વિશ્વમાં વિધવાઓની સ્થિતિ:આ દેશમાં વિધવાઓએ સાસરિયા અથવા તો કોઈ અજાણ્યા સાથે સંબંધ બાંધવો પડે

3 મહિનો પહેલા
  • કૉપી લિંક

મહારાષ્ટ્રમાં વિધવાઓને લઈને એક પહેલ કરી છે. મહારાષ્ટ્ર રાજ્ય ગ્રામીણ વિકાસ મંત્રાલય તરફથી ગ્રામસભાઓ માટે આદેશ આપવામાં આવ્યો છે કે, વિધવા થવા પર મહિલાઓ પાસે નિભાવવામાં રૂઢિવાદી પરંપરાઓને પુરી કરવામાં આવે.

હાલમાં જ કોલ્હાપુરની હેરવાડ ગ્રામપંચાયતમાં વિધવા મહિલાઓ પાસે નિભાવવામાં આવતી અમાનવીય રીવાજો પર પ્રતિબંધ લગાડવામાં આવ્યો છે. ગ્રામીણ વિકાસ મંત્રી હસન મુશ્રીફએ આદેશ આપતા જણાવ્યું છે કે, 'કોલ્હાપુરમાં હેરવાડ ગ્રામ પંચાયતમાં આ મામલે એક પ્રસ્તાવ આપીને વિધવા પ્રથાનાં રિવાજો પર પ્રતિબંધ લગાડ્યો છે. હવે રાજ્યની બાકીની ગ્રામપંચાયતોએ પણ પ્રેરણા લઈને આગળ આવવું જોઈએ.

વિધવા થવા પર નહીં તોડવામાં આવી બંગડી, સિંદૂર નહીં લૂછવાનું
કોલ્હાપુર જિલ્લામાં શિરોલ તાલુકાની હેરવાડ ગ્રામપંચાયતમાં વિધવાના મંગળસૂત્ર, પગનાં વિછિયા કાઢવા, સિંદૂર લૂછવાનું, બંગડી તોડવા જેવા રિવાજો પર પ્રતિબંધ લગાડી દેવામાં આવ્યો છે. આ પ્રસ્તાવ 5 મેના રોજ પસાર કરવામાં આવ્યો હતો. હેરવાડ ગ્રામ પંચાયતમાં ગ્રામ વિકાસ અધિકારી પલ્લવી કોલેકર અને સરપંચ સુરંગોંડા પાટીલના પ્રસ્તાવ પર ગ્રામસભાએ આ પ્રસ્તાવનો સ્વીકાર કર્યો હતો.

હેરવાડ ગ્રામપંચાયત
હેરવાડ ગ્રામપંચાયત

ભારતમાં પતિનાં મૃત્યુ બાદ મહિલાઓને સમાજમાં અપમાનિત કરવામાં નહીં આવે.આ સાથે જ રહેણી-કહેણી અને ખાવા-પીવા ઉપર પણ કોઈ પાબંધી લગાવવામાં નહીં આવે. મંત્રીએ આદેશમાં કહ્યું હતું કે, આ પ્રથાઓ હ્યુમન રાઇટ્સનું ઉલ્લંઘન કરે છે.

દેશમાં લગભગ સાડા ચાર કરોડ વિધવાઓને મળે છે 300-500 રૂપિયા પેંશન
ઉત્તર પ્રદેશના વૃંદાવનને 'વિધવાઓના શહેર' તરીકે પણ ઓળખવામાં આવે છે. વિધવાઓ અહીં અલગ-અલગ જગ્યાએથી આવીને રહે છે. વિવિધ રાજ્યોમાં સરકાર વિધવાઓને તેમના ભરણપોષણ માટે 300-500 રૂપિયા સુધીનું પેન્શન આપે છે. દેશમાં લગભગ 4.5 કરોડ વિધવાઓ છે. મહારાષ્ટ્રમાં સકારાત્મક સંદેશ આપતો આદેશ આવ્યો છે, પરંતુ સમગ્ર વિશ્વમાં વિધવા મહિલાઓની હાલત ખૂબ જ ખરાબ છે.

