• Gujarati News
  • Lifestyle
  • Indians Get Package In Dubai, Gender Identification In 5 Days, This Is How The Whole Operation Is Carried Out

15 લાખમાં બની શકો છો દીકરાનાં માતા-પિતા:ભારતીયોને દુબઈમાં મળે છે પેકેજ, 5 દિવસમાં જેન્ડરની ઓળખ, આ રીતે સમગ્ર ઓપરેશન પાર પાડવામાં આવે છે

6 મહિનો પહેલા
  • કૉપી લિંક

આજે લોકો બાળક માટે ગમે એટલી દવાઓ લેવા માટે તૈયાર થઈ જતા હોય છે, જેમાં લોકો IVFનો સહારો લે છે. વિદેશમાં ચાલી રહેલા IVF ક્લિનિક ભારતીય કપલને ખાસ પેકેજ આપે છે તો સો ટકા દીકરો જ આવશે એ પ્રકારનો દાવો પણ કરે છે. દુબઇના આ IVF ક્લિનિકસનું નેટવર્ક ભારતમાં પણ ફેલાયેલું છે.

એમાં ભારતમાં ચાલી રહેલી પેથોલોજી લેબ્સથી લઇને સ્થાનિક ડોકટરોનો પણ સમાવેશ કરવામાં આવે છે. એજન્ટસ દ્વારા કપલ ક્લિનિકસ સુધી પહોંચે છે અને બાદમાં શરૂ થાય છે દીકરો પેદા કરવા માટેની પ્રોસેસ. આ કપલ દુબઇ જઈને ત્યાં રહેવા, જમવા અને ઇલાજ કરાવવા માટે લગભગ 15 લાખ સુધીનો ખર્ચ કરે છે.

સ્ટોરીમાં આગળ વધતાં પહેલાં અમે તમને જણાવી દઈએ કે ભારતની અંદર ગર્ભમાં રહેલું નવજાતનું લિંગ જાણવું એ સંપૂર્ણ રીતે ગેરકાનૂની છે. માહિતીનો દુરુપયોગ ન થાય એ માટે અમે દુબઇના ડોકટરો અને ક્લિનિકસના નંબર અને વધુ જાણકારી નથી આપતા.

વુમન ભાસ્કરે ગ્રાહક બનીને એજન્ટસ અને દુબઇના ડોકટરો સાથે વાત કરી અને સમગ્ર જાણકારી મેળવી હતી, જે ચોંકાવનારી હતી. આ તપાસ બાદ ખબર પડી હતી કે ફરી એકવાર દુનિયામાં દીકરીઓ જન્મ ન લે એ માટે અથાગ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. તો એ પણ જાણવું જરૂરી છે કે દીકરાની ઘેલછા પાછળ કેટલી દીકરીઓનો જન્મ નથી થયો...

આ ટેક્નોલોજી શું છે, જે ભારતમાં પ્રતિબંધ હોવા છતાં પુત્ર જન્મની 100% ગેરંટી આપે છે, ભારતીય કપલો કેવી રીતે એનો ઉપયોગ કરે છે અને આ નેટવર્ક ક્યાં સુધી ફેલાયું છે, આવો... જાણીએ...

PGD દ્વારા ગર્ભમાં પહોંચે એ પહેલાં બાળકની લિંગ વિશે જાણી લો
આ ટેક્નોલોજીનું નામ પ્રી-ઈમ્પ્લાન્ટેશન જિનેટિક ડાયગ્નોસિસ (PGD) છે. આ ટેક્નિકનો ઉપયોગ IVF દ્વારા બનાવવામાં આવેલા ભ્રૂણમાં આનુવંશિક રોગોની તપાસ કરવા માટે છે, પરંતુ ગર્ભના લિંગની તપાસ કરવામાં આવી રહી છે.

