તમે હંમેશાં વડીલો પાસેથી એવી કહેવત તો સાંભળી જ હશે કે એક સમય હતો જ્યારે અમારા સમયમાં ‘દૂધની નદીઓ’ વહેતી હતી. પરંતુ શું તમે હકીકતમાં ક્યારે પણ દૂધની નદી વહેતી જોઈ છે? નથી જોઈ તો હવે જોઈ લો. કેમ કે, યુકેના વેલ્સમાં કંઈક એવું બન્યું કે જેના પછી ત્યાં એક નદીમાં અચાનક દૂધ વહેવા લાગ્યું. જેને જોઇને લોકો આશ્ચર્યચકિત થઈ ગયા. અત્યારે આ વીડિયો સોશિયલ મીડિયા પર ઘણો વાઈરલ થઈ રહ્યો છે.
દુલાઇસ નદીમાં પાણી અચાનક સફેદ થઈ ગયું
હકીકતમાં 15 એપ્રિલે અચાનક યુકે વેલ્સમાં વહેતી દુલાઇસ નદીમાં પાણી અચાનક સફેદ થઈ ગયું. નદીમાં પાણીની જગ્યાએ દૂધ વહેવા લાગ્યું. નદીમાં દૂધ વહેતું જોઈને લોકો આશ્ચર્યચકિત થઈ ગયા હતા. હવે તમારા મનમાં એવો સવાલ થતો હશો કે આવું કેવી રીતે થઈ શકે છે કે નદીનું પાણી દૂધમાં ફેરવાઈ ગયું. નદીમાં દૂધ વહેવાનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાઈરલ થઈ રહ્યો છે.
દૂધથી ભરેલો ટ્રક પલટી ગયો હતો
આવું એટલા માટે થયું કેમ કે, નદીની નજીક એક ઘટનામાં દૂધથી ભરેલો ટ્રક પલટી ગયો, જેના કારણે ટેન્કરનું બધું દૂધ નદીમાં વહેવા લાગ્યું. તેનાથી નદીનું પાણી સફેદ થઈ ગયું. નેચરલ રિસોર્સિસ વેલ્સ (Natural Resources Wales, NRW)એ દૂધની ક્વોલિટી વિશે કંઈ પણ નથી કહ્યું. જો કે તેના કારણથી જ નદીનું પાણી સફેદ થયું હતું, તે કન્ફર્મ કરી દીધું છે.
લોકોને નદીનું પાણી સફેદ કેમ થયું તેનું કારણ પાછળથી ખબર પડી
નદીનું પાણી જોઈને લોકોને નવાઈ લાગી હતી કે આખરે નદીનું પાણી સફેદ કેવી રીતે થઈ ગયું. લોકો તેમના ઘરેથી ડોલ અને વાસણ લઈને દોડ્યા અને દૂધ ભરતા જોવા મળ્યા. પરંતુ તેની ક્વોલિટીને લઈને હજી પણ શંકા છે. અનેક લોકોએ પહેલા આ ઘટનાને ચમત્કાર ગણાવી. પરંતુ ટૂંક સમયમાં લોકોને નદીનું પાણી સફેદ કેમ થયું તેનું કારણ સમજમાં આવી ગયું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.