વિદેશમાં દેશનું ગૌરવ વધાર્યું:ભારતીય મૂળના CEO પર અમેરિકન સ્ટાર્ટઅપ કંપનીની ધનવર્ષા, ઈલોન મસ્ક જેટલું સેલરી પેકેજ મળ્યું

5 મહિનો પહેલા
  • કૉપી લિંક
ક્વોન્ટમસ્કેપ કોર્પ કંપનીની તરફથી તેમને 2.3 અબજ ડોલર એટલે કે 17,500 કરોડનું પેકેજ આપવામાં આવ્યું છે, જે ઈલોન મસ્ક જેટલું છે. - Divya Bhaskar
ક્વોન્ટમસ્કેપ કોર્પ કંપનીની તરફથી તેમને 2.3 અબજ ડોલર એટલે કે 17,500 કરોડનું પેકેજ આપવામાં આવ્યું છે, જે ઈલોન મસ્ક જેટલું છે.
  • ભારતીય મૂળના જગદીપ સિંહ અમેરિકન સ્ટાર્ટઅપ કંપની ક્વોન્ટમસ્કેપ કોર્પના CEO બન્યા છે.
  • બેટરી બનાવતી એક સ્ટાર્ટઅપ કંપનીએ તેમને વાર્ષિક 17,500 કરોડ રૂપિયાનું પેકેજ આપ્યું

ભારતીય મૂળના ઘણા લોકો વિદેશની દિગ્ગજ કંપનીઓના CEO છે. હવે ભારતીય મૂળના જગદિપ સિંહની ચર્ચામાં છે. તમને જાણીને નવાઈ લાગશે કે બેટરી બનાવતી એક સ્ટાર્ટઅપ કંપનીએ આ વ્યક્તિને વાર્ષિક 17,500 કરોડ રૂપિયાનું પેકેજ આપ્યું છે. ભારતીય મૂળના આ વ્યક્તિનું નામ જગદીપ સિંહ છે. પોતાના સેલરી પેકેજના કારણે તે દુનિયાભરમાં ચર્ચામાં આવી ગયા છે. આશ્ચર્યની વાત એ છે કે તેમનું પેકેજ દુનિયાના સૌથી અમીર લોકોમાં પ્રખ્યાત ઈલોન મસ્કને ટક્કર આપશે.

જગદીપ સિંહને મળ્યું 17,500 કરોડ રૂપિયાનું પેકેજ
જગદીપ સિંહનું સેલેરી પેકેજ જાણીને દુનિયાની દિગ્ગજ કંપનીઓના CEO પણ આશ્ચર્યચકિત થઈ ગયા છે. જગદીપ સિંહે સ્ટેનફોર્ડ યુનિવર્સિટીમાંથી કમ્પ્યુટર સાયન્સમાં બીટેક કર્યું છે. તે ઉપરાંત યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયામાંથી MBA અને યુનિવર્સિટી ઓફ મેરીલેન્ડ કોલેજમાંથી કમ્પ્યુટર સાયન્સનો અભ્યાસ કર્યો છે.ક્વોન્ટમસ્કેપ કોર્પ કંપનીની તરફથી તેમને 2.3 અબજ ડોલર એટલે કે 17,500 કરોડનું પેકેજ આપવામાં આવ્યું છે.

ભારતીય મૂળના જગદીપ સિંહ અમેરિકન સ્ટાર્ટઅપ કંપની ક્વોન્ટમસ્કેપ કોર્પના CEO બન્યા છે. કંપનીએ તેમને 17,500 કરોડ રૂપિયાનું મોટું પેકેજ ઓફર કર્યું છે. કંપની ગયા વર્ષે જ દુનિયાની સામે આવી. કંપનીના શેરહોલ્ડરોની વાર્ષિક બેઠકમાં ભારતીય મૂળના જગદીપ સિંહને આટલું મોટું પેકેજ આપવાની મંજૂરી આપવામાં આવી છે.

જગદીપ સિંહની કંપની ઈલેક્ટ્રોનિક વ્હીકલ્સ બનાવતી કંપનીઓ લિથિયમ-આયન બેટરીઓને વધુ સુરક્ષિત અને સસ્તો વિકલ્પ પૂરો પાડવા પર પણ ધ્યાન કેન્દ્રિત કરી રહી છે.
જગદીપ સિંહની કંપની ઈલેક્ટ્રોનિક વ્હીકલ્સ બનાવતી કંપનીઓ લિથિયમ-આયન બેટરીઓને વધુ સુરક્ષિત અને સસ્તો વિકલ્પ પૂરો પાડવા પર પણ ધ્યાન કેન્દ્રિત કરી રહી છે.

પહેલા પણ ઘણી કંપનીઓના CEO રહી ચૂક્યા છે
રિપોર્ટ્સના અનુસાર, જગદીપ સિંહ ક્વોન્ટમસ્કેપ કોર્પ કંપનીના ફાઉન્ડર પણ છે. તેઓ અગાઉ 2001થી 2009 દરમિયાન Infineraના CEO રહી ચૂક્યા છે. વર્ષ 2001થી પહેલા lightera , નેટવર્ક્સ, એરસોફ્ટ જેવી કંપનીઓના પણ ફાઉન્ડર અને CEO રહી ચૂક્યા છે. તેમને વર્ષ 2010માં ક્વોન્ટમસ્કેપ કોર્પની શરૂઆત કરી હતી.

50 અબજ ડોલર છે કંપનીની વેલ્યુ
જગદીપ સિંહની કંપનીમાં ફોક્સવેગન અને બિલ ગેટ્સના વેન્ચર ફંડે પણ રોકાણ કર્યું છે. કંપનીની વેલ્યુ અત્યારે 50 અબજ ડોલર છે. આ કંપની આવનાર સમયની ટેક્નિક પર ફોકસ કરી રહી છે. જગદીપ સિંહની કંપની ઈલેક્ટ્રોનિક વ્હીકલ્સ બનાવતી કંપનીઓ લિથિયમ-આયન બેટરીઓને વધુ સુરક્ષિત અને સસ્તો વિકલ્પ પૂરો પાડવા પર પણ ધ્યાન કેન્દ્રિત કરી રહી છે.