તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Lifestyle
  • India's Masoom Meenawala Shows Off Her Jalwa On The Ramp In Manish Malhotra's Sari, Promoting Indian Fashion Around The World

કાન ફેસ્ટિવલ 2021:ભારતની માસૂમ મીનાવાલાએ મનીષ મલ્હોત્રાની સાડીમાં રેમ્પ પર દેખાડ્યો પોતાનો જલવો, દુનિયાભરમાં ભારતીય ફેશનને પ્રોત્સાહન આપ્યું

15 દિવસ પહેલા
  • તેને કહ્યું કે-આ વર્ષે આ સમારોહમાં ભાગ લઈને મને મારી જાત પર ગર્વ છે કે મેં મારા દેશનું પ્રતિનિધિત્વ કર્યું છે
  • મેં ક્યારેય રેડ કાર્પેટ પર વોક કરવા વિશે વિચાર્યું નહોતું

આ વર્ષે કાન સમારોહમાં ઈન્ડિયન ફેશન બ્લોગર માસૂમ મીનાવાલા મહેતાએ બીજી વખત રેડ કાર્પેટ પર પોતાનો જલવો દેખાડ્યો. અગાઉ તે 2019માં આ પ્રતિષ્ઠિત સમારોહનો ભાગ બની હતી. તેનું કહેવું છે કે, આ વર્ષે આ સમારોહમાં ભાગ લઈને મને મારી જાત પર ગર્વ છે કે મેં મારા દેશનું પ્રતિનિધિત્વ કર્યું છે. તે આ ગ્લોબલ પ્લેટફોર્મ પર મનીષ મલ્હોત્રા જેવા ઈન્ડિયન ફેશન ડિઝાઈનર દ્વારા ડિઝાઈન કરવામાં આવેલી સાડી પહેરીને પણ ઘણી ખુશ છે.

પોતાની સોશિયલ મીડિયા પોસ્ટ પર મહેતાએ લખ્યું છે - મેં ક્યારેય રેડ કાર્પેટ પર વોક કરવા વિશે વિચાર્યું નહોતું. એવા ઘણા સપના હોય છે જે તમે બાળપણમાં જોઈ શકતા નથી. મારી પાસે એવી કોઈ કહાની પણ નથી જેમાં બાળપણમાં રેડ કાર્પેટ પર ચાલવા વિશે વિચાર્યું હોય અને હવે મોટા થઈને કરી બતાવ્યું. સાચું કહું તો મેં ક્યારેય આવા કોઈ સપના નહોતા જોયા. મનીષ મલ્હોત્રાની શિમર સાડીની સાથે લાંબો પલ્લુ અને મેચિંગ બ્લાઉઝે માસૂમની સુંદરતામાં ચાર ચાંદ લગાવી દીધા. મિનિમલ મેકઅપ, એક જોડી સ્ટડ્સ અને ઈયર કફથી આ દીવાએ પોતાના લુકને કમ્પલિટ કર્યું.

માસૂમના અનુસાર, અહીં સુધી પહોંચવું એ મારા કામને સેલિબ્રેટ કરવા જેવું છે. અહીં આવીને હું ભારતીય ફેશનને દુનિયાભરમાં પ્રોત્સાહન આપવના મિશનની નજીક પહોંચી ગઈ છું. દુનિયાની સૌથી મોટી સિનેમેટિક ઇવેન્ટનો ભાગ બનવું મારા માટે સન્માનની વાત છે.