આપણે ઘણી વાર વસ્તુઓ ભૂલી જતા હોય છે, બાદમાં યાદ પણ નથી આવતું કે, કઇ જગ્યા પર ભૂલી ગયા છે. રાઈડ શેયરિંગ કંપની UBERએ ઉબર લોસ્ટ એન્ડ ફાઉન્ડ ઈન્ડેકસની છઠ્ઠી એડિશન લોન્ચ કરી છે. જેમાં સૌથી વધુ ભૂલનાર સામાન, સૌથી વધુ ક્યા શહેરના લોકો ભૂલી જાય છે, અઠવાડિયા, દિવસ અને વર્ષનો સમય બતાવવામાં આવ્યો છે. UBERમાં પેસેન્જર સૌથી વધુ સામાન ભૂલી જાય છે.
વીકએન્ડમાં સૌથી વધુ વસ્તુઓ ભૂલી જાય છે
ઉબેરના લોસ્ટ એન્ડ ફાઉન્ડ ઈન્ડેક્સ દ્વારા બહાર પાડવામાં આવેલા રિપોર્ટ અનુસાર, ભારત, ઓસ્ટ્રેલિયા અને ફિલિપાઈન્સ APACમાં 'સૌથી વધુ ભૂલી ગયેલા દેશો'ની યાદીમાં ટોચ પર છે. બેંગ્લોર એ સતત બીજા વર્ષે ભારતમાં સૌથી વધુ ભૂલી ગયેલું શહેર છે. ભારતમાં સૌથી વધુ ભૂલવામાં આવેલી વસ્તુઓમાં ફોન, બેગ, ચાવી, પાકીટ, ચશ્મા, આઈડી, હેડફોન અને કેમેરાનો સમાવેશ થાય છે. આ સિવાય ઘણી વખત લોકો તેમની ખાણીપીણીની વસ્તુઓ, મેટલ લેગ, લગ્નની ગિફ્ટ્સ અને નકલી દાંત પણ ભૂલી જાય છે.
લોકો સોનાના દાગીના પણ ભૂલી જાય છે
ગત વર્ષ ભારતમાં ઉબેર કારમાં ભુલાઈ ગયેલી વસ્તુઓમાં ફોન, બેગ અને ચાવી સૌથી વધારે હતી. અન્ય વસ્તુઓમાં, આઈડી કાર્ડ, ચાવી અને છત્રી પણ ટોચની 10 વસ્તુઓમાં સામેલ હતી. આ સિવાય લોકો લગ્નના કાર્ડથી લઈને સોનાના દાગીના પણ કારમાં ભૂલી જાય છે.
બપોરનાં સમયે સૌથી વધુ લોકો ભૂલે છે સામાન
મોટાભાગના લોકો બપોરે 1 વાગ્યાથી સાંજે 4 વાગ્યાની વચ્ચે અથવા સવારે 5 વાગ્યાથી સવારે 6 વાગ્યાની વચ્ચે વસ્તુઓ ભૂલી જાય છે. સવારે 10 અને સાંજે 5 કલાકે સૌથી ઓછો સામાન ખોવાઈ ગયો હતો. લોકો સોમવારે તેમના ચશ્મા અને ચાર્જર ભૂલી જાય તેવી શક્યતા વધુ છે, જ્યારે ગુરુવારે કરિયાણું અને લેપટોપ ઉબેર કારમાં ભૂલી જાય છે.
દિવસ અનુસાર લોકો ભૂલે છે વસ્તુઓ
જો તમે સામાન ભૂલી જાઓ છો તો શોધવાના વિકલ્પો છે
ઉનાળાની ઋતુમાં ભૂલી જવાની ઘટનાઓ વધુ જોવા મળે છે. આ રસપ્રદ અને માહિતીપ્રદ ઇન્ડેક્સ એવા મુસાફરોને ચેતવણી આપે છે કે, તેઓ બીજી વાર ઉબેરમાં મુસાફરી કરે છે ત્યારે બધો સામાન લઇ જવાનું ના ભૂલે. જો તમે Uber માં કંઈક સમાન ભૂલી ગયા હોય અને તમારો ડ્રાઈવર ફોન ઉપાડતો નથી, તો તમે તમારી આઇટમ્સ પરત મેળવવા માટે Uberની ઓફિશીયલ વેબસાઇટ પર જઈને મેલ કરી શકો છો અને તમારી ફરિયાદ નોંધાવી શકો છો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.