અમેરિકાથી લઈને દુબઇ સુધી 'ફેમિલી બેલેન્સિંગ' ના નામ પર થઈ રહ્યો છે ધંધો
જે લોકો દીકરાની ગેરંટીની ઓફર આપી રહ્યા છે તેઓ ઇન્ટરનેટ પર વધારે એક્ટિવ છે. ત્યાં સુધી કે તેમણે આ ધંધાનું નામ આપ્યું છે 'ફેમીલી બેલેન્સિંગ.' આ ક્લિનિકસના એજન્ટસ સોશિયલ મીડિયા અને અન્ય મેસેજિંગ એપ દ્વારા ગ્રાહકો સુધી પહોંચે છે.
UAEમાં PGD દ્વારા તમને દીકરો જોઈએ છે કે દીકરી એની પસંદગી કરી શકો છો. એને જ કારણે 'ફેમિલી બેલેન્સિંગ' નો ધંધો ધમધોકાર ચાલી રહ્યો છે. બાળકની લિંગ પસંદ કરવાની આ પ્રક્રિયાને કારણે દુબઇમાં સ્રીઓની સંખ્યા ચિંતાજનક છે. અહીં 100 સ્ત્રીઓની સરખામણીએ 222 પુરુષ છે. એજન્ટે દુબઈના ક્લિનિક, ડૉક્ટર, ખર્ચ સહિતની પ્રક્રિયા અને ઓફિશિયલ લેટરની સંપૂર્ણ વિગતો WhatsApp પર શેર કરી હતી...

આ બાદ અમે ઇ-મેલ દ્વારા ક્લિનિકસનો સંપર્ક કરવાની કોશિશ કરી હતી, પરંતુ ક્લિનિકસને બદલે એજન્ટસના કોલ અને મેસેજ આવ્યા હતા. આ બાદ સંપૂર્ણ વિગતો મેળવ્યા બાદ વેરિફિકેશન કર્યું હતું જ્યારે એજન્ટોને ખાતરી થઈ કે અમે PGD દ્વારા 'સેક્સ સિલેક્શન' દ્વારા ખરેખર બાળક મેળવવા માગીએ છીએ ત્યારે તેમણે વાતચીત શરૂ કરી હતી.

આ દરમિયાન એક એજન્ટે જણાવ્યું હતું કે 'ફેમિલી બેલેન્સિંગ'ની સુવિધા આપનાર દેશ ફક્ત UAE જ નહી, પરંતુ અમેરિકા જેવા દેશોમાં પણ છે. જો કોઈ કપલને પહેલાંથી જ દીકરી છે તો તેઓ આ ટેકનોલોજીથી ચોક્કસપણે દીકરો મેળવી શકે છે. તો જેમને પહેલાંથી જ દીકરો છે તો લોકો દીકરીની ઇચ્છા પૂરી કરી શકે છે.

તો આપણા દેશમાં લોકો દીકરા પાછળ લાખો રૂપિયાનો ખર્ચ કરે છે. અમે અમારા ઈ-મેઈલમાં દીકરીની ઈચ્છા વ્યક્ત કરી હતી, પરંતુ આ એજન્ટે પૂછ્યું કે તમને દીકરો જોઈએ છે તોપણ કામ થઇ જશે. એટલા માટે દુબઈના ક્લિનિક્સ ભારતીય યુગલો માટે પ્રિય બની ગયાં છે. ભારતમાં PGDમાં પ્રતિ ભ્રૂણ પાછળ લગભગ 20 હજાર રૂપિયાનો ખર્ચ થાય છે, પરંતુ અહીં જેન્ડર સિલેક્શન પર પ્રતિબંધ હોવાને કારણે લોકો દુબઈ જાય છે અને અનેકગણા વધારે પૈસા ચૂકવે છે.

