ છે. આ અવસરે મેડજિનોમ સેન્ટર ફોર જિનેટિક હેલ્થ કેરના રિપ્રોડક્ટિવ જિનેટિસિસ્ટ ડૉ. હેમા પુરંદરે પાસેથી જાણો, જિનેટિક ટેસ્ટથી કઈ બીમારી રોકી શકાય છે...
વારંવાર મિસ્કેરેજ થવું
પ્રેગ્નન્સીના 20 અઠવાડિયાં કરતાં પહેલાં 3 અથવા વધારે વખત મિસ્કેરેજ થાય તો અલર્ટ થઈ જવાની જરૂર છે. વૈજ્ઞાનિક ભાષામાં તેને રિકરન્ટ પ્રેગ્નન્સી લૉસ કહેવાય છે. એક રિસર્ચ પ્રમાણે, 1થી 2% મહિલાઓમાં આવા કેસ સામે આવે છે. આવા કેસનું મોટું કારણ ક્રોમોસોમમાં ખામી અથવા જિનેટિક અબ્નોર્માલિટી હોઈ શકે છે. તેથી એક વાર પ્રેગ્નન્સી લૉસ થાય તો ડૉક્ટરની સલાહથી જિનેટિક ટેસ્ટ જરૂર કરાવવો જોઈએ.
IVF પ્રક્રિયા સફળ ન થવી
ઘણી વાર મહિલાઓમાં જિનેટિક ડિફેક્ટના કારણે IVF દરમિયાન પણ મિસ્કેરેજ થઈ શકે છે. તેનાથી બચવા માટે પહેલાં જ તપાસ કરાવી લેવી યોગ્ય રહેશે. જો પરિવારમાં પહેલાં કોઈ મહિલાને જિનેટિક ડિસઓર્ડર રહ્યો હોય તો ભ્રૂણ ટ્રાન્સપ્લાન્ટ કરાવતાં પહેલાં આ વાત ડૉક્ટરને જરૂર જણાવો અને જિનેટિક ટેસ્ટિંગ કરાવો. આમ કરવાથી બાળક પરનું જોખમ ઓછું કરી શકાય છે અને પ્રેગ્નન્સી સફળ બનાવી શકાય છે.
ફેમિલી હિસ્ટ્રીમાં કેન્સર થવાનું જોખમ
ઓવેરિયન કેન્સરના 15% અને બ્રેસ્ટ કેન્સરના 7% કેસ જનીન (BRCA2, BRCA2)માં મ્યુટેશનને કારણે થાય છે. હાલ એડવાન્સ ટેક્નોલોજીની મદદથી જનીન ટેસ્ટ કરાવી બ્રેસ્ટ અને ઓવેરિયન કેન્સરનું જોખમ ઘટાડી શકાય છે. તેનું એક ઉદાહરણ હોલિવુડ એક્ટ્રેસ એન્જલિના જોલી છે. તેની માતાને પહેલાંથી જ કેન્સર હતું, એન્જલિનાએ જિનેટિક ટેસ્ટ કરાવ્યો. તપાસમાં જોખમ સામે આવતાં એન્જલિનાએ સર્જરી કરાવી.
ગર્ભમાં ઉછરી રહેલાં બાળકનાં ક્રોમોસોમમાં ખામી
પ્રેગ્નન્સી દરમિયાન ગર્ભમાં ઉછરી રહેલાં બાળકના ક્રોમોસોમ સામાન્ય છે કે નથી તેની તપાસ ડિલિવરી પહેલાં થવી જોઈએ. ક્રોમોસોમમાં ડિફેક્ટ હોવા પર બાળકમાં ડાઉન સિન્ડ્રોમ જેવા રોગ થવાનું જોખમ રહે છે. આવી સ્થિતિથી બચવા માટે જિનેટિક સ્ક્રીનિંગ અને પ્રી ટેસ્ટ કરાવવો જોઈએ. પ્રેગ્નન્સીની શરૂઆતમાં જ ડૉક્ટર સાથે આ બાબતની ચર્ચા કરી લેવી જોઈએ.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.