બોલિવૂડના બાદશાહ શાહરુખ ખાનની દીકરી સુહાના ખાન ફિલ્મ 'ધ આર્ચીઝ' દ્વારા એક્ટિંગની દુનિયામાં ડેબ્યુ કરવા જઈ રહી છે. આ ફિલ્મ રિલીઝ થાય એ પહેલાં જ શાહરુખે સુહાનાને એક સિક્રેટ ડાયરી આપી છે છે, જે તેણે ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે.
તસવીરમાં જોઈ શકાય છે કે ડાયરીના પહેલા પેજ પર શાહરુખે સુહાનાનું નામ લખ્યું છે, જેના પર લખેલી ડેટ પરથી ખબર પડે છે કે આ દાયરી શાહરુખ સુહાના માટે 2014થી લખી રહ્યો છે. આ ડાયરીથી શાહરુખ સુહાના સાથે એક્ટિંગ ટિપ્સ શેર કરી રહ્યો છે. આ ડાયરીનાં કેટલાંક પેજ શેર કરતાં સુહાનાએ કેપ્શનમાં લખ્યું- 'Tuesday Inspiration'.
આમ જોવા જઈએ તો ડાયરી એ વ્યક્તિની આત્મકથામાંથી એ સમયની ઘટનાઓનું પણ વર્ણન છે. એટલું જ નહીં, ડાયરી લખવાની આ આદત તમારો લેખક બનવાનો માર્ગ પણ ખોલી નાખે છે.
ડાયરીમાં વ્યક્તિ પોતાની આંતરિક ખુશી અને દુઃખ બંનેનો ઉલ્લેખ કરે છે. ડાયરીનાં પાનાંમાં તેની આંતરિક ખુશી ક્યારેક છલકાઈ જાય છે તો ક્યારેક અંદરની ગૂંગળામણ પાનાં પર ઊતરી આવે છે. કદાચ એ ડાયરી જ એક એવી હતી, જેણે માનસિક સ્વાસ્થ્યને આજ સુધી ડગમગતા બચાવ્યું છે.
15 વર્ષની કિશોરીની ડાયરી, જે છપાતાં જ દુનિયા હચમચી ગઈ હતી
1952માં જ્યારે બીજા વિશ્વ યુદ્ધની ડરામણી યાદો ધીરે-ધીરે ઇતિહાસમાં ગુમ થઈ રહી હતી. ત્યાર પછી 'એની ફ્રેન્કઃ ધ ડાયરી ઓફ એ યંગ ગર્લ' પ્રકાશિત થઈ હતી.
જર્મનીની એન ફ્રેન્ક નામની આ છોકરીના મૃત્યુ બાદ પ્રકાશિત થયેલી આ ડાયરીએ આખી દુનિયામાં હલચલ મચાવી દીધી હતી. અત્યારસુધીમાં 70 ભાષામાં અનુવાદિત આ ડાયરીની 1 સવા કરોડથી વધુ નકલો વેચાઈ ચૂકી છે. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન હિટલરના શાસનમાં ત્રાસ સહન કરનાર યહૂદી છોકરી એનીએ ફેબ્રુઆરી 1945માં માત્ર 15 વર્ષની વયે દુનિયાને અલવિદા કહી દીધું.
પરંતુ એનીની ડાયરીમાં બાળપણમાં જે યાતનાઓ વેઠી હતી એનું જે રીતે વર્ણન કરવામાં આવ્યું હતું. એનાથી દુનિયાની આંખો ખૂલી ગઈ અને તેને અમર બનાવી દીધી હતી.
એનીએ ડાયરીમાં લખ્યું હતું કે...
'જ્યાં સુધી આ બધું અસ્તિત્વમાં છે, આ સૂર્યપ્રકાશ અને આ વાદળ વિનાનું આકાશ અને જ્યાં સુધી હું એનો આનંદ માણી શકું છું ત્યાં સુધી હું દુઃખી કેવી રીતે રહી શકું? તો ભગવાનની પણ ઇચ્છા છે કે તમે પ્રકૃતિની સુંદરતા અને સાદગી વચ્ચે ખુશ રહી શકો છો. લોકો તમને તમારું મોઢું બંધ રાખવાનું કહી શકે છે, પરંતુ તેઓ તમને તમારો અભિપ્રાય વ્યક્ત કરવાથી રોકી શકતા નથી. હું મારી માતાની જેમ બનવા માગતી નથી, જે ફક્ત તેના કામ વિશે જાણે છે. મને પતિ અને બાળકો કરતાં પણ અનેક ઘણું વધારે જોઈએ છે.
