• Gujarati News
  • Lifestyle
  • In The World Food Day, Do Women Have To Serve Food To Men, Due To Not Eating Good Food On Time

અન્નપૂર્ણા જ ભૂખી રહી:દુનિયાભરમાં 49 કરોડ મહિલાઓ ભૂખ્યા પેટે સૂઈ જાય છે, દેશમાં 51% મહિલાઓમાં જરૂરી પોષકતત્ત્વોની અછત, ભારતની સ્થિતિ પાકિસ્તાન-નેપાળ કરતાં પણ કફોડી

દિનેશ મિશ્રએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પુરુષોની સરખામણીએ મહિલાઓને સારા ભોજનની જરૂર છે
  • દર વર્ષે કુલ ભોજનનો એક તૃતિયાંશ ભાગ વેસ્ટ જાય છે

સ્ત્રી ભલે ભોજન બનાવીને પરિવારના પેટનો ખાડો પૂરતી હોય, પણ તે ઘરના પુરુષોને જમાડ્યા પછી જ ભોજન કરવા બેસે છે. ભલે ગમે તેટલી ભૂખ લાગી હોય તે ક્યારેય પહેલાં જમતી નથી. ઘણા ઘરમાં તો દીકરીઓ ભોજન પીરસતી દેખાય છે. આ સ્ટોરી આપણા દેશના મોટાભાગના ઘરની છે. આજે વર્લ્ડ ફૂડ ડે પર અમે તમને જણાવી રહ્યા છીએ કે દેશ કે દુનિયામાં મહિલાઓ ભોજન બનાવે છે. આપણા દેશમાં સ્ત્રીને અન્નપૂર્ણાનું બિરુદ આપવામાં આવ્યું છે. તે બધાના પેટનો ખાડો પૂરે છે, પણ પોતે ભૂખી રહે છે અથવા તો તેના સુધી પૌષ્ટિક ભોજન પહોંચતું નથી.

એનિમિયાથી પીડિત લોકોમાં સૌથી વધારે 15-49 વર્ષની મહિલાઓ
ફૂડ એન્ડ એગ્રિકલ્ચર ઓર્ગેનાઈઝેશનના ધ સ્ટેટ ઓફ ફૂડ સિક્યોરિટી એન્ડ ન્યૂટ્રિશન ઈન ધ વર્લ્ડ, 2020ના રિપોર્ટ પ્રમાણે, ભારતમાં આશરે 19 કરોડ લોકોને પૌષ્ટિક ભોજન મળતું નથી. એટલે કે દેશની 14% આબાદી ભોજનથી વંચિત છે. 15થી 49 વર્ષીય મહિલાઓમાં રક્તની ઊણપ છે. આનો અર્થ એ થયો કે મહિલાઓને આયર્નમ, કેલ્શિયમ જેવા મિનરલ્સવાળું ભોજન મળતું નથી.

દુનિયામાં 81 કરોડ વસતી ભૂખ્યા પેટે ઊંઘી જાય છે, તેમાં 60% મહિલાઓ
વર્લ્ડ ફૂડ પ્રોગ્રામ પ્રમાણે, દુનિયાની આશરે 81 કરોડ વસતીને ભૂખ્યા પેટે સૂવું પડે છે કે પછી પૂરતું ભોજન મળતું નથી. તેમાં 60% મહિલાઓ છે. દુનિયામાં 5 વર્ષથી ઓછી ઉંમરના 20%બાળકોનું વજન ઘણું ઓછું છે.

એક તૃતિયાંશ ભોજનનો બગાડ થાય છે, તેમાં 40% ફળ-શાકભાજી
દુનિયામાં એક બાજુ ઘણા લોકોને પૂરતું ભોજન નથી મળતું તો બીજી વાજું ખાવાલાયક ભોજનનો બગાડ થાય છે. બીજી કડવી હકીકત એ છે કે, દર વર્ષે કુલ ભોજનનો એક તૃતિયાંશ ભાગ વેસ્ટ જાય છે. 40% ફળ અને 30% અનાજ સડવાને લીધે વાપરવાલાયક રહેતા નથી.

મહિલાઓમાં આયર્નની અછત
​​​​​​​યુનાઇટેડ નેશન્સની સંસ્થાનો રિપોર્ટ જણાવે છે કે, ભારત જેવા વિકાસશીલ દેશોમાં મહિલાઓ કુપોષિત છે. હાલમાં જાહેર કરેલા Global Hunger Index 2021માં પણ ભારતને 116 દેશોમાં 101મું સ્થાન આપ્યું. 2021ના રેન્કિંગમાં ભારત તેના પડોશી દેશ પાકિસ્તાન, બાંગ્લાદેશ અને નેપાળથી પાછળ છે.

પુરુષોએ સ્ત્રીની પહેલાં નહીં પણ સાથે બેસીને ખાવાની ટેવ પાડવી જોઈએ
ઉત્તર પ્રદેશના મહારાજગંજ જિલ્લાની સરકારી હોસ્પિટલમાં કાર્યરત ગાયનેકોલોજિસ્ટ અરુણ કુમાર સિંહે જણાવ્યું કે, દેશમાં મહિલાઓને ભોજનની પૂરતી સમજ નથી. પુરુષોની સરખામણીએ સારા ભોજનની જરૂર મહિલાઓને છે. તેનું કારણ છે શરીરમાં થતા ફેરફાર અને મેન્સ્ટ્રએશન. આને લીધે રક્ત ઘટી જાય છે. મહિલાઓએ આયર્નમ, સોડિયમ, પોટેશિયમ અને પ્રોટીનથી ભરપૂર ભોજન કરવું જોઈએ. મોટાભાગના ઘરમાં મહિલા બધા કરતાં છેલ્લે જમે છે. શહેર કે ગામમાં મહિલાઓને વધ્યું-ઘટ્યું ભોજન મળે છે. પુરુષો આ બાબતે ધ્યાન આપે અને સાથે જમવા બેસવાની ટેવ પાડે. તેનાથી મહિલાઓને પૂરતું ભોજન પણ મળશે અને શરીરમાં પોષક તત્ત્વોની અછત નહીં થાય.

અન્ય સમાચારો પણ છે...