આજના સમયમાં ડાયાબિટીસની બીમારી મોટી સમસ્યા બની ચુકી છે. દેશમાં લગભગ 7.7 કરોડ લોકો આ બીમારીથી પીડિત છે. આ બાબતે યોગ ગુરુ બાબા રામદેવે ભાસ્કર સાથે ખાસ વાતચીત કરી હતી. જેમાં બાબા રામદેવે ડાયાબિટીસ વિશે સમગ્ર માહિતી જણાવી હતી અને કેવી રીતે કંટ્રોલ કરી શકાય તે અંગે પણ જણાવ્યું હતું.
સવાલ : ડાયાબિટીસનો સામનો કેવી રીતે કરી શકાય?
જવાબ : ડાયાબિટીસમાં સ્વાદુપિંડના બીટા કોષો વિઘટિત થાય છે. તેમને એક્ટિવ કરવા માટે યોગમાં આસનો છે. જેમાં માંડુકાસન, યોગમુદ્રા આસન, અર્ધમતસિન્દ્રાસન, વક્રાસન, ગૌમુખાસન, પવનમુક્તાસન, સુતેબંધુ, ઉત્તનાપાદસન, લોકાસન, સર્વાસનનો સમાવેશ થાય છે.
સવાલ : દર્દીઓને બીજી કઈ બીમારીનું જોખમ રહે છે?
જવાબ : ઘણીવાર સ્થિતિ એવી થઇ જાય છે કે, ડાયાબિટીસના કારણે દર્દીની કિડની ફેલ થઈ જાય છે. ક્રિએટિનાઇનનું લેવલ 20-30% માં વધવાની સંભાવના છે. 20-25 ટકા લોકોને આંખની તકલીફ હોય છે તો ન્યૂરોપેથીના ઘણા દર્દીઓને પણ જોયા છે, જેમના શરીરમાં બળતરા અને પીડા થાય છે. યોગ, આયુર્વેદ અને નેચરોપેથી દ્વારા આ તમામ સમસ્યામાંથી છુટકારો મેળવી ગેંગરીનના દર્દીઓને પણ ઠીક કર્યા છે.
સવાલ : શું સાવધાની રાખવી જોઈએ?
જવાબ : ડાયાબિટીસથી દૂર રહેવું બહુ મોટી વાત છે કારણકે 10% લોકો ને ડાયાબિટીસ થઇ ચૂક્યું છે તો 10-15% લોકોને બોર્ડર પર છે ડાયાબિટીસથી બચવા માટે દરરોજ અડધો કલાક વર્ક આઉટ કરવું જોઈએ. જે લોકો વધારે જેમ છે તે લોકોએ ડ્રૉરજ 1 કલાક વર્કઆઉટ કરવું જોઈએ. આર્ટીફિશિયલ સ્વીટ જેવી કે ખાંડથી બચવું જોઈએ. ડાયાબિટીસ એક લાઇફસ્ટાઇલ બીમારી તરીકે મહામારીની જેમ વધી રહી છે. ભારત ડાયાબિટીસનું પાટનગર બનીરહ્યું છે.
સવાલ : આયુર્વેદ કેટલું અસરકારક?
જવાબ : અમે ૩૦ વર્ષથી આયુર્વેદિક દવાઓ બનાવીએ છીએ. અમે મધુનાશિની અને મધુધૃતિ બનાવી. અમે તેનો ઉપયોગ કર્યો છે, ક્લિનિકલ કંટ્રોલનું ટેસ્ટિંગ પણ કર્યું છે. આ સ્વાદુપિંડના બીટા કોષોને ફરીથી સક્રિય કરે છે. મેં એકથી બે અઠવાડિયામાં ૮૦ થી ૧૦૦ યુનિટ ઇન્સ્યુલિન લેનારા લોકોના ડાયાબિટીસને કંટ્રોલ કર્યું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.