એનીએ લખ્યું હતુું કે...
ભારત-પાક ભાગલાનાં રહસ્યો માઉન્ટબેટનની ડાયરીમાં લખવામાં આવ્યાં છે. લગભગ એક વર્ષ પહેલાં જ લંડનમાં બ્રિટિશ ભારતીય મૂળના ઈતિહાસકાર એન્ડ્રુ લોનીએ 'માહિતીનો અધિકાર' કાયદા હેઠળ માઉન્ટબેટનની તમામ ડાયરીઓ અને પત્રોનું વર્ગીકરણ કરવાની માગણી કરી હતી.
હકીકત તો એ છે કે 1930ના દાયકામાં લુઈસ માઉન્ટબેટનની પત્ની એડવિનાને લખેલા પત્રોમાંના કેટલાક શબ્દો પાછળથી બદલાઈ ગયા હતા, જેને કારણે ઈતિહાસકાર લોનીને લાગ્યું હતું કે ડાયરીમાં કેટલાંક રહસ્યો છે, જેને છુપાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
ભારતમાં અંતિમ વાયસરાય લાર્ડ માઉન્ટબેટને પોતાની ડાયરીમાં ભારત-પાકિસ્તાન ભાગલાને લઇને ઘણી અંગત વાતોને લખી હતી. એમાંથી કેટલીક વાતો પ્રકાશિત થઇ છે, જ્યારે કેટલાક પ્રકાશિત થવાની બાકી છે.
12 જુલાઇ, 1947ના દિવસે લખવામાં આવેલા માઉન્ટબેટનની ડાયરી પરથી ખબર પડે છે કે તેમણે બ્રિટિશ ન્યાયાધીશ સર સિરિલ રેડક્લિફ સાથે મુલાકાત કરી હતી, જેઓ 'બાઉન્ડરી કમિશન'ના અધ્યક્ષ હતા, જેણે ભારત અને પાકિસ્તાન વચ્ચેની સરહદ દોરી હતી.
24 જુલાઇ 2021ના રોજ લોર્ડ અને લેડી માઉન્ટબેટનની ડાયરીની અંદરની ઘણી વાતોને સાર્વજનિક કરી દીધી હતી, પરંતુ લોર્ડ માઉન્ટબેટનની 1943, 1947, 1948 અને લેડી માઉન્ટબેટનની 1947 અને 1948ની ડાયરીઓ ગુપ્ત રાખવામાં આવી હતી. બાદમાં એના પર સુનાવણી કરતી સમિતિએ લોનીની માગને ફગાવી દીધી હતી અને અરજીને પણ ફગાવી દીધી હતી.
લાલ બહાદુર શાસ્ત્રીની લાલ ડાયરી, જે હજુ સુધી મળી નથી
ભારતના પૂર્વ વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રીનું તાશ્કંદમાં નિધન થયું હતું. મૃત્યુનું કારણ હાર્ટએટેક હોવાનું જણાવવામાં આવ્યું હતું, પરંતુ દેશનો એક વર્ગ અને તેનો પરિવાર પણ આજ સુધી આ વાતને માની શક્યો નથી.
થોડાં વર્ષ પહેલાં અનિલ શાસ્ત્રીએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે તેમના પિતા એક લાલ રંગની ડાયરી રાખતા હતા, જેમાં તેઓ તેમની દિનચર્યા લખતા હતા. તે ડાયરી તાશ્કંદથી પાછી આવી ન હતી. તે પોતાની સાથે થર્મોસ પણ રાખતા હતા, જેમાં તે રાત્રે પાણી કે દૂધ પીતા હતા.તે થર્મોસ પણ લાપતા છે. આ બાબતો તેના મૃત્યુને શંકાસ્પદ બનાવે છે.
શાસ્ત્રી પરિવારના નજીકના એક નેતાએ પણ શંકા વ્યક્ત કરી હતી કે જ્યારે તાશ્કંદથી શાસ્ત્રીજીનો પાર્થિવ દેહ લાવવામાં આવ્યો ત્યારે તેમની પત્ની લલિતા શાસ્ત્રીને શાસ્ત્રીજીના ચશ્માના કેસમાંથી કાગળનો ટુકડો મળ્યો હતો. કહેવામાં આવે છે કે, આ કાગળ એ જ લાલ ડાયરીના પાનાના ટુકડાનો હતો. તે કાગળ મળ્યા પછી જ લલિતા શાસ્ત્રીએ લાલ બહાદુર શાસ્ત્રીને ઝેર આપ્યું હોવાની શંકા વ્યક્ત કરી હતી. જોકે, પૂર્વ પીએમના મૃત્યુનું રહસ્ય હજુ પણ જાણી શકાયું નથી.