વિદેશી હોસ્પિટલમાં એજન્ટથી લઇને ડોકટર સુધી બધા જ લોકો ઇન્ડિયન
દુબઇના એજન્ટે પણ જણાવ્યું હતું કે તે પોતે પણ ભારતનો છે. આ સાથે જ જણાવ્યું હતું કે 'ફેમિલી બેલેન્સિંગ'ની સર્વિસ પ્રદાન કરનારી હોસ્પિટલનો વધારે સ્ટાફ અને ડોકટર ભારતીય છે.
તો દુબઇના બીજા એક ક્લિનિકમાં કામ કરતા અન્ય એક એજન્ટે પણ આ જાણકારી આપી છે. તેમણે જણાવ્યું હતું કે ભારતમાંથી દર મહિને ઓછામાં ઓછા 30થી 50 દર્દીઓ તેમના ડૉક્ટર પાસે આવે છે અને તે બધાને એક પુત્રની જ ઇચ્છા હોય છે.

દુબઈ જતાં પહેલાં ભારતમાં શરૂ કરવામાં આવે છે સારવાર
તો એજન્ટોએ જણાવ્યું હતું કે દુબઈ આવતાં પહેલાં પતિ-પત્ની બંનેની કેટલીક તપાસ ભારતમાં જ કરવામાં આવશે. કોઈપણ સારી લેબમાંથી ટેસ્ટ કરાવ્યા બાદ તેનો રિપોર્ટ દુબઈમાં બેઠેલા ડોક્ટરને મોકલવો પડે છે. રિપોર્ટના આધારે ડૉક્ટર નક્કી કરશે કે પતિ-પત્ની બંનેની પ્રજનન ક્ષમતા વધારવા માટે કેવા પ્રકારની સારવારની જરૂર છે. આ બાદ ડોકટરો કેટલીક દવાઓ અને ઇન્જેક્શન લખી આપશે.

દુબઈ જતાં પહેલાં દવાની આ સમગ્ર પ્રક્રિયા ભારતમાં જ થશે. આ દરમિયાન પત્નીએ 9 દિવસ માટે હોર્મોનલ ઇન્જેક્શન પણ લેવાં પડશે, જેથી તેની પ્રજનન ક્ષમતા વધારીને IVF માટે વધુ ને વધુ એગ્સ કાઢી શકાય. તો અલ્ટ્રાસાઉન્ડ પણ દર ત્રીજા દિવસે કરાવવું પડશે.

IVFની પ્રક્રિયા શરૂ કરતાં પહેલાં યુગલોને આ ટેસ્ટ કરાવવા માટે કહેવામાં આવે છે...

ભારતમાં કામ કરી રહેલા છે ડૉક્ટર પણ નેટવર્ક સાથે સંકળાયેલા હોય છે
નેટવર્ક સાથે સંકળાયેલા એજન્ટોના જણાવ્યા અનુસાર, દુબઈમાં બેઠેલા ડૉક્ટર આ સમગ્ર પ્રક્રિયા પર નજર રાખવા માટે ભારતના સ્થાનિક ડૉક્ટરનું સરનામું આપશે. આ ડૉક્ટર ઈન્જેક્શનથી લઈને અલ્ટ્રાસાઉન્ડ સુધીની સારવારમાં મદદ કરશે. દુબઈની મહિલા ડોકટરો પણ સંપર્કમાં રહેશે અને દર્દીઓના રિપોર્ટ ચેક કરતી રહેશે.

મોનિટરિંગ માટે એક વ્હોટ્સએપ ગ્રુપ પણ બનાવવામાં આવશે, જેમાં દર્દીઓ દુબઈ અને ભારતના ડોકટરો અને ક્લિનિકની નર્સો પણ હશે. આ પ્રક્રિયામાં ભારતના ડૉક્ટરને સામેલ કરવા પર ગોપનીયતા અને કાયદાથી રક્ષણનો પ્રશ્ન પૂછવા પર કહેવામાં આવ્યું કે તમારે તેની ચિંતા ન કરવી જોઈએ. સલામતીની સંપૂર્ણ જવાબદારી રહેશે.

