સામાન્ય રીતે 12 કલાકમાં દિવસ, બપોર, સાંજ અને રાતનો સમાવેશ થાય છે. પરંતુ ભારતમાં એક એવું ગામ છે જ્યાં સાંજ ક્યારે પણ થતી નથી. આ ગામ તેલંગાણાના પેડ્ડા જિલ્લામાં આવેલું કોડૂરુપકા ગામ. એક સમયે તે નિઝામ શાસકો માટે હરવા-ફરવાનું સ્થળ માનવામાં આવતું હતું. હાલમાં જ ફરી એક વાર આ ગામ લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. આ ગામમાં ક્યારે પણ સાંજ નથી થતી. અહીં 24 કલાકમાં ફક્ત સવાર, બપોર અને રાત જ થાય છે.
બીબીસી તેલુગૂના રિપોર્ટ અનુસાર, આ ગામની ચારે તરફ પહાડો જ છે. આ ગામમાં હરિયાળી બહુ જ હોય જેના કારણે વાતાવરણ આહલાદક હોય છે. આ ગામ હાલ તો પ્રવાસીઓમાં આકર્ષણનું કેન્દ્ર બની રહ્યું છે.
આખા ગામની ચારે બાજુ છે પહાડ
કોડૂરુપકા ગામમાં સૂરજ મોડો ઉગે છે અને સાંજે જલ્દી જ આથમી જાય છે. આ ગામની ચારેબાજુ પહાડો છે. આ ગામમાં પૂર્વમાં ગોલા ગુટ્ટા, પશ્ચિમમાં રંગનાયકુલા ગુટ્ટા, દક્ષિણમાં પામુબંદા ગુટ્ટા અને ઉત્તરમાં નામ્બુલાદારી સ્વામી ગુટ્ટા પર્વતો છે. આ કારણોસર સૂર્યની ઉગવાનો અને આથમવાના સમયને પ્રભાવિત કરે છે.
નિજામ સાશન દરમિયાન આ ગામનું નામ પોડાલપકા હતું, બાદમાં નામ બદલીને કોડૂરુપકા કરવામાં આવ્યું હતું. આ વિસ્તારમાં ચોખાની ખેતી મુખ્ય છે, કપાસ અને મકાઈની પણ ખેતી કરવામાં આવે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.