તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Lifestyle
  • Increased Cases Of Violence And Harassment Due To Remote Work With Women, Insults Over Gender Equality Suffered In One Year, As Never Before

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચોંકાવનારો સર્વે:વર્કિંગ વુમન્સ સાથે રિમોટ વર્કમાં હિંસા અને ઉત્પીડનના કેસ વધ્યા, દરેક ક્ષેત્રે આ ફેરફાર જોવા મળ્યો

7 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ટેક ઈન્ડસ્ટ્રીના વિશ્લેષણ કરતાં એક પ્રોજેક્ટે 3000 મહિલાઓ પર સર્વે કર્યો
  • એક તૃતયાંશ મહિલાઓનું માનવું હતું કે મહામારી દરમિયાન જેન્ડર ઈક્વિલિટીમાં તેમનો જેટલો ખરાબ અનુભવ રહ્યો એવો પહેલાં ક્યારેય રહ્યો નથી

છેલ્લા 1 વર્ષમાં વર્ક ફ્રોમ હોમ દરમિયાન મહિલાઓને ઘર અને ઓફિસના કામમાં સંતુલન જાળવી રાખવામાં મુશ્કેલી આવી હતી તો મહિલાઓ અને અલ્પસંખ્યક વર્ગના લોકોનું શોષણ અને હિંસા પહેલાં કરતાં વધુ જોવા મળી રહી છે. ટેક ઈન્ડસ્ટ્રીના વિશ્લેષણ કરતાં એક પ્રોજેક્ટે 3000 મહિલાઓ પર સર્વે કર્યો હતો. તેમાં રિમોટ કલ્ચરથી મહિલાઓને કેવી સ્થિતિનો સામનો કરવો પડી રહ્યો છે તેનું અવલોકન કરવામાં આવ્યું હતું. સર્વેમાં માલુમ પડ્યું કે કામના વધતા કલાકો અને પ્રેશરને કારણે ચિંતા વધી અને તેમની સાથે ઉત્પીડન અને હિંસાના કેસો પણ વધ્યા.

દુનિયાભરમાં રિમોર્ટ વર્કની જગ્યાએ આ ફેરફાર દરેક સેક્ટરમાં જોવા મળ્યો. રિમોટ વર્કને કારણે મહિલાઓએ અનેક સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. તેમ છતાં તેમનાં શોષણની સંખ્યા બમણી થઈ છે. રિમોટ વર્ક કરવાથી આ નુક્સાન એશિયન, બ્લેક અને 50થી વધારે ઉંમરની મહિલાઓને પણ થયું છે.

મહિલાઓને થયેલાં નુક્સાનને 2 શ્રેણીમાં વહેંચવામાં આવ્યાં છે. પ્રથમ શોષણ જેમાં મહિલાઓને એક વાત વારંવાર પૂછવી, શારીરિક સંબંધ બનાવવા માટે પ્રેશર કરવું, ડેટ પર જવા માટે વારંવાર પ્રશ્નો કરવા. બીજી શ્રેણીમાં મહિલાઓને એવી રીતે અપમાનિત કરવી જે કંપની રુલ્સ પ્રમાણે દુર્વ્યવહાર અથવા અપશબ્દોનો ઉપયોગ ન કરવામાં સામેલ હોય.

આ સર્વેમાં એક તૃતયાંશ મહિલાઓનું માનવું હતું કે મહામારી દરમિયાન જેન્ડર ઈક્વિલિટીમાં તેમનો જેટલો ખરાબ અનુભવ રહ્યો એવો પહેલાં ક્યારેય રહ્યો નથી. અલ્પસંખ્યક વર્ગમાં એવી મહિલાઓ પણ હતી જેમણે રિમોટ વર્ક સાથે ઘરની જવાબદારી અને બાળકોની સારસંભાળ કરવા માટે નોકરી છોડવી પડી.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

વધુ વાંચો