ડોકટર સીધા ગ્રાહક સાથે વાત નહિ કરે, એજન્ટ જ સંભાળે છે જવાબદારી
ભારતીય કપલને પુત્રના જન્મની બાંયધરી આપતા ડોકટરો શરૂઆતમાં ગ્રાહક સાથે સીધી વાત કરતા નથી. શરૂઆતમાં તો એજન્ટો વાટાઘાટોથી લઈને કાઉન્સેલિંગ સુધીનું તમામ કામ સંભાળે છે. પતિ-પત્નીની તપાસ અને રિપોર્ટ બાદ જ ડોક્ટરો આગળ આવે છે. રિપોર્ટના આધારે, ડૉક્ટર દંપતી સાથે વાત કરે છે અને તેમને ભારતમાં પહેલા સારવારની સલાહ આપે છે, જેમાં અલ્ટ્રાસાઉન્ડની સાથે બ્લડ ટેસ્ટ હોર્મોનલ થેરપી આપવામાં આવે છે.

ડોકટરોએ ગાઝિયાબાદથી જોધપુર સુધીના કેસ જણાવ્યા
એજન્ટને સૌથી પહેલા તો એ ખાતરી આપવામાં આવી હતી કે અમે આ પ્રોસેસ માટે સંપૂર્ણ રીતે તૈયાર છીએ, પરંતુ પ્રક્રિયા શરૂ કરતાં પહેલાં એકવાર પત્નીએ ડૉક્ટર સાથે વાત કરવાની ઈચ્છા દર્શાવી હતી. તેણે આ ટેસ્ટ પહેલાં ડૉક્ટરની સલાહ લેવાની ખાતરી આપી હતી. 2 દિવસ પછી મને ડૉક્ટરનો ફોન આવ્યો, જેઓ એ દિવસોમાં દુબઈથી રજા લઈને ભારત આવ્યા હતા.
આ વાતચીત દરમિયાન ડૉક્ટર એલર્ટ જોવા મળ્યા હતા, પરંતુ જ્યારે તેમને અમારી ઉંમર પહેલાંથી જ દીકરી હોવા અને પુત્ર થવા માટે પરિવારનું દબાણ જેવાં કારણો જણાવવામાં આવ્યાં, તો ધીમે ધીમે ખૂલવા લાગ્યા હતા.

ડૉક્ટરે કહ્યું, 'હું સમજું છું અને ચિંતા કરવાની જરૂર નથી. તમે જે ઈચ્છો છો એ ચોક્કસ થઇ થશે. અમને ખાતરી આપવા માટે ડોકટરે કહ્યું કે તાજેતરમાં જ ગાઝિયાબાદના એક દંપતીએ દુબઈમાં તેમના ક્લિનિકની મુલાકાત લીધી હતી. મહિલા 38 વર્ષની હતી, પરંતુ તેનાં 4 પુરુષ ભ્રૂણ તૈયાર કરવામાં આવ્યાં હતાં. એ જ રીતે જોધપુરની એક મહિલા ડૉક્ટરે પણ પુત્રની ઈચ્છા માટે તેમનો સંપર્ક કર્યો હતો. આ ક્લિનિક્સ પણ પુત્રને જન્મ આપવા માટે ભારતના વિવિધ ભાગોમાંથી દુબઈ જતાં યુગલોનાં પ્રમાણપત્રો દ્વારા ખુલ્લેઆમ પ્રચાર કરે છે.

ભારતમાં સારવાર બાદ દુબઈ IVF માટે બોલાવ્યા
ડૉક્ટરે કહ્યું હતું કે ભારતમાં દવા બાદ અમારે IVF પ્રક્રિયા માટે દુબઈ જવું પડશે. ત્યાં એગ્સ અને શુક્રાણુને એકત્રિત કરવામાં આવશે. એજન્ટે કહ્યું હતું કે વધુમાં વધુ સંખ્યામાં એમ્બ્રિયો તૈયાર કરવાના પ્રયાસો કરવામાં આવે છે. આ માટે દરેક ઇંડામાં એક શુક્રાણુ ઇન્જેક્ટ કરવામાં આવે છે. ઓછામાં ઓછા 6 સ્વસ્થ ભ્રૂણ તૈયાર કરી શકાય એવા પ્રયાસો કરવામાં આવે છે.

