તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

#Manali અને #3rdWave ટ્રેન્ડ થયાં:મનાલીનાં રસ્તાઓ પર ટુરિસ્ટનો મેળો જામ્યો, ગુસ્સે ભરાયેલા યુઝર્સે કહ્યું, ‘અત્યારે હોટેલમાં રૂમ નથી મળતા, થોડા સમય પછી હોસ્પિટલમાં બેડ પણ નહીં મળે’

23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • હિમાચલ પ્રદેશની સરકારે લોકડાઉનમાં છૂટ આપતા પ્રવાસીઓની ભીડ રાતોરાત વધી
  • સોશિયલ મીડિયા પર યુઝર્સે મીમ્સ શેર કરીને ગુસ્સો ઠાલવ્યો

કોરોના મહામારીની બીજી લહેર આવ્યા પછી હવે લોકો સંક્રમણની બીક રાખ્યા વગર આમ-તેમ ફરી રહ્યા છે. ઘણા સમયથી ઘરે લોકડાઉનમાં કંટાળી ગયેલા લોકો ફરવા ઉપડી રહ્યા છે. મહિનાઓથી બંધ પડેલો ટુરિઝ્મ બિઝનેસ ફરીથી ચાલુ થયો છે. હિમાચલ પ્રદેશની સરકારે લોકડાઉનમાં છૂટ આપતા પ્રવાસીઓનો તો મેળો જામી ગયો છે. બીજી લહેર પછી હજારો લોકો મનાલીમાં ભેગા થયા છે. ત્રીજી લહેરનાં આગમન વિશે ભૂલી જઈને લોકો છૂટથી મનાલીમાં ફરી રહ્યા છે.

આની પહેલાં મનાલીમાં કારની લાંબી લાઈનનાં ફોટો પણ વાઈરલ થયા હતા
હાલ ઇન્ટરનેટ પર #Manali અને #3rdWave ટ્રેન્ડ થઈ રહ્યું છે. લોકો મનાલીમાં ઉમટેલી ભીડના ફોટો પોસ્ટ કરીને ગુસ્સો વ્યક્ત કરી રહ્યા છે. આ ટોપિક પર મીમ્સનો પણ ઢગલો થઈ ગયો છે. શિમલા-મનાલીની હોટેલમાં હાલ રૂમ મળી રહ્યા નથી તો જમવામાં પણ લાંબી લાઈનો લાગી છે. આની પહેલાં પણ મનાલીના રસ્તા પર કારની લાંબી લાઈનનાં ફોટોઝ વાઈરલ થયા હતા.

મનાલીની ગલીમાં ઉમટેલી ભીડનો ફોટો પોસ્ટ કરીને એક યુઝરે લખ્યું, આ લોકો ભૂલી ગયા લાગે છે કે કોરોના મહામારીનો હજુ અંત નથી આવ્યો. બીજા યુઝરે લખ્યું, દેશમાં ત્રીજી કોરોનાની લહેર લાવવા માટે આ લોકો જ જવાબદાર બનશે. હાલ હોટેલમાં રૂમ નથી મળી રહ્યા, થોડા સમય પછી હોસ્પિટલમાં બેડ શોધવાન ફાંફા પડી જશે. અન્ય યુઝરે લખ્યું, આ તમામ ટુરિસ્ટ ભારતના અન્ય નાગરિકોનો જીવ પણ જોખમમાં મૂકશે.

સોશિયલ મીડિયા પર વાઈરલ મીમ્સ જુઓ:

અન્ય સમાચારો પણ છે...