તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Lifestyle
  • Indian Couple Arrives In Australia, Locks Down, Starts Earning Money From Tiktok YouTube Videos

લોકડાઉનમાં આશા:ઓસ્ટ્રેલિયા પહોંચેલા ભારતીય કપલની લોકડાઉનમાં નોકરી જતા ટિકટોક-યુટ્યુબથી કમાણી કરવાનું શરુ કર્યું

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

આ સ્ટોરી એક ભારતીય કપલ ઇન્દર અને ગુરકીરતની છે. તેઓ ભવિષ્યનો પ્લાનિંગ કરીને ઓસ્ટ્રેલિયા રહેવા ગયા, પરંતુ મહામારી પછી લોકડાઉનને લીધે કામ મળવાનું બંધ થઇ ગયું. તેવામાં મેલબોર્નમાં રહેતા આ કપલે લોકડાઉનમાં ફ્રી સમયમાં ટિકટોક અને યુટ્યુબ વીડિયો પોસ્ટ કરીને કમાણીનો રસ્તો શોધી લીધો.

ઇન્દર અને ગુરકીરત વર્ષ 2014માં પંજાબના પટિયાલાથી ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ બની ઓસ્ટ્રેલિયા ગયા હતા. ઇન્દરે કામની શોધમાં ડ્રાઈવરની નોકરી પણ કરી હતી, પરંતુ તેને સફળતા ન મળી. લોકડાઉનને લીધે તેમને નવું કામ શોધવામાં પણ તકલીફ પણ પડી રહી હતી. ગુરકીરત એક સ્થાનિક કોલેજમાં કામ કરતી હતી પણ લોકડાઉન પછી તે ઘરે જ હતી.

લોકડાઉન આ કપલ માટે નવી તક લઈને આવ્યું. આખો દિવસ ઘરે રહેતા કપલે ટિકટોક પર વીડિયો અપલોડ કરવાના શરુ કર્યા. તેઓ બોલિવૂડ, ફેશન, કુકિંગ, રિલેશનશિપ અને કલ્ચર સાથે જોડાયેલા વીડિયો પોસ્ટ કરે છે. તેમની ટિકટોક ચેનલ @indersarao અને @gurkiratrandhawaના કુલ 22 મિલિયન ફોલોઅર્સ થઇ ગયા હતા, પરંતુ જુલાઈ મહિનામાં ભારતમાં ટિકટોક પર પ્રતિબંધ આવતા તેમને ઝાટકો લાગ્યો. તેમની મોટાભાગની ઓડિયન્સ ભારતની જ હતી આથી તેમણે યુટ્યુબ ચેનલ શરુ કરી.

કપલની યુટ્યુબ ચેનલનું નામ Inder & Kirat છે તેના સબ્સક્રાઈબર્સ 1.20 લાખ છે. તેઓ કન્ટેન્ટમાં ભારતથી ઓસ્ટ્રેલિયા આવતા લોકોની તકલીફો અને પરીક્ષાઓ વિશે દેખાડે છે. કપલે યુટ્યુબ ચેનલની પ્રથમ કમાણીથી હાઈ ડેફિનેશન કેમેરા ખરીદ્યો હતો. તેમના વીડિયો ભારત અને દુનિયાભરમાં ફેલાયેલી પંજાબી કમ્યુનિટીને પસંદ આવી રહ્યા છે. નોકરી ગુમાવ્યા પછી પતિ-પત્ની યુટ્યુબ વીડિયો પરથી કમાણી કરી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...