ઈલોન મસ્કનાં પિતા એરોલ મસ્ક, જે વિશ્વનાં સૌથી ધનિક વ્યક્તિ છે, તે આજકાલ ખૂબ જ ચર્ચામાં છે. થોડાં દિવસ પહેલા તેણે સાવકી દીકરીથી બીજું સંતાન હોવાની વાતનો ખુલાસો કર્યો હતો. હાલમાં જ તેણે દાવો કર્યો હતો, કે એક સ્પર્મ બેંક સ્પર્મ ડોનેટ કરવા માટે તેની પાસે આવી પહોંચી હતી.
કંપની ઈચ્છે છે, કે હાઈ ક્લાસ કોલંબિયાની મહિલાઓ પ્રેગનેન્ટ કરવા માટે ઈલોન મસ્કનાં પિતા સ્પર્મ ડોનેટ કરે, જેથી ઈલોન મસ્ક જેવા બાળકનો જન્મ થાય. વિદેશોમાં ઈચ્છા મુજબનાં બાળકને જન્મ આપવો એ ખૂબ જ સામાન્ય બાબત છે, પરંતુ હવે આપણાં દેશમાં પણ યુગલો આવું કરવા માગે છે. આજે વિશ્વ આઈવીએફ દિવસ છે. કપલ્સ બાળકની ઈચ્છામાં આઇવીએફ ક્લિનિકમાં જાય છે ત્યારે તે ડૉક્ટરની સામે અનેક પ્રકારની ડિમાન્ડ મૂકે છે, તેમનો હેતુ ડિઝાઇનર બેબીનો હોય છે.
કેવું હોય છે ડિઝાઈનર બેબી?
ડિઝાઇનર બેબી એક એવું બાળક છે, જેનાં જીન્સમાં ફેરફાર કરવામાં આવે છે. તેને જીન્સનો મેકઅપ પણ કહી શકાય. દંપતિઓની માગ મુજબ બાળકને આંખોનો રંગ, વાળનો રંગ, લંબાઈ, ત્વચાનો રંગ અને ગુણો આપવામાં આવે છે. આ કામ વાઈટ્રો ફર્ટિલાઇઝેશન એટલે કે આઇવીએફ ટેકનિક દ્વારા કરવામાં આવે છે. જો કે, ઘણાં દેશોમાં આ કામ ગેરકાયદેસર છે.
જો પૈસા લગાવી જ રહ્યા છીએ તો ઈચ્છા મુજબનાં બાળકને જન્મ આપીશું
નોએડાના જીવા ક્લિનિકનાં આઇવીએફ સ્પેશ્યાલિસ્ટ ડૉ. શ્વેતા ગોસ્વામીએ જણાવ્યું હતું કે, જ્યારે કપલ્સ બાળક માટે આવે છે ત્યારે તે આવા અનેક સવાલો પૂછે છે. તેમનાં મનમાં એ વાત છે, કે જ્યારે તે આઈવીએફ પર પૈસા ખર્ચતા હોય છે, ત્યારે તેમને મન મુજબ બાળક જોઈએ છે. તેમણે વિદેશનાં ઉદાહરણો ટાંક્યા છે, પરંતુ ભારતમાં આઇવીએફ ટેકનોલોજી એટલી અદ્યતન રહી નથી અને તે કાયદેસર પણ નથી. આઇવીએફ વિજ્ઞાનનો હેતુ તંદુરસ્ત બાળક પેદા કરવાનો છે. આપણે આ વાત લોકોને સમજાવવી પડશે કે, ગર્ભમાં જ બાળકની આંખોનો રંગ, ચામડીનો રંગ કે ઊંચાઈ જાણી શકાય એટલું વિજ્ઞાન હજુ વિકસ્યું નથી.
જો વિદેશી ડોનર હોય તો બાળક ગોરું હોવું સંભવ છે
ડૉ. શ્વેતા ગોસ્વામીનાં જણાવ્યા મુજબ ભારતીય કપલ્સની સૌથી વધુ માગ બાળકનો ગોરો રંગ અને લાંબી હાઈટ હોય છે પછી ભલેને આ કપલ પોતે પણ એવું ન હોય. કેટલાક લોકો યુરોપનાં દેશોનાં સ્પર્મ ડોનરની શોધમાં હોય છે, જેથી બાળકની ગોરાં હોવાની અથવા વાદળી-લીલી આંખો હોવાની સંભાવનામાં વધારો થાય. જો ડોનર વિદેશી હોય તો ડિઝાઇનર બેબી કરી શકાય છે.
