• Gujarati News
  • Lifestyle
  • Increased Trend Of Surgery Among Very Slim Girls To Settle Down, Also Want To Look Sexy On Social Media

પર્ફેક્ટ ફિગરનો ક્રેઝ:લગ્ન માટે પર્ફેક્ટ ફિગર બનાવવું હોય કે સોશિયલ મીડિયામાં સેક્સી દેખાવું હોય, લાખો રૂપિયા ખર્ચીને બ્રેસ્ટ સર્જરીનો ક્રેઝ

નિશા સિંહા4 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આજકાલ સ્થૂળ છોકરીઓ પાતળી દેખાવા માટે ‘લાઈપોસેક્શન’ સર્જરીની મદદ લે છે
  • ‘બ્રેસ્ટ ઓગ્મેન્ટેશન સર્જરી’ની ડિમાન્ડ વધારે છે

પ્લાસ્ટિક સર્જને એક વાત સ્વીકારી કે, આજકાલનાં પેરેન્ટ્સ પણ છોકરીઓને બ્રેસ્ટ ઓગ્મેન્ટેશન જેવી સર્જરી કરાવવાની અનુમતિ આપી રહ્યાં છે. આજથી 10-12 વર્ષ પહેલાં આ વાત પેરેન્ટ્સના ગળે ઊતરતી નહોતી. ભારતીય મહિલાઓમાં થતી બ્રેસ્ટ સર્જરીઓમાં બ્રેસ્ટ ઓગ્મેન્ટેશન સર્જરીની ડિમાન્ડ સૌથી વધારે છે. તેના પછી બ્રેસ્ટ રિડક્શન અને બ્રેસ્ટ લિફ્ટ સર્જરીનો નંબર આવે છે.

પાતળી છોકરીઓમાં આ સર્જરીની ડિમાન્ડ કેમ?
કોસ્મેટિક સર્જન્સે સ્વીકાર્યું. બ્યુટી થેરપી પ્રમાણે, છોકરીઓને પોતાનાં ફિગરમાં કમર અને પગ પાતળા જોઈએ પરંતુ બ્રેસ્ટ અને નિતંબનો શેપ આકર્ષક હોવો જોઈએ. આવો લુક મેળવવા માટે તેઓ કોસ્મેટિક સર્જરીની મદદ લે છે. ગુરુગ્રામ સ્થિત ‘પારસ હોસ્પિટલ‘ના કોસ્મેટિક અને પ્લાસ્ટિક સર્જરી વિભાગના સિનિયર કન્સલ્ટન્ટ ડૉ. મનદીપ સિંહે જણાવ્યું, શરીરનાં આકર્ષણને લઈને મહિલાઓમાં ચોઈસ બદલાઈ રહી છે. આજકાલ સ્થૂળ છોકરીઓ પાતળી દેખાવવા માટે સર્જરીની મદદ લે છે.

પ્લાસ્ટિક સર્જરીમાં સૌથી વધારે ડિમાન્ડ ‘લાઈપોસક્શન’ સર્જરીની છે. એ પછી ‘ટમી ટક’ સર્જરી ટૉક ઓફ ધ ટાઉન છે. આ સર્જરી મેદસ્વિતા દૂર કરીને છોકરીઓને પાતળી બનાવી દે છે. પાતળી છોકરીઓની એ તકલીફ છે કે, તેમને બ્રેસ્ટનો ભાગ ફ્લેટ દેખાય છે. ફ્લેટ બોડી હોવાને લીધે તેઓ ફિગર હાઈલાઈટ કરી શકે તેવા ડ્રેસ પહેરી શકતી નથી. કારણકે તેમની ચેસ્ટ સાઈઝ તેમના ડ્રેસ સાથે મેચ થતી નથી. આ જ કારણે મેદસ્વિતા દૂર કરવાની સર્જરી પછી ‘બ્રેસ્ટ ઓગ્મેન્ટેશન સર્જરી’ની ડિમાન્ડ વધારે છે.

પ્રેગ્નન્સી પછી પણ આ સર્જરીની બોલબાલા
પ્લાસ્ટિક સર્જને જણાવ્યું, ઘણી છોકરીઓ મોડલિંગમાં જવા ઈચ્છે છે તો ઘણી સ્વિમ સ્યૂટ પહેરવા માગે છે, પરંતુ તેમનો બોડી શેપ યોગ્ય ન હોવાથી સર્જરીની મદદ લે છે. પ્રેગ્નન્સી પછી બ્રેસ્ટ ફીડિંગથી શરીર ઢીલું પડી જાય છે. આથી ઘણી યંગ મધર્સ પણ બ્રેસ્ટ ઓગ્મેન્ટેશન સર્જરી કરાવવા આવે છે.

આ સર્જરી સામે પેરેન્ટ્સને કોઈ વાંધો નથી
ડૉક્ટર્સ આ વાત સાથે સંમત છે કે, આજકાલની યુવતીઓ પર પીઅર પ્રેશર વધારે છે. સોશિયલ મીડિયા પર ફોટો અને વીડિયો પોસ્ટ કરવાનું ચલણ વધ્યું છે. ડૉ, મનદીપે કહ્યું, સર્જરીમાંથી રિકવર થયા પછી છોકરીઓ તેમના DP બદલી નાખે છે. તેમનો કોન્ફિડન્સ વધી જાય છે અને પેરેન્ટ્સ પણ આ સર્જરી કરાવવા મંજૂરી આપી દે છે.

સુંદરતા પાછળ પૈસાનો ધુમાડો
સામાન્ય રીતે આ ઓપરેશનનો ખર્ચ હોસ્પિટલ અને ઇમ્પ્લાન્ટની ક્વોલિટી પર આધાર રાખે છે. ડૉ. મનદીપે કહ્યું, આવી સર્જરીમાં ઓછામાં ઓછા 1થી 1.5 લાખ રૂપિયાનો ખર્ચ આવે છે. સર્જરીમાં રિકવરી ઝડપથી આવી જાય છે. બે દિવસ પછી નોર્મલ લાઈફ શરૂ થઈ જાય છે પરંતુ એક મહિના સુધી ભારે કામ ના કરવાની સલાહ આપવામાં આવે છે. સારી હોસ્પિટલમાં યુએસ ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન અને યુરોપિયન ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન પ્રમાણિત ઇમ્પ્લાન્ટનો ઉપયોગ કરવામાં આવે છે. સારી કંપનીઓ ઇમ્પ્લાન્ટ સાથે જોડાયેલી સર્જરીમાં પેશન્ટ ઇન્શ્યોરન્સ પણ કવર કરે છે. કોઈ પણ પ્રકારની તકલીફ આવે તો ઇમ્પ્લાન્ટ બદલવા અને બીજી સર્જરીના ખર્ચ કવર થાય છે.

પ્લાસ્ટિક સર્જરીનું ખાતું
વર્ષ 2019માં ઇન્ટરનેશનલ સોસાયટી ઓફ એસ્થેટિક પ્લાસ્ટિક સર્જરીએ કરેલા સર્વે પ્રમાણે, આખી દુનિયામાં થતી ટોટલ પ્લાસ્ટિક સર્જરીમાં આશરે 15.85 સર્જરી બ્રેસ્ટ ઓગ્મેન્ટેશનની હોય છે. મેદસ્વિતા ઓછી કરતી સર્જરી બીજા નંબરે આવે છે. વિશ્વમાં થતી કુલ બ્રેસ્ટ સર્જરીમાં આશરે 15%અમેરિકામાં,13% બ્રાઝીલમાં અને 3% ભારતમાં થાય છે.