તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Lifestyle
  • In The Summer Season, To Keep The Makeup Fresh For A Long Time, Do Light Makeup, It Is Also Important To Avoid Applying Powder Blush.

સમર મેકઅપ ટિપ્સ:ગરમીમાં મેકઅપ લાંબા સમય સુધી ફ્રેશ રાખવા માટે હળવો મેકઅપ કરો, પાવડર બ્લશના ઉપયોગથી બચો

2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • હ્યુમિડિટીથી સ્કિન એક્સ્ટ્રા શાઈની અને સ્વેટી થાય છે. મોઈશ્ચરાઈઝર પછી અને મેકઅપ પહેલાં પ્રાઈમર જરૂર લગાવો.
  • ગરમીમાં ડાર્ક, રિચ, ડીપ શેડ્સ લગાવવાથી બચવું જોઈએ

તીવ્ર સૂર્ય પ્રકાશને લીધે ગરમીમાં ફેસ મેકઅપનું ધ્યાન રાખવું જરૂરી છે. તમારે કોઈ ખાસ અવસરે તૈયાર થવું છે તો મેકઅપ લાંબા સમય સુધી ફ્રેશ રહે તે જરૂરી છે. તેથી એવી પ્રોડક્ટ્સની પસંદગી કરો જે સમર પ્રૂફ અને વોટર પ્રૂફ હોય. મેકઅપ કરવાની રીત ઠંડી અને ગરમીમાં અલગ અલગ હોય છે. અમે તમને સમર મેકઅપ ટિપ્સ જણાવી રહ્યા છીએ જે તમને મેકઅપ લાંબા સમય સુધી રાખવા માટે મદદ કરશે.

1. મોઈશ્ચરાઈઝરથી શરૂઆત કરો
ચહેરા પર ઓઈલ ફ્રી મોઈશ્ચરાઈઝર લગાવો. તેના સાથે ઓઈલ ફ્રી ફાઉન્ડેશન પણ લગાવો.

2. સન સ્ક્રીન અને UV પ્રોટેક્શન
સ્ક્રીન હાઈડ્રેટ રહે અને સન બર્નથી તેને બચાવવા માટે મેકઅપની નીચે સન સ્ક્રીન લગાડવી જરૂરી છે. કુશન ફાઉન્ડેશન સાથે તમારી મનપસંદ સનસ્ક્રીન મિક્સ કરો.

3. મેકઅપ પ્રાઈમર
મોઈશ્ચરાઈઝર પછી અને મેકઅપ પહેલાં પ્રાઈમર જરૂર લગાવો. ગરમીમાં પ્રાઈમર લગાવવું જોઈએ. તે મેકઅપને તેની જગ્યાએ જ રાખવામાં મદદ કરે છે.

4. બ્રોન્ઝર ગ્લો
બ્રોન્ઝર લગાવવાથી આંખો ચમકે છે અને દાંત વધારે સાફ લાગે છે. સ્કિન પર થોડી વૉર્મ્થ જણાય છે. ફોરહેડ, ચીકબોન્સ, ચિન, નાક પર બ્રોન્ઝર લગાવવું જરૂરી છે. પાવડર બ્રોન્ઝર સરળતાથી લાગી જાય છે.

5. હળવો મેકઅપ કરો
મેકઅપને ક્રીઝિંગ અને કેકિંગથી બચાવવો છે તે લેસ ઈઝ મોર ફોર્મ્યુલા અપનાવો. જ્યાં જરૂર હોય ત્યાં જ ટિંટેડ મોઈશ્ચરાઈઝર અને કન્સીલર લગાવો.

6. સમરમાં શિમર નહિ
ગરમીમાં ક્રીમ ફાઉન્ડેશન અથવા લ્યુમિનસ પ્રોડક્ટથી બચો. હ્યુમિડિટીથી સ્કિન એક્સ્ટ્રા શાઈની અને સ્વેટી થાય છે. મોઈશ્ચરાઈઝર પછી અને મેકઅપ પહેલાં પ્રાઈમર જરૂર લગાવો. ગરમીમાં એકઅપ જળવાઈ રહે તે માટે પ્રાઈમર લગાવવું જ જોઈએ.

7. શિયર શેડ્સનો ઉપયોગ કરો
ગરમીમાં ડાર્ક, રિચ, ડીપ શેડ્સ લગાવવાથી બચવું જોઈએ. સોફ્ટ, લાઈટ શિયર લિપ અને આઈ શેડ્સ લગાવો.

8. પાવડર બ્લશ લગાવાથી બચો
ગરમીમા પાવડર બ્લશ ન લગાવવું જોઈએ. તેનાથી સ્કિન કેકી લાગે છે. તેના બદલે જેલ બ્લશ અને ચીક સ્ટેન લગાવી શકો છો.

9. બ્રાઈટ કલર્સ લગાવો
ગરમીમાંસ્કિન પર વાઈબ્રન્ટ શેડ્સ લગાવો. તે ચહેરાને ચમકાવે છે અને સાથે જ સ્કિન યુથફુલ ગ્લો પણ આપે છે.

11. લિપસ્ટિક નહિ લિપ સ્ટેન લગાવો
ગરમીમાં હેવી લિપસ્ટિકને બદલે શિયર લિપ સ્ટેન લગાવો. પિંક અને પીચ સ્ટેન ટ્રાય કરી શકો છો. બોલ્ડ લુક માટે ગ્રેપ અને ટેન્જરીન કલર્સ પણ ટ્રાય કરી શકે છે.

12. સેટિંગ સ્પ્રેથી મેક અપ લોક કરો
મેકઅપ થઈ ગયા બાદ ફાઈનલ લુક લોક કરવા માટે તમે સેટિંગ સ્પ્રેનો ઉપયોગ કરી શકો છો. ત્યારબાદ મેકઅપ કલાકો સુધી ફ્રેશ લુક આપશે.

અન્ય સમાચારો પણ છે...