તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Lifestyle
  • Indian Origin Amika George Receives UK's Third Highest MBE Award, She Has Been Providing 'free Period' Products To UK Schools And Colleges For Many Years

પ્રેરણા:ભારતીય મૂળની અમિકા જ્યોર્જને બ્રિટનનો ત્રીજો સર્વોચ્ચ અવોર્ડ ‘MBE’ મળ્યો, ઘણા વર્ષોથી સ્કૂલ અને કોલેજમાં ફ્રી પીરિયડ અભિયાન ચલાવે છે

3 મહિનો પહેલા
  • અમિકા 17 વર્ષની હતી ત્યારે તેણે આ અભિયાનની શરુઆત કરી હતી
  • તેના માતા-પિતા કેરળના રહેવાસી છે
  • આ અવોર્ડ મેળવી MBE લિસ્ટમાં સૌથી યંગ મેમ્બર બની

ભારતીય મૂળની 21 વર્ષીય અમિકા જ્યોર્જને બ્રિટિશ સરકારની સ્કૂલોમાં ફ્રી-પીરિયડના પ્રચાર માટે પ્રતિષ્ઠિત ‘મેમ્બર ઓફ ધ ઓર્ડર ધ બ્રિટિશ અમ્પાયર’ (MBE)અવોર્ડ મળ્યો છે. આ ત્રીજા નંબરનો સર્વોચ્ચ રેન્કિંગ અવોર્ડ છે. અન્ય લોકો માટે પ્રેરણા બનતા લોકોને આ અવોર્ડ દર વર્ષે આપવામાં આવે છે. કેમ્બ્રિજ યુનિવર્સીટીમાં હિસ્ટ્રીની સ્ટુડન્ટ અમિકાનાં માતા-પિતા કેરળના રહેવાસી છે. અમિકા ઘણા વર્ષોથી બ્રિટનની સ્કૂલો અને કોલેજોમાં ફ્રી પીરિયડ પ્રોડક્ટ ઉપલબ્ધ કરાવે છે. અમિકા 17 વર્ષની હતી ત્યારે તેણે આ અભિયાનની શરુઆત કરી હતી.

અમિકાએ કહ્યું, આ અભિયાનનો રસ્તો મારા માટે સરળ રહ્યો નથી. આ અવોર્ડ એ મારા માટે લાઈફનું સૌથી મોટું સન્માન છે. યુવાનોનાં અવાજમાં કેટલો દમ છે તે સોસાયટીને દેખાડવું ઘણું જરૂરી છે. તમે વિચારો છો તેના અનેક ગણી શક્તિ યુવાનોનાં અવાજમાં હોય છે. તેઓ મનમાં કોઈ વાત નક્કી કરી લે તો કોઈ પણ તેને એ કામ કરવાથી રોકી ના શકે.

સેનેટરી પેડ ખરીદવાના રૂપિયા ના હોવાથી છોકરીઓ સ્કૂલે જતી નહોતી
17 વર્ષની ઉંમરે અમિકાએ ફ્રી પીરિયડ અભિયાનની શરુઆત કરી. અમિકાએ જોયું કે, બ્રિટનમાં ઘણી છોકરીઓ પાસે સેનેટરી પેડ ખરીદવાના રૂપિયા ના હોવાથી તેઓ સ્કૂલે જઈ શકતી નહોતી. આ જાણ્યા પછી અમિકાનાં ફ્રી સેનેટરી પેડ્સ આપવાના પ્રયત્નો ચાલુ છે. ઘણા સેલેબ્સ અને મિનિસ્ટર પણ અમિકાનાં વખાણ કરી ચૂક્યા છે.

અમિકા અને તેના ભાઈનો જન્મ ઇંગ્લેન્ડમાં થયો અને તેમનો ઉછેર પણ ત્યાં જ થયો છે. અમિકાની માતા નિશાએ કહ્યું, અમે અમિકાનું હાર્ડ વર્ક જોયું છે. છેલ્લા ચાર વર્ષથી તે પોતાના અભ્યાસની સાથે કેમ્પેન કરી રહી છે. તે જે રસ્તે જઈ રહી છે તે જોઇને અમને ઘણી ખુશી થઇ છે અમને અમિકા પર ગર્વ છે.

અન્ય સમાચારો પણ છે...