સૂતા-સુતા 'રામાયણ' બનાવનાર રામાનંદ સાગરે લખી હતી ડાયરી
રામાનંદ સાગર એટલે કે ચંદ્ર મૌલીએ 80ના દાયકામાં સૌથી જાણીતી ધરાવહિક 'રામાયણ'નસ પ્રોડ્યુસ કરી હતી. આ વાત 1942ના સમયની છે જ્યારે રામાનંદ સાગર ટીબીની બીમારી સામે ઝઝૂમી રહ્યા હતા.
રામાનંદ સાગરે ડાયરીમાં ઈલાજ દરમિયાન તેમની માનસિક સ્થિતિ અંગે લખ્યું હતું. આ જ ડાયરી સમય જતા આત્મકથા 'ડાયરી ઓફ ટીબી પેશન્ટ' ની શકલ તરીકે સામે આવી હતી.આ ડાયરી દ્વારા જ લોકોને રામાનંદ સાગરની અંગત જિંદગી વિશે ખબર પડી હતી. આ કિસ્સો રામાનંદ સાગરના દીકરા પ્રેમ સાગરે એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યો હતો.
ડાયરી વિશે આટ-આટલી વાતો સાંભળ્યા પછી એક પ્રશ્ન પૂછવો પડે… તમને નવા વર્ષની ડાયરી ભેટમાં મળી છે કે તમે તમારા માટે ડાયરી ખરીદી છે?
એક સમય હતો જ્યારે આપણે સુંદર ડાયરીઓ પાછળ દોડતા હતાં. કેટલાક લોકોને ડાયરીઓ ભેગી કરવાનો પણ શોખ હતો. પરંતુ શું હવે આપણા આ શોખને કોઈની નજર લાગી ગઈ છે કે શું?
ઇન્ટરનેટ અને સોશિયલ મીડિયા આવવાને કારણે ડાયરીનું અસ્તિત્વ જોખમમાં
તો આજે લોકો પાસે કોમ્પ્યુટર અને મોબાઈલના આવી જવાથી ડાયરીનો ઉપયોગ ખુબ જ ઓછો થયો છે. કદાચ તે એટલા માટે છે કારણ કે આપણી પાસે આપણી જાત સાથે જ વાત કરવાનો સમય નથી.આપણે વ્યસ્ત છીએ એવું પોતાની જાતને કહીને આપણે ડાયરી લખવા જેવી ઘણી સારી ટેવોને ટાળી દઈએ છીએ.
રોજબરોજની વસ્તુઓ સાચવવા માટે ડાયરી જાળવવી એ એક દાયકા પહેલા ખૂબ જ સારી આદત માનવામાં આવતી હતી. જે લોકો દરરોજ ડાયરી લખતા હતા. આ લોકો દરરોજના અનુભવો, તકલીફ અને વિચારોને લખવાનું પસંદ કરતા હતા પરંતુ, ઇન્ટરનેટ અને સોશિયલ મીડિયા અને આવવાથી લોકોનો ડાયરી લખવાનો શોખ ઓછો થઇ ગયો છે.
તો કહી શકાય કે, મોટી-મોટી હસ્તીઓને ડાયરી લખવાની આદત હતી. ભારતના રાષ્ટ્રપિતા મોહનદાસ કરમચંદ ગાંધી પણ દિવસની દરેક નાની-મોટી વાત, દરેક મીટિંગ અને દરેક નિર્ણયને ડાયરીમાં નોંધતા હતા.
વિદ્યાર્થીઓ અને યુવાનોને ડાયરી લખવાની ટેવ હોવી જોઇએ
સિનિયર કેરિયર કાઉન્સેલર મુકેશ શ્રીવાસ્તવના જણાવ્યા મુજબ, ઘણી વખત વિદ્યાર્થીઓ અને યુવાનો જીવનના એવા તબક્કા પર હોય છે જ્યાં તેઓ કોઈની સાથે કંઈપણ બોલવાની સ્થિતિમાં હોતા નથી. આવી સ્થિતિમાં, તેમના મિત્ર, સાથી અને માર્ગદર્શક બનવાની સાથે-સાથે ડાયરી તેમના આત્મવિકાસનો શ્રેષ્ઠ અરીસો બની શકે છે.
