• Gujarati News
  • Lifestyle
  • Incorporate Negative Calorie Food Into Your Daily Routine, It Will Also Help You Lose Weight And Have Energy.

ડાયટ:ડેઈલી રૂટિનમાં સામેલ કરો નેગેટિવ કેલરીવાળા ફૂડ, તેનાથી વજન પણ ઓછું થશે અને એનર્જી પણ રહેશે

શ્વેતા તિવારી6 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સફરજન, ક્રેનબેરીઝ, બ્લેકબેરીઝ, તરબુચ, ટામેટા, કાકડી અને ગાજર એવા ફળ છે, જે ફિટ રહેવામાં મદદ કરે છે

કેટલું સારું કે આપણે ભૂખ્યા પણ ન રહેવું પડે અને આપણું વજન પણ કંટ્રોલમાં રહે. ખઈપીણે વજન ઓછું કરવાનું વિચારવું અને સાંભળવામાં કેટલું સારું લાગે છે. જો તમે પણ આવો જ કોઈ ઉપાય શોધી રહ્યા છો, તો તમારી સમસ્યાનું સમાધાન અમારી પાસે છે. આ વિશે ન્યુટ્રિશનિસ્ટ ડૉ. ખુશબુ શર્મા જણાવે છે કે નેગેટિવ કેલરી ઈનટેકથી આ લક્ષયને પૂરું કરી શકાય છે.

શું છે નેગેટિવ કેલેરી?
ડૉ. શર્મા જણાવે છે કે, નેગેટિવ કેલરીને આ રીતે સમજો કે જે ફૂડનુ ગ્લાઈસેમિક ઈન્ડેક્સ ઓછું હોય છે, તે સ્વાસ્થ્ય માટે એટલું જ ફાયદાકારક હોય છે. બહારના મસાલેદાર ફાસ્ટ ફૂડની વાત કરીએ તો તેમાં પોષક તત્ત્વોની ઊણપ હોય છે, જ્યારે કેલરી ભરપૂર પ્રમાણ હોય છે, જેનાથી મેદસ્વિતા વધવાનું જોખમ રહે છે. બીજી તરફ, જો આપણે ઈન્ડેક્સ પ્રમાણે ઓછી કેલરી અને વધારે ફાઈબરયુક્ત આહાર લઈએ છીએ, તો તેના બે ફાયદા હોય છે- પહેલો કે શરીરને ભરપૂર ફાયબર મળે છે. તેને પચવામાં સમય લાગે છે. અને મોડા સુધી ભૂખ નથી લાગતી. બીજું એ કે ફાઈબરયુક્ત ખાવાનું શરીરમાં સુગર ધીમે ધીમે રિલીઝ કરે છે, જેના કારણે ફેટ જમા નથી થતું.

આ ફૂડ્સમાં નેગેટિવ કેલરી હોય છે
સફરજન, ક્રેનબેરીઝ, બ્લેકબેરીઝ, તરબુચ, ટામેટા, કાકડી અને ગાજર એવા ફળ છે, જે ફિટ રહેવામાં મદદ કરે છે. લો કેલરીવાળા આ ફૂડ્સની ખાસિયત એ છે કે તેને પચવામાં વધારે કેલરી ખર્ચ થાય છે, જેના કારણે શરીરમાંથી એક્સ્ટ્રા કેલરી બર્ન થાય છે અને ફેટ જમા થતું નથી. ડૉ. શર્મા જણાવે છે કે નેગેટિવ કેલરીવાળા ફૂડ્સ આપણને વધારે મહેનત કર્યા વિના સ્વસ્થ રાખે છે.