ન્યૂ યુટિલિટી બોક્સ:ટ્રાવેલ કરનારા લોકો માટે મલ્ટી ફંક્શનલ બોક્સ લોન્ચ, તેમાં ઘણા બધા યુઝફુલ કેબલ અને ટૂલ્સ મળશે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ઇન્ડિયન પોર્ટેબલ ડિજિટલ પ્રોડક્ટ બનાવનારી કંપની ઇનબેઝે ભારતમાં પ્રથમ મલ્ટી ફંક્શનલ બોક્સ લોન્ચ કર્યું છે. આ ઈનોવેટિવ બોક્સમાં યુઝર્સને ઘણા બધા ટુલ્સ અને કેબલ મળશે. આ બોક્સ ટ્રાવેલ કરનારા યુઝર્સને ધ્યાનમાં રાખીને ડિઝાઈન કર્યું છે. કંપની ભારતમાં સ્પીકર, હેડફોન, ચાર્જર અને કેબલ ઉપરાંત અન્ય ગેજેટ્સ પણ બનાવે છે.

મલ્ટી ફંક્શન બોક્સમાં શું મળશે?
આ બોક્સની અંદર ઘણા કેબલ એડપ્ટર અને સિમ કિટની જગ્યા છે. તેમાં એક 3A ફાસ્ટ ચાર્જિંગ C ટુ C કેબલ, 4 ઈન મલ્ટી કેબલ (માઈક્રો USB, લાઈટિંગ , ટાઈપ C), સિમ કિટ, કાર્ડ સ્લોટ, ફોન ક્રેડિલ, સિમ ઈલેક્ટર પિન મળશે, આ ઉપરાંત બોક્સમાં TF કાર્ડ અને 2 નેનો સિમ કાર્ડ સ્લોટ અને એક ઈજેક્શન પિન પણ છે. બોક્સ પાછળ ફોન પકડવા માટે એક ફોન ક્રેડલ આપ્યું છે. આ મોબાઈલ હોલ્ડરનું કામ કરે છે.

બોક્સની કિંમત
આ પોર્ટેબલ બોક્સ છે, જેને યુઝર આરામથી પોકેટમાં રાખી શકે છે. ટ્રાવેલ દરમિયાન ઘણીવાર આ બોક્સ કામમાં આવે છે. કંપનીએ તેની કિંમત 1299 રૂપિયા નક્કી કરી છે, પરંતુ એમેઝોન પર હાલ તે 737 રૂપિયામાં ખરીદી શકાય છે. એટલે કે ગ્રાહકને 562 રૂપિયાનો ફાયદો મળી રહ્યો છે, કંપની તેના પર 6 મહિનાની વોરંટી પણ આપી રહી છે.

અન્ય સમાચારો પણ છે...