શિયાળાની ફૂલગુલાબી ઠંડી શરૂ થઇ ગઈ છે. ત્યારે ડ્રાયનેસ સામાન્ય થઈ જાય છે. સ્કિન એ હદે ડ્રાય થઇ જાય છે કે જો યોગ્ય રીતે કાળજી ન રાખવામાં આવે તો સ્કિન સેલ્સ ડેડ થઈને ખરવા લાગે છે, ત્વચા સફેદ દેખાવા લાગે છે. શિયાળામાં ડ્રાયનેસથી કેવી રીતે બચી શકાય. મેરઠ મેડિકલ કોલેજના સ્કિન ડિપાર્ટમેન્ટના એચઓડી ડૉ.અમરજિત સિંહ આ વિશે જણાવી રહ્યા છે.
સ્કિન ડ્રાય થવા પાછળ ઘણાં કારણો છે, જેવાં કે ત્વચામાં સીબમનું ઓછું ઉત્પાદન થવું, ત્વચાના ભેજને શોષી લેતી ઠંડી હવા, ગરમ પાણીમાં સ્નાન કરવું, સ્નાન કર્યા પછી ત્વચા પર તેલ કે લોશન ન લગાવવું.
ડ્રાય થવા પાછળ આ કારણ ડો.સિંહ જણાવે છે, શિયાળામાં ડ્રાયનેસ વધતી જાય છે. ચહેરા પર ડ્રાય પેચ જોવા મળે છે, શિયાળામાં ઓછા ભેજને કારણે ત્વચાના હાઇડ્રોજન લેવલને જાળવી રાખવામાં પણ સમસ્યા થાય છે. તો ત્વચાની બરાબર રીતે સંભાળ રાખવામાં ન આવે તો ડ્રાય પેચનું કારણ હોઈ શકે છે. જો તમે ચહેરાને વધુપડતો સ્ક્રબ કરો છો અથવા વધુ પ્રોડક્ટ્સનો ઉપયોગ કરો છો તો ત્વચા ડ્રાય થઈ શકે છે. ચહેરાને રોજ સાફ ન કરવાને કારણે એના બહારના લેયરમાં બેક્ટેરિયા જમા થવાથી ત્વચાની ડ્રાયનેસ વધી જાય છે.
ડ્રાય પેચને આ રીતે બરાબર કરો
જો સ્કિનમાં વધુ ડ્રાયનેસ હોય તો સ્કિન પિલ અને ટોનર જેવી પ્રોડકટનો ઉપયોગ કરવાનું બંધ કરો. ત્વચાને ઠીક કર્યા પછી તમે એનો ફરીથી ઉપયોગ કરી શકો છો. ચહેરાને હળવા ક્લિંઝરથી સાફ કરો. સાબુનો ઉપયોગ કરવાનું ટાળો. સુગંધથી ત્વચા ખરાબ થઇ શકે છે અને શુષ્કતા વધી શકે છે, તેથી સુગંધિતને બદલે સાદા મોઇશ્ચરાઇઝરનો ઉપયોગ કરો. દિવસમાં બેવાર મોઇશ્ચરાઇઝર લગાવો. ખાસ કરીને જ્યારે ત્વચા ભીની હોય ત્યારે મોઇશ્ચરાઇઝર લગાવવું વધુ સારું રહેશે.
ઠંડા વાતાવરણમાં સ્કિનની ડ્રાયનેસથી બચવા માટે કેટલાક ઘરગથ્થુ ઉપાય કરીને પણ આ સમસ્યાનો સામનો કરી શકાય છે.
એપલ વિનેગર
શિયાળાની ઋતુમાં લગભગ દરેક જણ હૂંફાળા પાણીથી સ્નાન કરે છે, જેનાથી ડ્રાયનેસ વધી જાય છે. આ સમસ્યાથી બચવા માટે હૂંફાળા પાણીમાં એકથી દોઢ કપ એપલ વિનેગર મિક્સ કરો. જો તમે બાથટબમાં નાહતા હોવ તો એમાં બેથી ત્રણ કપ વિનેગર નાખીને સ્નાન કરો. વિનેગરના પાણીથી સ્નાન કર્યા પછી ફરીથી સામાન્ય પાણીથી સ્નાન કરવાની જરૂર નથી. જો શક્ય હોય તો સ્નાન કર્યા પછી ત્વચાને સાફ કરશો નહીં, પરંતુ તેને સૂકવવા દો અને એ સહેજ સુકાઈ જાય પછી જ લોશન અથવા તેલ લગાવો. જો શરીરના કોઈપણ ભાગમાં ફોલ્લીઓ વધુ હોય તો સફરજનના વિનેગરમાં રૂ પલાળી રાખો અને એ જગ્યાએ લગાવો અને 15થી 20 મિનિટ પછી ધોઈ લો. જો સમસ્યા વધુ હોય, તો તમે તેને 30 મિનિટ માટે પણ લગાવી શકો છો.