5 દિવસની ટેસ્ટટ્યબ બેબી બાદ જાણી શકાય છે કે છોકરો છે કે છોકરી
આ બાદ 'ફેમિલી બેલેન્સિંગ'ની પ્રક્રિયા શરૂ કરવામાં આવે છે, એટલે કે બાળકનું લિંગ પસંદ કરવાની પ્રક્રિયા થાય છે. આ માટે 5મા દિવસે PGD દ્વારા તમામ ભ્રૂણની તપાસ કરવામાં આવે છે. બાયોપ્સીમાંથી દરેક ગર્ભમાંથી ટિસ્યૂઝ લઈને ટેસ્ટિંગ માટે જિનેટિક લેબમાં મોકલવામાં આવે છે, PGD ટેસ્ટમાં જાણી શકાય છે કે ગર્ભ સામાન્ય અને સ્વસ્થ છે કે નહીં અને છોકરો છે કે છોકરી.

જેન્ડરની તપાસ કર્યા પછી ગ્રાહકની માગ મુજબ ઇચ્છિત લિંગના તંદુરસ્ત ભ્રૂણનો સંગ્રહ કરે છે અને દંપતીને માહિતી મોકલે છે. ત્યાર બાદ દંપતીને ક્લિનિકમાં બોલાવવામાં આવે છે અને ગર્ભ મહિલાના ગર્ભાશયમાં ટ્રાન્સફર કરવામાં આવે છે.

સગર્ભાવસ્થાના 2 મહિના સુધી દેખરેખ રાખવામાં આવે છે

દંપતી ભારત પાછા આવે પછી પ્રેગ્નન્સી ટેસ્ટ કરવામાં આવે છે. પ્રેગ્નન્સી કન્ફર્મ થયા બાદ દુબઈના ડોક્ટરો 2 મહિના સુધી મોનિટર કરે છે. ત્યાર બાદ કેસ ભારતના ડોક્ટરને સોંપવામાં આવે છે, જે ડિલિવરી સુધી ધ્યાન રાખે છે. આ પ્રક્રિયા સામાન્ય ડિલિવરી જેવી છે. દુબઈમાં આ ક્લિનિક્સની વેબસાઈટ ખોલવા પર તમે જે પહેલી વસ્તુ જોશો એ તમારા ઈચ્છિત લિંગના બાળકને જન્મ આપવાનું પ્રમોશન છે...

દીકરો જન્મે એ સંભાવના વધારવા માટે તૈયાર કરવામાં આવે છે ટેસ્ટટ્યૂબ બેબી
માતા-પિતા ટેસ્ટટ્યૂબ બેબીને જન્મ આપવા માટેનો આગ્રહ કેમ રાખે છે? એવું જ્યારે ડૉક્ટરને પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું હતું કે મોટા ભાગનાં યુગલ દીકરાને જન્મ આપવાની ઘેલછા ધરાવતા હોય છે અને એને કારણે આ ટ્રેન્ડ તેમના મગજે ચડ્યો છે, પરંતુ એક વાત અહીં જાણવી જરૂરી છે કે ટેસ્ટટયૂબ બેબીની પ્રોસેસથી દીકરો જ જન્મે એવો ક્યાંય ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. આ પ્રોસેસ માટે સૌથી પહેલા તમામ ભ્રૂણનું PGD પરીક્ષણ કરવામાં આવે છે, જેથી તેમના લિંગની ખાતરી કરી શકાય. જો 6 ભ્રૂણ તૈયાર થઈ જાય તો સૌથી પહેલા એ જાણવામાં આવશે કે એ સંપૂર્ણપણે સ્વસ્થ છે કે નહીં. ત્યાર બાદ મેલ અને ફીમેલ ભ્રૂણ અલગ-અલગ કરવામાં આવશે. જો 6માંથી 3 ભ્રૂણ મેલનાં છે તો એનો સંગ્રહ કરી લેવામાં આવે છે. આ 3માંથી એક ભ્રૂણને મહિલાના યૂટ્રસમાં ટ્રાન્સફર કરી દેવામાં આવશે અને જો યુગલ ઈચ્છે તો બાકીનાં બે ભ્રૂણનો સુરક્ષિત રીતે સંગ્રહ કરશે. આ માટે તેમણે અલગથી પૈસા પણ ચૂકવવાના રહેશે.

