હેલ્થ ટિપ્સ:મહિલાઓમાં બ્રેસ્ટ સર્જરીની માગમાં વધારો, સર્જરી બાદ રાખવું પડશે ધ્યાન

21 દિવસ પહેલા
  • કૉપી લિંક

દરેક મહિલા ઇચ્છતી હોય છે કે, તેના બ્રેસ્ટ સુડોળ અને આકર્ષક હોય. તેની પાછળ ઘણીવાર અંગત કારણો પણ હોઈ શકે છે. લગ્ન સમયે જયારે યુવક, યુવતીને જોવા માટે જાય છે ત્યારે શરીરનો બાંધો પણ જુએ છે. ત્યારે જો યુવતી દુબળી હોય તો યુવક રિજેક્ટ પણ કરી દે છે. તો ઘણી મહિલાઓ ડિલિવરી બાદ કે બ્રેસ્ટ ફીડિંગ બાદ શરીરની સાથે-સાથે બ્રેસ્ટના શેપનું પણ ધ્યાન રાખે છે. તેથી બ્રેસ્ટ લિફ્ટ સર્જરીની માગ વધી રહી છે. દિલ્લીની ગંગારામ હોસ્પિટલનાં પ્લાસ્ટિક અને કોસ્મેટિક સર્જન ડો. લલિત ચૌધરી પાસેથી બ્રેસ્ટ લિફ્ટ સર્જરી વિશે વધુ જાણીએ.

બ્રેસ્ટ લિફ્ટ સર્જરી ટ્રેંડમાં છે
ડો. લલિત ચૌધરી જણાવે છે કે, મહિલાઓ માટે બ્રેસ્ટની સાઈઝ અને ઢીલાશ ચિંતાનો વિષય છે. તે સમયે બ્રેસ્ટ માટે સર્જરી જ એક માત્ર વિકલ્પ રહે છે. તો બીજી તરફ માતાપિતા દીકરીઓની ભવિષ્યની ચિંતા કરીને બ્રેસ્ટ ઇનલાર્જમેન્ટ સર્જરી કરાવે છે. આ સર્જરી પાછળ લાખો રૂપિયાનો ખર્ચ થાય છે, છતાં પણ પૈસા ખર્ચવા માટે તૈયાર રહે છે. તે સમયે અમે બ્રેસ્ટ લિફ્ટ સર્જરી અથવા 'માસ્ટોપેક્સી'ની સલાહ આપીએ છીએ. પરંતુ બધા કેસમાં આ સર્જરી જરૂરી નથી હોતી. લિપોસેક્શનથી બ્રેસ્ટ લાઈન અને બ્રેસ્ટ સાઈઝને ઠીક કરી શકાય છે.

લિપોસેક્શન કોસ્મેટિક સર્જરી વિશે જાણીએ
લિપોસેક્શન કોસ્મેટિક સર્જરી શરીરના ચરબીના કોષો અને પેશીઓને દૂર કરીને બ્રેસ્ટને યોગ્ય શેપ આપવામાં આવે છે. આ સર્જરીથી નાના સ્તનને મોટા અને મોટા સ્તનને નાના કરી શકાય છે. ડર્મેટોલોજિસ્ટ અને કોસ્મોલોજિસ્ટ ડો. સોનાલી ગુપ્તા આ સર્જરી વિશે જણાવે છે કે, લિપોસેક્શન કોસ્મેટિક સર્જરી ઇન્જેક્શન દ્વારા કરવામાં આવે છે. આ સર્જરીમાં શરીરનાં અંગો જેવા કે, પેટ, હિપ્સ, પીઠ, બ્રેસ્ટ,ગરદનમાંથી વધારાની સર્જરી વેક્યુમ ટ્યુબની મદદથી કાઢી નાખવામાં આવે છે. આ સર્જરીમાં એકથી ચાર કલાકનો સમય લાગે છે. આ સર્જરીથી બ્રેસ્ટમાં ઉભાર પણ આવે છે.

બ્રેસ્ટ લિફ્ટ સર્જરી શું છે?
બ્રેસ્ટ લિફ્ટ સર્જરીને 'માસ્ટોપેક્સી' અથવા 'બ્રેસ્ટ રી શેપિંગ સર્જરી' પણ કહેવામાં આવે છે. આ સર્જરી બ્રેસ્ટને સુડોળ અને આકર્ષક બનાવવા માટે કરવામાં આવે છે. આ સર્જરીમાં ત્રણ કલાકનો સમય લાગે છે. જે દર્દીઓ આ સર્જરી કરાવે છે કે તે લોકોને એક દિવસ માટે ડોક્ટરોની દેખરેખ હેઠળ રાખવામાં આવે છે. જેથી સર્જરીને કારણે મહિલાઓને થતી સમસ્યા અંગે જાણી શકાય. આ સર્જરી બાદ બ્રેસ્ટને સર્જીકલ બ્રાથી કવર કરવામાં આવે છે.

આ સર્જરી બાદ થોડા સમય સુધી રહે છે સમસ્યા
બ્રેસ્ટ લિફ્ટ સર્જરી બાદ 2 અઠવાડિયાં સુધી બ્રેસ્ટમાં સોજો આવી શકે છે અને ખંજવાળ પણ આવી શકે છે. સર્જરી કરાવ્યા બાદ નિપલ અને બ્રેસ્ટની આજુબાજુની ત્વચા રુક્ષ થઇ જાય છે. થોડા મહિનાઓ સુધી બ્રેસ્ટમાં બદલાવ આવી શકે છે, જેને નોર્મલ થવામાં સમય લાગી શકે છે. બ્રેસ્ટ લિફ્ટ સર્જરીમાં 85,000 થી 1.50 લાખનો ખર્ચ થાય છે. આ સર્જરી કરાવ્યા બાદ શારીરિક સંબંધ બાંધવામાં ધ્યાન રાખવું જોઈએ.