સરસવનું તેલ
સરસવના તેલનો સૌથી વધુ ઉપયોગ શિયાળાની ઋતુમાં ત્વચા પર લગાવવા માટે થાય છે. આ તેલથી ચહેરા અને ગરદન સિવાય આખા શરીરનાં બધાં જ અંગ પર માલિશ કરી શકો છો. જો તમે સ્નાન કર્યા પછી આ તેલને લોશનની જેમ શરીર પર લગાવો અને પછી કપડાં પહેરો તોપણ સારું રહેશે. એનાથી ઠંડીની અસર પણ દૂર થશે અને ત્વચામાં ભેજ પણ આવશે. શિયાળાની ઋતુમાં સરસવનું તેલ ત્વચા માટે વધુ અસરકારક છે, કારણ કે આ તેલ લાંબા સમય સુધી ત્વચા પર રહે છે. રાત્રે સૂતાં પહેલાં શરીર પર લોશનની જેમ તેલ લગાવીને હળવા હાથે મસાજ કર્યા બાદ સૂઈ જાઓ. બીજા દિવસે સ્નાન કર્યા પછી ત્વચા નરમ રહેશે. આ જ કારણ છે કે જ્યારે શિયાળાની ઋતુમાં દરરોજ એક વખત સરસવનું તેલ લગાવવામાં આવે છે, તો આખો દિવસ ત્વચા પર શુષ્કતાની કોઈ અસર થતી નથી. સરસવનું તેલ ફંગલ, એન્ટીબેક્ટેરિયલ અને બળતરાવિરોધી છે, તેથી એ ખંજવાળ, ફોલ્લીઓ, ઊનની એલર્જી અને શિયાળામાં ખીલ જેવી સમસ્યાઓથી બચાવે છે.
શિયાળામાં ડાયટનું આ રીતે રાખો ધ્યાન
શિયાળામાં ત્વચા પર ખંજવાળની સમસ્યા રહે છે, જેના કારણે ત્વચા પર ખંજવાળ આવવાથી ફોલ્લીઓ થાય છે. શિયાળામાં ત્વચા પર ફોલ્લીઓ થવાનું સૌથી મોટું કારણ તમારો ખોરાક છે. શિયાળામાં લોકો પાણી ઓછું પીવે છે, ક્ષારયુક્ત વસ્તુઓનું વધુ સેવન કરે છે અને ઓછા પરસેવાને કારણે ત્વચા ડ્રાય થઈ જાય છે. ઓછું તાપમાન પણ ત્વચાને ડ્રાય કરી નાખે છે, જેના કારણે ત્વચા પર ખંજવાળ આવવા લાગે છે. ઠંડા વાતાવરણમાં ખંજવાળથી બચવા માટે સૌથી પહેલા વધુ ને વધુ પાણી પીવો અને ડાયટમાં આ વસ્તુને સામેલ કરો.
શેરડીનો રસ
શિયાળામાં શેરડીનો રસ ખરજવું અને ત્વચાની તમામ સમસ્યાઓ દૂર કરશે. આ સીઝનમાં અઠવાડિયામાં 3-4 ગ્લાસ શેરડીનો રસ પીવો.
મૂળાનું સેવન કરો
શિયાળામાં લીલા મૂળા પણ તાજા -તાજા આવે છે. આ ઋતુમાં ડાયટમાં મૂળાને અચૂક સામેલ કરો. મૂળામાં ફોલિક એસિડ, વિટામિન સી અને એન્થોસાયનિન્સ ભરપૂર પ્રમાણમાં જોવા મળે છે. આ ઋતુમાં મૂળાનું સેવન કરવાથી ત્વચાની તમામ સમસ્યાઓ દૂર થાય છે.
ડ્રાયનેસને દૂર કરવા માટે સફરજન બેસ્ટ
સફરજન ત્વચાની ડ્રાયનેસને દૂર કરીને ખંજવાળની સમસ્યામાંથી રાહત અપાવે છે. સફરજનમાં ફ્લેવોનોઈડ્સ હોય છે, જે મુક્ત રેડિકલનો નાશ કરે છે. સફરજનમાં ભેજયુક્ત ગુણધર્મો છે, જે શુષ્ક ત્વચાની સારવાર કરે છે. ત્વચાની સમસ્યાઓની સાથે રોગોથી છુટકારો મેળવવા માટે રોજ ખાલી પેટ સફરજન ખાઓ.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.