મનોચિકિત્સકો પણ ડાયરી લખવાના મહત્ત્વ વિશે જણાવે છે
આપણે એક મિનિટ માટે માની શકીએ કે દુનિયા ખૂબ આગળ વધી ગઈ છે. લોકોએ ડાયરીઓ છોડીને બ્લોગ લખવાનું શરૂ કર્યું છે. આમ છતાં ડાયરીના મહત્ત્વને અવગણી શકાય નહીં, કારણ કે દરેક વ્યક્તિ પોતાની લાગણીઓને જાહેર કરવાનું પસંદ નથી કરતી.
ઘણી વખત લોકો સાર્વજનિક મંચ પર પોતાના વિચારો અને લાગણીઓને દબાવીને લખે છે, પરંતુ ડાયરી લખવાથી ખરેખર અંદરના સત્યનો સામનો કરવો પડે છે.
એક વસ્તુ એ પણ છે કે, ડાયરીનો ઉપયોગ માત્ર મનની લાગણીઓ નોંધવા માટે નથી થયો.તેના ઘણા સ્વરૂપો આજે અસ્તિત્વમાં છે.
કોઈની જાણ બહાર કોઈની ડાયરી વાંચવી જોઈએ નહિ
એક જમાનામાં ડાયરીનો ક્રેઝ એટલો વધી ગયો હતો કે લોકો ડાયરીમાં પોતાના વિચારો લખતા હતા, પરંતુ તેઓ યોગ્ય તૈયારી કરવા માગતા હતા જેથી કોઈને તેની ખબર ન પડે.દિલ્હીના ગાયનેકોલોજિસ્ટ ડૉ. ભાવના તિવારી ડાયરી વિશે પોતાના અનુભવો જણાવતા કહે છે કે, મારો મોટો ભાઈ રોજ અલગ રૂમમાં શાંતિથી ડાયરી લખતો હતો.
પરંતુ તેઓ આ અંગે કોઈને જાણકારી આપવા માગતા ન હતા. તેથી જ તે ડાયરીને નાના બોક્સમાં બંધ કરીને રાખતો હતો. તેમના ડરને કારણે મેં તે ડાયરીને ક્યારેય હાથ પણ લગાવ્યો ન હતો. તેથી એક શિષ્ટ વ્યક્તિ કોઇની ડાયરી વાંચતા પહેલા પરવાનગી લેવાનું ભુલવુ જોઇએ નહી.
હકિકત એ છે કે, ડાયરીમાં લખેલી વસ્તુઓ કે વાત વ્યક્તિની અંગત હોય છે, જેને અન્ય કોઈને જાહેર કરવાની ડાયરીની રીતભાતની વિરુદ્ધ માનવામાં આવે છે.
જો તમે ડાયરી લખો છો, તો તમે તમારામાં અનુભવમાં ફેરફાર લાગશે
ડાયરી વિશે આટલું લાંબુ લચક વાંચ્યા પછી જો તમે પણ ડાયરી લખવાનું શરૂ કર્યું છે, તો અહીં અમે તમને લખતી વખતે ધ્યાનમાં રાખવાની મૂળભૂત બાબતો વિશે પણ જણાવી રહ્યા છીએ. જે ડાયરી લખતા સમયે ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. ઉદાહરણ તરીકે, ડાયરી લખવાની શરૂઆત કરતી વખતે, પ્રથમ તારીખ અને દિવસ લખો. ત્યારપછી તમારા મનમાં જે પણ ચાલી રહ્યું છે તેને સંપૂર્ણ સત્યતા સાથે ડાયરીના પાના પર મૂકવાનું શરૂ કરો.
તમારે સારા શબ્દો, ઉચ્ચારણ અને વાક્યોનું ધ્યાન રાખવાની જરૂર નથી, બસ મનમાં જે આવે છે તેને લખતા રહેવું જોઇએ. તમારી ડાયરી જ તમારી શ્રેષ્ઠ મિત્ર છે. લખતી વખતે તમારું વર્તન કંઈક એવું હોવું જોઈએ. તમારે તમારા લખેલા શબ્દોને વારંવાર વાંચો અને પછી તેની આદત બનાવો.
જો થોડા દિવસ પછી તમને તમારી અંદરથી જ ફેરફારનો અનુભવ થશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.