આફ્રિકામાં વિધવાઓએ સાસરિયામાં કોઈ સાથે બાંધવો પડે છે સંબંધ

આફ્રિકાનાં ઘણાં દેશોમાં વિધવાઓની શુદ્ધિ માટે અજીબો-ગરીબ પ્રક્રિયા અપનાવામાં આવે છે. જેમાં વિધવાઓને તેનાં પતિની લાશના પગ ધોઈને પાણી પીવું પડે છે. વિધવાઓને સાસરિયાના કોઈ સંબંધી અથવા કોઈ અજાણ્યા લોકો સાથે સંબંધ બાંધવો પડે છે. આ બાદ જ વિધવાને શુદ્ધ માનવામાં આવે છે. આ મહિલાઓની અંદરથી પતિની આત્માને કાઢવા માટે તંત્ર-મંત્ર અને અમાનવીય પ્રક્રિયાઓનો સહારો લેવો પડે છે.

ભારત સહિત અનેક દેશોમાં વિધવાઓની સંપત્તિ જપ્ત કરવાનું છે ચલણ
ભારત,બાંગ્લાદેશ, બોત્સાવાના,અંગોલા, આઈવરી કોસ્ટ, ધાના, કેન્યા, નાઇઝીરીયા, તાન્ઝાનિયા, ઝીમ્બાબ્વે જેવા ઘણાં દેશોમાં પતિનાં નિધન બાદ વિધવાઓની સંપતી જપ્ત કરવાનો રિવાજ છે. આ દરમિયાન વિધવાઓને ઘરમાંથી બહાર કાઢવામાં આવે છે અને તેની સંપત્તિ સાસરિયા પક્ષનાં લોકો તેના અધિકારમાં લઈ લે છે.

વિધવાઓની વસ્તી મામલે ભારત અને ચીન સૌથી મોખરે
લૂમ્બા ફાઉન્ડેશનના 2017ના 'વર્લ્ડ વિધવા રિપોર્ટ' અનુસાર, વિશ્વભરમાં લગભગ 25 કરોડ વિધવાઓ છે. જે પૈકી દરેક સાતમી વિધવાઓ અત્યંત ગરીબીની સ્થિતિમાં જીવે છે. ભારત અને ચીનમાં વિશ્વની વિધવા વસ્તીના ત્રીજા ભાગની વસ્તી છે. ચીન અને ભારતમાં લગભગ સાડા ચાર કરોડ વિધવા મહિલાઓ છે. 2015 અને 2020 ની વચ્ચે, માંદગી અથવા યુદ્ધને કારણે પતિના મૃત્યુને કારણે વિધવાઓની વસ્તીમાં 9% નો વધારો થયો હતો. આ સમયગાળા દરમિયાન મધ્ય પૂર્વ અને ઉત્તર આફ્રિકામાં વિધવાઓની વસ્તી વિશ્વમાં સૌથી ઝડપી 24 ટકાના દરે વધી હતી.

રશિયા અમેરિકા, યુક્રેનમાં સૌથી ખરાબ હાલત,
આ દરમિયાન 17 વિકસિત અને વિકાસશીલ દેશોની વિધવાની સ્થિતિ પર અભ્યાસ કરવામાં આવ્યો હતો. જેમાં ઇન્ડોનેશિયા,યુક્રેન, રશિયા, આર્જેટીના, ફ્રાન્સ, અમેરિકા, અજરબૈઝાનમાં વિધવાઓની હાલત સૌથી ખરાબ છે. આ દેશોની સરખામણીએ ભારતમાં વિધવાઓની સ્થિતિ સારી છે. વિધવાઓ મામલે સૌથી સારું વર્તન કરવામાં તુર્કી, સાઉથ કોરિયા, નાઇઝીરીયા, મિસ્ત્ર અને મેક્સિકો છે.