જ્યોર્જિયા, રશિયા જેવા દેશોના સ્પર્મ ડોનર્સ પણ ભારતીય લોકો ઇચ્છે છે. જો ગ્રાહક વિદેશી હોય તો તે પોતાના જેવા જ રંગ-રુપનો ડોનર ઈચ્છે છે. આ પ્રક્રિયા ખૂબ જ ખર્ચાળ છે. 2-10 લાખ રુપિયા સુધીની રકમ આરામથી ખર્ચાઈ જાય છે, પરંતુ ડૉક્ટર હોવાને કારણે અમે ડિઝાઇનર બેબીને પ્રોત્સાહિત કરતા નથી. યુગલોને સમજાવવું પડે છે, કે બાળક હોવું એ એક મોટી વાત છે. તમે અહીં બાળકને જન્મ આપવાની વાત કરી રહ્યા છો, મોલમાં કોઈ વસ્તુની ખરીદી કરવા માટે આવ્યા નથી.
બાળકનાં ગુણ, રંગ-રુપ અને બ્લડ જનીનો પર આધારિત
બાળકનો લુક એગ-સ્પર્મ પર નિર્ભર કરે છે. તેનાં ગુણો અને રક્ત જૂથ જનીનો પર આધારિત છે, પરંતુ આઈક્યુ તેનાં ઉછેર અને આસપાસના વાતાવરણ પર આધારિત છે. શરીરનાં કેટલાક જનીનો પ્રભુત્વ ધરાવે છે જેમ કે લંબાઈ. બાળકની લંબાઈ પરિવારના સભ્યોની ઊંચાઈની જેમ ઉભરી આવે છે. આ સાથે જ આંખોનાં રંગને ‘રિસેસિવ જીન’ કહેવામાં આવે છે. બાળકનાં માતા-પિતા કે દાદા-દાદીની આંખોનો રંગ આવો હશે તો જ આંખોનો રંગ લીલો, કાળો, ભૂરો હશે.
ડોનર કોણ છે, તેને ગુપ્ત રાખવામાં આવે છે
સ્પર્મ અને એગ ભારતમાં એઆરટી બેંક (આસિસ્ટેડ રિપ્રોડક્ટિવ ટેકનોલોજી ક્લિનિક)માંથી આવે છે. જે ડોનર છે તેમની ઓળખ ગુપ્ત રાખવામાં આવે છે. પુરુષો માટે સ્પર્મ ડોનર બનવું સરળ છે, પરંતુ એગડોનર બનવા માટે સ્ત્રીઓએ આખી આઇવીએફ પ્રક્રિયામાંથી પસાર થવું પડે છે. તે એક પ્રકારની સર્જરી જ છે. આવી સ્થિતિમાં શિક્ષિત લોકો ડોનર બનવા આગળ આવતા નથી. મોટાભાગનાં ડોનર પૈસાની જરૂરિયાતને પહોંચી વળવા માટે આ કરે છે. આવી સ્થિતિમાં એવી અપેક્ષા રાખી શકાતી નથી કે ડોનર હાઈ-ફાઈ છે. ડૉક્ટરને પણ ખબર નથી હોતી કે તે કોના એગ કે સ્પર્મ છે, તેથી કપલ્સને ચોઈસ આપવામાં આવતી નથી.
વિશ્વનાં પહેલાં મોડિફાઈડ જુડવા બાળકો ચીનમાં જનમ્યા
નવેમ્બર 2018માં ચીનમાં લુલુ અને નાના નામની જુડવા છોકરીઓનો જન્મ થયો હતો. તેમનાં જીન્સમાં ફેરફાર કરવામાં આવ્યા હતા. તેને પહેલા જેનેટિકલી મોડિફાઈડ બેબી કહેવામાં આવ્યા હતા. જીન્સમાં આ ફેરફાર ચીની વૈજ્ઞાનિક હે જિયાનકુઈએ કર્યો હતો. ત્યારબાદ સમગ્ર વિશ્વમાં ચર્ચા શરૂ થઇ ગઇ હતી, પરંતુ વિશ્વનું પહેલું ડિઝાઇનર બેબી ‘એડમ નેશ’ ને પણ કહેવામાં આવે છે. તેમનો જન્મ વર્ષ 2000માં અમેરિકામાં થયો હતો. તેના માતાપિતાએ એક એવા બાળકને જન્મ આપ્યો હતો કે, જે ફેનકોનોમિક એનિમિયાથી પીડિત ન હોય. વાસ્તવમાં આ કપલની મોટી દીકરીને આ બીમારી હતી. નેશે તેની બહેનને બચાવવા માટે તેના સ્ટેમ સેલ ડોનેટ કર્યા હતાં.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.