શિયાળાની શાનદાર શરૂઆત થઇ ગઈ છે, આ ઋતુને પકવાનોની ઋતુ પણ કહેવામાં આવે છે. આ દિવસે ઘરમાં જે વસ્તુઓ પણ બને છે, તે વસ્તુઓનો આપણે અનહદ આનંદ લઈએ છીએ. જે પૈકી મોટાભાગની મીઠી વસ્તુઓ જ સામેલ હોય છે. પરંતુ શું તમને ખબર છે કે, ખાંડની મીઠાશ સ્વાસ્થ્ય માટે કડવી હોઈ શકે છે. આ સ્થિતિમાં આપણે ખાંડની બદલે કઈ વસ્તુનો ઉપયોગી કરી શકીએ જેથી તેમનો મીઠાશનો સ્વાદ અને આરોગ્ય બંને જાળવી રાખશે.
સૌથી પહેલા ગોળ, સાકર ખાંડ અને બૂરું બનાવવાની પ્રક્રિયા અને તેનાથી થતા ફાયદા અને નુકસાન વિશે જાણીએ...
ગોળ, ખાંડ, સાકર અને બૂરું બધામાં એક વસ્તુ એકસરખી છે. આ બધું શેરડીના રસમાંથી તૈયાર કરવામાં આવે છે. જે પૈકી ગોળને સૌથી વધુ ઓર્ગેનિક માનવામાં આવે છે જ્યારે બૂરું બનાવવું હોય છે ત્યારે શેરડીના રસને માટે સૌથી વધુ પ્રક્રિયામાંથી પસાર થવું પડે છે.
ગોળ : શેરડીના રસને ઉકાળીને ગોળ તૈયાર કરવામાં આવે છે. જેમાં કોઈપણ પ્રકારના કેમિકલનો ઉપયોગ કરવામાં આવતો નથી. કેટલાક સ્વાદ માટે ગોળમાં આદુ અથવા અજમાને ઉમેરવામાં આવે છે. ગોળની તાસીર ગરમ કરે છે. તો ખાંડની સરખામણીએ ગોળ સ્વાસ્થ્ય માટે વધુ ફાયદાકારક માનવામાં આવે છે. એક સ્વસ્થ વ્યક્તિ એક દિવસમાં 50 થી 80 ગ્રામ ગોળ ખાઈ શકે છે.
સાકર : મોટી-મોટી ખાંડ મિલોની સ્થાપના પહેલા લોકો મીઠાશ માટે ફક્તને ફક્ત સાકરનો ઉપયોગ કરતા હતા. તેને બનાવવા માટે શેરડીના રસને ગરમ કરીને ઘટ્ટ કરવામાં આવે છે. તે પછી તેને એક મોટા વાસણમાં મૂકીને લાંબા સમય સુધી ફેરવવામાં આવે છે. જેના કારણે ક્રિસ્ટલ બને છે. દૂધ અને પાણી સાફ કર્યા પછી સોજી જેવી સફેદ ખાંડ તૈયાર કરવામાં આવે છે.
સાકર બનાવવાની પદ્ધતિ પણ સરળ છે. સાકર બનાવવામાં કેમિકલનો ઉપયોગ નથી થતો. સાકરમાં કેલ્શિયમ, મેગ્નેશિયમ, આયર્ન, ફાઈબર અને એન્ટીઓક્સીડેન્ટ ભરપૂર પ્રમાણમાં હોય છે. જે પેટની સફાઈ, સંધિવા, હાડકાં અને દાંતને મજબૂત કરવા માટે જરૂરી છે. જેની તાસીર ઠંડી હોય છે. સાકરને ખાંડનું 'દેશી વર્ઝન' કહી શકાય. તેને 'ગુડિયા ખાંડ' પણ કહી શકાય છે.
ખાંડ : શેરડીના રસમાંથી પણ ખાંડ બનાવવામાં આવે છે. પરંતુ આ માટે તેને ઘણી પ્રક્રિયાઓ અને ફિલ્ટરેશનમાંથી પસાર કરવામાં આવે છે. જેના કારણે ખાંડમાં રહેલા પોષક તત્ત્વો નષ્ટ થઈ જાય છે. તો બીજી તરફ ખાંડને સફેદ અને ચમકદાર બનાવવા માટે તેમાં અનેક પ્રકારના રસાયણો પણ ઉમેરવામાં આવે છે; જેની સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડે છે.
આરોગ્ય અને મીઠાશ માટે સાકર કે ગોળ ખાઓ
આયુર્વેદચાર્ય પં. અભિષેક ઉપાધ્યાય જણાવે છે કે, હજારો વર્ષોથી આપણા પૂર્વજો સાકરનો ઉપયોગ કરતા આવ્યા છે. પરંતુ હવે સફેદ ખાંડના વપરાશે દેશની મોટી વસ્તીને ડાયાબિટીસનો શિકાર બનાવી દીધી છે. સારા સ્વાસ્થ્ય અને મીઠાશ માટે લોકોએ સાકર અથવા ગોળનો ઉપયોગ કરવો જોઈએ.
વધારે ખાંડ ખાવાથી આ બીમારી થઇ શકે છે
વધારે પ્રમાણમાં ખાંડ ખાવાથી સ્થૂળતા થાય છે. ડાયાબિટીસ અને હૃદય રોગ થવાની પણ શક્યતા રહે છે. વધારે પ્રમાણમાં ગોળ ખાવાથી પણ આ બીમારીઓ થઈ શકે છે.
વધુ પડતો ગોળ ખાવો પણ નુકસાનકારક
વૈજ્ઞાનિક સંશોધનમાં પણ સાબિત થયું છે કે, ખાંડની સરખામણીમાં ગોળ ખાવો સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. પરંતુ ગોળ પણ સંતુલિત માત્રામાં ખાવો જોઈએ. એક સમયે 100 ગ્રામ ગોળ ખાવાથી 340 કેલરી એનર્જી મળે છે. વધુ માત્રામાં ગોળ ખાવાથી એટલું જ નુકસાન થાય છે જેટલું વધારે ખાંડ ખાવાથી થાય છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.