• Gujarati News
  • Lifestyle
  • Indian Youth Dances To American Song 'Gangubai Kathiyawadi' Wearing Skirt, Video Goes Viral

અમેરિકા:અમેરિકાના રસ્તા પર ભારતીય યુવકે ‘ગંગુબાઈ કાઠિયાવાડી’ના સોન્ગ પર સ્કર્ટ પહેરીને શાનદાર ડાન્સ કર્યો, વીડિયો વાઈરલ

એક મહિનો પહેલા
  • જૈનિલ મેહતા છે, જે પોતાની શાનદાર ડાન્સિંગ સ્કિલ્સથી ફેન્સ અને ફોલોઅર્સનું ધ્યાન પોતાની તરફ ખેંચી રહ્યો છે
  • તેને ફિલ્મ ગંગુબાઈ કાઠિયાવાડીનાં સોન્ગ 'ઝૂમે રે ગોરી' પર ડાન્સ કર્યો

સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહેલા એક વીડિયોમાં એક યુવાન અમેરિકાના રસ્તા પર ડાન્સ કરી રહ્યો છે. તેનો શાનદાર ડાન્સ જોઈને તમે પણ આશ્ચર્યચકિત થઈ જશો. ડાન્સ કરનાર યુવાન શર્ટ અને સ્કર્ટ પહેર્યો છે, જેને કારણે આ વીડિયોએ લોકોનું ધ્યાન પોતાના તરફ ખેંચ્યું છે. જાણો આખરે આ યુવાન કોણ છે, જેને અમેરિકાનાં રસ્તા પર ડાન્સ કરવા માટે આવો ડ્રેસ પહેર્યો.

ફિલ્મ ગંગુબાઈ કાઠિયાવાડીનાં સોન્ગ 'ઝૂમે રે ગોરી' પર ડાન્સ કરતો જોવા મળી રહ્યો છે
ફિલ્મ ગંગુબાઈ કાઠિયાવાડીનાં સોન્ગ 'ઝૂમે રે ગોરી' પર ડાન્સ કરતો જોવા મળી રહ્યો છે

સ્કર્ટ-શર્ટ પહેરીને ડાન્સ કરવા લાગ્યો આ યુવાન
આ યુવાન કોરિયોગ્રાફર જૈનિલ મેહતા છે, જે પોતાની શાનદાર ડાન્સિંગ સ્કિલ્સથી ફેન્સ અને ફોલોઅર્સનું ધ્યાન પોતાની તરફ ખેંચી રહ્યો છે. ગયા મહિને ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરવામાં આવેલા આ વીડિયોમાં તેણે સ્કર્ટની સાથે શર્ટ પહેર્યો હતો. તે ફિલ્મ ગંગુબાઈ કાઠિયાવાડીનાં સોન્ગ 'ઝૂમે રે ગોરી' પર ડાન્સ કરતો જોવા મળી રહ્યો છે. વીડિયોને લગભગ 1.7 કરોડથી વધુ વખત જોવામાં આવ્યો છે.

આલિયા ભટ્ટના ગીત પર કર્યો જબરદસ્ત ડાન્સ
વાઈરલ થઈ રહેલા આ વીડિયોમાં, જૈનિલને 'ગંગુબાઈ કાઠિયાવાડી'ના ગીત પર ગરબા કરતો જોઈ શકાય છે. 'ઝૂમ રે ગોરી' આલિયા ભટ્ટ પર ફિલ્માવામાં આવ્યું છે. આ ડાન્સ એટલો સરસ છે કે તમે વીડિયો પરથી નજર નહી હટાવી શકો.

ડાન્સ એટલો સરસ છે કે તમે વીડિયો પરથી નજર નહી હટાવી શકો.
ડાન્સ એટલો સરસ છે કે તમે વીડિયો પરથી નજર નહી હટાવી શકો.

વીડિયોના કેપ્શનમાં લખી આ વાત
વીડિયો સાથે કેપ્શનમાં લખ્યું છે કે મારા માટે આ કોરિયોગ્રાફી નથી, તે રસ્તા પર નાચવા અને લોકો સાથે વાતચીત કરવાની અલગ રીત પણ છે! મારા માટે આ ગીત એટલા માટે નથી કે હું કેટલો સારો ડાન્સ અને કોરિયોગ્રાફ કરી શકું છું, પરંતુ એટલા માટે હતું કે હું કેટલી સારી રીતે વ્યક્ત કરી શકું છું અને સંગીતનો સાચો સાર લાવી શકું છું!#meninskirts મને જણાવો તમે શું વિચારો છો.

નેટિજન્સને આ ડાન્સ વીડિયો ઘણો પસંદ આવ્યો. એક યુઝરે લખ્યું, આ ખૂબ જ સુંદર છે, હું વાસ્તવમાં ભાવુક થઈ ગયો. એક અન્ય યુઝરે લખ્યું, 'ડાન્સ પરફોર્મન્સ આખું એન્જોય કર્યું.! શું એનર્જી હતી.'

અન્ય સમાચારો પણ છે...