જો કોઈ કારણસર મહિલા ગર્ભ ધારણ ન કરી શકે કે બીજી કોઈ સમસ્યા આવે તો સંગ્રહિત ભ્રૂણનો ફરીથી ઉપયોગ કરવામાં આવે છે. તમારે ફરીથી IVF અને PGD પર ખર્ચ કરવાની જરૂર નથી.

હવે બીજી સંભાવના એવી પણ છે કે જો IVFથી તૈયાર કરેલાં તમામ ભ્રૂણ ફીમેલ છે તો દીકરો ઈચ્છતા યુગલ ફરીથી સ્પર્મ અને એગ્સ કલેક્ટ કરી શકે. IVF અને PGDની આખી પ્રક્રિયામાં નવેસરથી પુનરાવર્તિત થાય છે, એટલે કે એનો ખર્ચ ફરી આપવો પડશે. એક્સપર્ટ મુજબ દીકરો ઈચ્છતાં યુગલ મોટા ભાગે એવાં હોય કે જે પહેલેથી એક દીકરીનાં માતા-પિતા હોય.

100 ટકા ગેરંટીનો દાવો, પહેલીવારનો સક્સેસ રેટ 80 ટકા
100 ટકા ગેરંટીનો દાવો કરતા ક્લિનિક્સના એજન્ટ્સને જ્યારે IVFને પ્રેગ્નન્સીના સક્સેસ રેટ વિશે પૂછવામાં આવ્યું તો તેમણે દાવો કર્યો કે તેમની પાસે આવનારાં 70-80 ટકા યુગલ્સને પહેલીવારમાં જ સફળતા મળી ચૂકી છે, 20-30 ટકા મહિલાઓએ ફરીથી આ પ્રોસેસમાંથી પસાર થવું પડે છે, પણ આ દરમિયાન તેમનો સંપૂર્ણ ફોકસ એ વાત પર રહે છે કે એકવાર પ્રેગ્નન્ટ થયા પછી દીકરાનો જન્મ થવાની ગેરંટી 100 ટકા છે.

ટૂરિસ્ટ વિઝા પર 2 વાર દુબઈ જવું પડે છે
આવવા-જવા પર અને દુબઈમાં રહેવાની વ્યવસ્થા વિશે એજન્ટ્સને પૂછવામાં આવ્યું હતું કે આ પ્રોસેસ માટે યુગલે 2 વખત દુબઈ આવવું અને જવું પડે છે. પહેલીવાર સ્પર્મ અને એગ કલેક્શન માટે યુગલે જવું જરૂરી છે અને બીજીવાર ભ્રૂણને ગર્ભમાં ટ્રાન્સફર કરવા માટે પત્ની એકલી પણ જઈ શકે છે. આ બંને પ્રોસેસ માટે સામાન્ય રીતે 1-1 દિવસનો સમય લાગે છે.

એજન્ટોએ કહ્યું હતું કે આ માટે પ્રવાસીઓ સરળતાથી વિઝા પર આવીને જઈ શકે છે. દુબઈમાં રહેવા માટેની હોટલોની યાદી ક્લિનિક દ્વારા આપવામાં આવી છે. યુગલો પોતે ઓનલાઇન સર્ચ કરીને હોટલો પણ બુક કરાવી શકે છે. દુબઈ જવા અને રહેવાનો સંપૂર્ણ ખર્ચ તમારે જાતે જ ઉઠાવવો પડશે. હોસ્પિટલનું પેકેજ અલગ છે.

