• Gujarati News
  • Lifestyle
  • In Uttar Pradesh, 'Hum Dil De Chuke Sanam' Part 2, 5 Months After The Marriage, The Husband Arranged The Marriage Of The Wife With The Lover

કહાની ફિલ્મી હૈ:ઉત્તર પ્રદેશમાં 'હમ દિલ દે ચુકે સનમ' પાર્ટ-2, લગ્નના 5 મહિના પછી પતિએ પત્નીના લગ્ન પ્રેમી સાથે કરાવ્યા

એક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઉત્તર પ્રદેશના કાનપુરમાં આ ઘટના બની
  • પત્ની તેના પ્રેમીને કારણે લગ્ન જીવન ટકાવી શકતી નહોતી
  • પતિએ પોતે વકીલ અરેન્જ કરી પ્રેમી સાથે લગ્ન કરાવ્યા

ઉત્તર પ્રદેશના કાનપુરમાં પ્રેમીઓના મિલનની ઘટના 'હમ દિલ દે ચુકે સનમ' ફિલ્મની યાદ અપાવે તેવી છે. કાનપુરમાં એક વ્યક્તિએ દિલદાર બનીને પોતાની પત્નીને તેના પ્રેમી સાથે પરણાવી દીધી. 5 મહિનાના લગ્ન બાદ પતિએ આ કામ કર્યું.

કાનપુરમાં રહેતા પંકજ શર્માએ ગત મે મહિનામાં લગ્ન કર્યા હતા. તેની પત્ની કોમલ સાથે લગ્નજીવન જરાય સામાન્ય નહોતું. લગ્ન બાદ પણ કોમલ ન તો બોલતી કે ન કોઈ વાતમાં ઈન્વોલ્વ થતી હતી. આટલું જ નહિ કોમલ તેના પતિથી હંમેશાં દૂર દૂર રહેતી હતી.

લગ્ન બાદ પત્ની પ્રેમીને ભૂલી શકી નહિ
પત્ની હંમેશાં ચુપચાપ રહેતી હોવાથી પંકજે તેનું કારણ જાણવાના પ્રયાસો શરૂ કર્યા. આખરે તેના પ્રયાસો સફળ થયા. પત્નીની ચુપ્પીનું કારણ તેનો પ્રેમી પિન્ટુ હતો. કોમલ પિન્ટુ સાથે લગ્ન કરવા માગતી હતી.

લગ્ન માટે વકીલ પણ અરેન્જ કર્યો
પંકજને પત્નીના પ્રેમીની વાત જાણવા મળતા ગુસ્સો ન કરી તેને પ્રેમી સાથે પરણાવાનો નિર્ણય કર્યો. પંકજે પોતાના ઘર સાથે કોમલના પરિવારને પણ આ લગ્ન માટે મનાવ્યા. પંકજ એટલો દિલદાર નીકળ્યો કે પોતાની જ પત્નીના લગ્ન તેના પ્રેમી સાથે કરાવવા માટે તેણે વકીલ પણ અરેન્જ કર્યો.

અન્ય સમાચારો પણ છે...