સિંગાપોરના ફેમસ સ્ટાર્ટઅપ્સમાંથી એક ઝિલિંગો પીટીઈએ ભારતીય મૂળની ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર અંકિતિ બોઝને સસ્પેન્ડ કરી દીધી છે. કંપની દ્વારા નવું ફંડિંગ પ્રાપ્ત કરવાના પ્રયાસ દરમિયાન અકાઉન્ટિંગ પર સવાલ ઉઠાવવાના કારણે આ કાર્યવાહી કરવામાં આવી છે.
ઝિલિંગોએ જણાવ્યું કે, કંપનીની ભારતીય મૂળની સીઈઓ અને સહ-સ્થાપક અંકિતિ બોઝને સસ્પેન્ડ કરવાનો નિર્ણય ખાતામાં કથિત ગડબડીના કારણે બોર્ડ દ્વારા સંયુક્ત રીતે લેવામાં આવ્યો હતો. ઝિલિંગોએ જણાવ્યું હતું કે, સસ્પેન્ડ કરવાનો નિર્ણય કોઈ રોકાણકાર દ્વારા નહીં, પરંતુ બોર્ડે સંયુક્ત રીતે લીધો હતો.
ઉત્પીડનની ફરિયાદો પર કાર્યવાહી કરી
બોઝે કંઈ ખોટું કામ કરવાના આરોપોનો વિરોધ કર્યો છે. તેણે કહ્યું કે, તેનું સસ્પેશન ઉત્પીડનની ફરિયાદોને કારણે કરવામાં આવ્યું છે. તેણે પોતાનો પક્ષ રાખવા માટે પ્રોવિન્સ લૉ એશિયાથી અબ્રાહમ વર્ગીસની નિમણૂક કરી છે.
ફંડિંગ મેળવવામાં મુશ્કેલી થઈ
આ કંપની ફેક્ટરી માટે ટેક્નોલોજી બનાવે છે. ઝિલિંગો પીટીઈ, ગોલ્ડમેન સેક્સ ગ્રુપમાંથી 15થી 20 કરોડ ડોલર એકત્ર કરવાનો પ્રયાસ કરી રહી હતી, ત્યારે ઈન્વેસ્ટર્સે વિચાર વિમર્શ દરમિયાન તેના ફાઈનાન્સ પર સવાલ ઉઠાવ્યો હતો. તેના કારણે વાતચીત અટકી ગઈ. ઝિલિંગોની વેલ્યુશન 1 અબજ ડોલરથી વધુ હોવાનો અંદાજ છે.
ઓડિટરે કંપનીના અકાઉન્ટિંગ પર સવાલ ઉઠાવ્યા
સૂત્રોના જણાવ્યા અનુસાર, તેના પછી ટેમાસેક હોલ્ડિંગ્સ અને સિકોઈયા કેપિટલ ઈન્ડિયા જેવા ઈન્વેસ્ટર્સે તેની ફાઈનાન્શિયલ પ્રેક્ટિસની તપાસ શરૂ કરી દીધી છે. તેણે કહ્યું કે, ઝિલિંગોના ઓડિટરે કંપનીના અકાઉન્ટિંગ પર સવાલ ઉઠાવ્યા છે. ઝિલિંગો હજારો નાનાં મર્ચેન્ટ્સના ટ્રાન્ઝેક્શન અને રેવેન્યુ માટે જવાબદાર છે અને રેગ્યુલેટર્સે જણાવ્યું કે, કંપનીએ 2019થી તેનું ફાઈનાન્શિયલ રિટર્ન ફાઈલ નથી કર્યું.
ઘણા ડાયરેક્ટરે રાજીનામું આપ્યું
ઝિલિંગોના ડાયરેક્ટર ટેમાસેક શૂ વેઈ યાંગ અને બુર્દા પ્રિન્સિપલ ઈન્વેસ્ટમેન્ટ્સ લિમિટેડના અલબર્ટ શાઈએ ગયા મહિને બોર્ડમાંથી રાજીનામું આપ્યું. ઝિલિંગોએ 2019ના મધ્યમાં સિટીગ્રુપ ઈંકના પૂર્વ અધિકારી જેમ્સ પેરીને ચીફ ફાઈનાન્શિયલ ઓફિસર તરીકે નિયુક્ત કર્યા હતા, પરંતુ એક વર્ષ પહેલા તેમમે રાજીનામું આપી દીધું અને તેઓ અમેરિકાની એક મોટી બેંકમાં જોડાયા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.