કોઈપણ દસ્તાવેજમાં ઉલ્લેખ નથી, એને ટ્રેક કરવુો મુશ્કેલ છે
દુબઈમાં પ્રવાસ માટે કોણ જઈ રહ્યું છે? અને દીકરો થવાની ઈચ્છામાં કોણ IVF ટ્રીટમેન્ટ કરાવવા જઈ રહ્યું છે એ જાણવું ખૂબ જ મુશ્કેલ છે. વિઝાથી લઈને કોઈપણ સરકારી દસ્તાવેજમાં ક્યાંય એનો ઉલ્લેખ નથી. નિષ્ણાતોનું કહેવું છે કે મોનિટરિંગના અભાવે આવા કિસ્સાઓને શોધવા ખૂબ જ મુશ્કેલ છે...

PNDT એક્ટમાં સંશોધન કરી વર્ષ 2003માં સરકારે પ્રતિબંધ મૂક્યો હતો
વર્ષ 2003 પહેલાં IVF અને PGD દ્વારા ટેસ્ટટ્યૂબ બેબીનું લિંગ જાણવાનો વ્યવસાય પણ ભારતમાં શરૂ થયો હતો. PNDT એક્ટમાં 2003માં સંશોધન કરીને PGDથી ટેસ્ટટ્યૂબ બેબીના લિંગ નિર્ધારણ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. વર્ષ 2016માં દિલ્હીની એક વ્યક્તિ હિસારના IVF ક્લિનિકમાંથી લિંગ પસંદગી બાદ બાળક પેદા કરવાની માગ કરી રહ્યો હતો. આ માહિતી મળતાં જ પોલીસે તેને પકડીને જેલમાં મોકલી આપ્યો હતો.

અલ્ટ્રાસાઉન્ડ કરતાં આ ટેકનોલોજી કેમ વધુ ઘાતક છે?
PGD દ્વારા દીકરીઓને ધરતી પર આવતા રોકવાની આ ટેક્નિક અલ્ટ્રાસાઉન્ડથી પણ વધુ ઘાતક સાબિત થઈ શકે છે. PGDની જેમ 50 વર્ષ પહેલાં 1970ના દાયકામાં ભારતમાં અલ્ટ્રાસાઉન્ડ મશીન લાવવામાં આવ્યું હતું, જેથી ગર્ભમાં જન્મેલાં બાળકોની તપાસ કરી શકાય અને જો તેમને કોઇ સમસ્યા હોય તો સમયસર તેમની સારવાર થઇ શકે, પરંતુ અલ્ટ્રાસાઉન્ડ દીકરીઓ માટે હત્યાનું મશીન બની ગયું. ગર્ભવતી મહિલાઓને અલ્ટ્રાસાઉન્ડ આપવામાં આવ્યું, ગર્ભમાં એક છોકરી હોવાનું માલૂમ પડતાં જ ગર્ભપાત કરાવવામાં આવ્યો. મેટરનિટી હોસ્પિટલો ગર્ભપાત કેન્દ્રોમાં ફેરવાઈ ગઈ છે અને વર્ષ 1970થી 2020ની વચ્ચે, 4.6 કરોડ કન્યાઓની ભ્રૂણ હત્યા કરવામાં આવી હતી, જેને કારણે દેશમાં લિંગ રેશિયો ખોરવાયો હતો.

અલ્ટ્રાસાઉન્ડમાં અઢીથી ત્રણ મહિના બાદ ગર્ભમાં જન્મેલા બાળકનું લિંગ જાણી શકાતું હતું, જ્યારે PGD 5 દિવસમાં ટેસ્ટટ્યૂબ બેબીનું લિંગ જાણી શકતું હતું. આવી સ્થિતિમાં જ્યારે ગર્ભમાં દીકરી હોય છે તો તેને જન્મ લેવાની મંજૂરી આપવામાં જ આવતી નથી.