તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Lifestyle
  • International Childhood Cancer Day New Cases Of Cancer Of 80 Thousand Children Are Exposed Every Year In The Country

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઇન્ટરનેશનલ ચાઈલ્ડહુડ કેન્સર ડે:દેશમાં દર વર્ષે 80 હજાર બાળકોમાં કેન્સરનાં નવા કેસ આવે છે, જાણો કયા બાળકને જોખમ વધારે છે

11 દિવસ પહેલા
  • કૉપી લિંક

કોરોના મહામારીની અસર કેન્સરથી પીડિત બાળકો પર પડી છે. સારવાર, દવાઓ અને થેરપીને અસર થઇ અને તેમાં બ્રેક વાગી. સારવારમાં 50% સુધી ઘટાડો આવ્યો છે. આ સ્થિતિ એટલા માટે પણ જોખમી છે કારણકે બાળકોમાં કેન્સરના નવા કેસ પણ વધી રહ્યા છે. ઇન્દ્રપ્રસ્થ એપોલો હોસ્પિટલનાં પીડિયાટ્રિક ઓન્કોલોજિસ્ટ ડૉ. ગૌરવ ખારયાએ કહ્યું કે, બાળકોમાં સૌથી વધારે કેસ લ્યુકીમિયાનાં હોય છે. આ એક પ્રકારનું બ્લડ કેન્સર છે.

આજે ઇન્ટરનેશનલ ચાઈલ્ડહુડ કેન્સર ડે છે. આ દિવસે જાણીએ બાળકોમાં કેન્સરનું જોખમ કેવી રીતે ઓછું શકાય.
દેશમાં દર વર્ષે 70થી 80 હજાર નવા કેસ
ન્યૂઝ વાંચ્યા પહેલાં જાણી લો કે દેશ અને દુનિયામાં આના કેટલા કેસ વધી રહ્યા છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના જણાવ્યા પ્રમાણે, રોજ 1 હજાર બાળકોમાં કેન્સરના કેસ આવી રહ્યા છે. બાળપણમાં થતા કેન્સરની સારવાર શક્ય છે. ભારતમાં દર વર્ષે 70થી 80 હજાર બાળકોમાં કેન્સરના નવા કેસ આવે છે. તેમાંથી 35થી 40% લ્યુકીમિયાનાં હોય છે. આ એક બ્લડ કેન્સર છે. છેલ્લા 5 વર્ષથી દિલ્હીના બાળકોમાં સૌથી વધારે કેન્સરનાં કેસ આવે છે.

મહામારીએ કેન્સરને એડવાન્સ સ્ટેજ પર ધકેલ્યું
ડૉ. ગૌરવે કહ્યું, મહામારી દરમિયાન પેરેન્ટ્સ બાળકોની સારવાર માટે હોસ્પિટલ લઇ જવામાં ડરતા હતા. પરિણામે કેન્સર એડવાન્સ સ્ટેજ તરફ વધતું ગયું. કેન્સરના દર્દીઓની સારવાર બંધ ના થવી જોઈએ કારણકે આ રોગ સામેલ લડવાની ક્ષમતા પહેલેથી નબળી હોય છે. આવી સ્થિતમાં કોરોના થાય તો જોખમ વધી જાય છે.

બાળકોમાં સૌથી વધારે થતા લ્યુકીમિયાના લક્ષણ
થાક લાગવો, તાવ આવવો, હાડકા અને સાંધામાં દુખાવો, માથાનો દુખાવો અને ઉલ્ટી થવી એ બધા બ્લડ કેન્સરના લક્ષણ છે. આ ઉપરાંત બેભાન થઇ જવું, રાતે પરસેવો થવો, શ્વાસ લેવામાં તકલીફ થવી અને વજન ઘટવા જેવા લક્ષણ દેખાય તો તાત્કાલિક ડૉક્ટરની સલાહ લેવી.

ડૉ. ગૌરવે કહ્યું, આ કેન્સરનું કારણ શું છે તે હજુ ખબર પડી નથી. બ્લડ ટેસ્ટ, બોન મેરો બાયોપ્સી, એમઆરઆઈ, સીટી સ્કેન કરાવીને કારણ જાણી શકાય છે.

કયા બાળકોને વધારે જોખમ?
બાળકોમાં થતાં કેન્સરના કેટલાક કેસ ફેમિલી હિસ્ટ્રીને કારણે થઈ શકે છે. જેમ કે રેટિનોબ્લાસ્ટોમા અર્થાત આંખનું કેન્સર. તેને રોકવા માટે જિનેટિક ટેસ્ટિંગ કરી શકાય છે. જિનેટિક ટેસ્ટિંગનાં માધ્યમથી બાળકમાં કેન્સરની આંશકા ઓળખી શકાય છે. બચાવ તરીકે સારું ડાયટ અને સ્વચ્છતા રાખવાની સલાહ આપવામાં આવે છે. જોકે તે સ્પષ્ટ રીતે ન કહી શકાય કે આ બચાવની યોગ્ય રીત છે કે કેમ.

બાળકોમાં થનારાં 6 મોટાં કેન્સર
1. બ્લડ કેન્સર:
બ્લડ કેન્સર બાળકોમાં સૌથી વધારે થતાં કેન્સરમાંથી એક છે. તેનાં 2 મુખ્ય પ્રકાર ALL અને AMLની વહેલી તકે ઓળખ થાય તો 90% સુધી સારવાર સંભવ છે, જ્યારે AMLમાં તેની સંભાવના 40થી 50% સુધીની હોય છે.
2. ગરદનનું કેન્સર: બાળકોમાં થતાં સૌથી વધુ કેન્સરમાંથી આ બીજા ક્રમાંકે છે હોઝકિન્સ અને નોન હોઝકિન્સ લિમ્ફોમા કેન્સર. કેન્સર લિમ્ફ ગ્રંથિઓ (ગરદનની ગ્રંથિઓ)માં થાય છે.
3. રેટિનોબ્લાસ્ટોમા: તે આંખનું કેન્સર છે. તે નવજાતમાં એક મહિનાની ઉંમરમાં પણ થઈ શકે છે. તે ધીરે ધીરે આંખોને ડેમેજ કરી મગજ સુધી પહોંચી શકે છે. સયમયર તેની ઓળખ થવા પર આંખો બચાવી શકાય છે.
4. બ્રેન કેન્સર: બાળકોનાં મગજમાં બિનાઈન ટ્યુમર પણ થઈ શકે છે. આ સિવાય મગજનાં અલગ અલગ પ્રકારના કેન્સર પણ થઈ શકે છે. વહેલી તકે તેની ઓળખ થવા પર તેની સારવાર સંભવ છે.
5. ન્યૂરોબ્લાસ્ટોમા એડ્રિનલ ગ્લેન્ડ કેન્સર: આ એડ્રિનલ ગ્લેન્ડમાં થનારું એક પ્રકારનું ટ્યુમર છે. કિડનીની ઉપર એડ્રિનલ ગ્રંથિઓ હોય છે. બાળકોમાં આ કેન્સરનું જોખમ વધુ રહે છે.
6. હાડકાંઓનું કેન્સર: ઓસ્ટિયોસરકોમા અને ઈવિંગ્સ સરકોમા હાડકાંઓમાં થતું કેન્સર છે. જો સમયસર તેની ઓળખ કરવામાં આવે તો તેની સંપૂર્ણ સારવાર સંભવ છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

    વધુ વાંચો