તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

એક ભૂલે જીવ લીધો:31 વર્ષીય યુવતીએ નાકની સર્જરી પાછળ 4 લાખ રૂપિયા ખર્ચ્યા, ચાલુ સર્જરીમાં પ્લાસ્ટિક સર્જનથી ગડબડ થતા મૃત્યુ થયું

22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મારિના ક્લિનિકમાં નાકનો ‘પરફેક્ટ’ શેપ કરાવવા ગઈ હતી
  • સર્જરી દરમિયાન તેનો પતિ બિઝનેસ ટ્રિપ માટે અન્ય શહેરમાં હતો

સુંદર દેખાવના મોહમાં રશિયન ઈન્ફ્લુએન્સરે જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. રશિયાની 31 વર્ષીય મારિના લેવેડેવાનું મૃત્યુ રાઈનોપ્લાસ્ટી એટલે કે નાકની સર્જરી દરમિયાન થયું છે. સેન્ટ પીટર્સબર્ગ શહેરમાં રહેતી મારિના ક્લિનિકમાં નાકનો ‘પરફેક્ટ’ શેપ મેળવવા માટે સર્જરી કરાવવા ગઈ પણ અહિયાં સર્જનથી ગડબડ થતા તેનું મૃત્યુ થયું.

ક્લિનિકે સર્જરીથી મૃત્યુ થવાની વાત નકારી દીધી
આર્ટિબ્યુટ ક્લિનિકમાં સર્જરી દરમિયાન મારિનાની તબિયત અચાનક લથડવા લાગી. આ જોઇને પ્લાસ્ટિક સર્જને એમ્યુલન્સ બોલાવી તેને બીજી હોસ્પિટલમાં શિફ્ટ પણ કરી, પણ રસ્તામાં જ મારિનાએ દુનિયાને અલવિદા કહ્યું. જો કે, ક્લિનિકના ડિરેક્ટરે મારિનાનું મૃત્યુ સર્જરીને લીધે થયું હોવાની વાત નકારી દીધી છે. તેમણે કહ્યું, મારિનાની હેલ્થમાં બીજા કોમ્પલિકેશનને લીધે મૃત્યુ થયું છે. સર્જરી શરુ કર્યા પહેલાં અનેક ટેસ્ટ કરવામાં આવ્યા હતા. આ બધા રિપોર્ટ નોર્મલ આવ્યા પછી જ રાઈનોપ્લાસ્ટી સર્જરી કરવાનું શરુ કર્યું હતું.

પ્લાસ્ટિક સર્જનને 6 વર્ષની જેલની સજા થઈ શકે છે
મારિનાનું મૃત્યુ થયું ત્યારે તેનો પતિ બિઝનેસ ટ્રિપ માટે બીજા શહેરમાં ગયો હતો. પત્નીના મોતના સમાચાર મળતા તે બધું કામ મૂકીને સેન્ટ પીટર્સબર્ગ આવી ગયો. હાલ રશિયન ઈન્વેસ્ટિગેશન કમિટી મારિનાના મૃત્યુનું કારણ જાણવા માટે તપાસ કરી રહી છે. સર્જરીનો વીડિયો પુરાવા તરીકે કામમાં લાગશે.

જો મારિનાનું મૃત્યુ નાકની સર્જરીને લીધે થયું હશે તો સર્જનને 6 વર્ષની જેલની સજા થઈ શકે છે. મારિનાનાં દીકરાનું ધ્યાન હવે તેનો પતિ રાખશે.

24 વર્ષીય મોડલે પરફેક્ટ બોડી માટે 20 લાખ રૂપિયાનો ધુમાડો કર્યો
પરફેક્ટ બોડીની લ્હાયમાં 24 વર્ષીય મોડલ સરખી બેસી શકતી નથી. આ મોડલે લિપ્સ સર્જરી, બ્રેસ્ટ ઇમ્પ્લાન્ટ અને બટક સર્જરી કરાવી હતી. સર્જરી કરાવ્યા પછીથી તે ઊભા-ઊભા જ કામ કરે છે. ક્યાંક બેસવા જાય તો તેને અસહ્ય દુખાવો ઉપડે છે. આ મોડલે બ્રાઝિલિયન બટ માટે સર્જરી કરાવી હતી. ઈન્સ્ટાગ્રામ મોડલે કહ્યું, ‘મેં અનેક મહિનાઓ સુધી ડાયટ અને કસરત કરી પરંતુ મારે જોઈએ તેવું બોડી ના મળતા હું ઉદાસ રહેતી હતી. એ પછી મને સર્જરી કરાવવાનો વિચાર આવ્યો. આથી મેં લિપ્સ, બ્રેસ્ટ અને બટની સર્જરી કરાવી. દુર્ભાગ્યવશ પ્રોસેસમાં લોચા પડતા મોડલને સર્જરી કરાવવું ભારે પડ્યું છે.’

અન્ય સમાચારો પણ છે...