તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Lifestyle
  • In The Pandemic, A Teacher From Haarleem, Netherlands, Made A Doll In The Name Of Each Of Her Students, Remembering Them When The School Was Closed

અનોખાં ટીચર:મહામારી દરમિયાન નેધરલેન્ડમાં એક ટીચરે પોતાના તમામ વિદ્યાર્થીઓના નામની ઢીંગલીઓ બનાવી, ઇન્ટરનેટ આ ટીચર પર ઓવારી ગયું

3 મહિનો પહેલા
  • સ્કૂલ બંધ થતા વિદ્યાર્થીઓની યાદ આવતા મિસ ઈંગબોર્ગે ઢીંગલીઓ બનાવી
  • કુલ 23 વિદ્યાર્થીઓની દસ-દસ સેન્ટિમીટરની સાઇઝની અનોખી ઢીંગલીઓ બનાવીને બધાને ફોટો મોકલ્યા

મહામારી દરમિયાન લોકડાઉનને લીધે ઘણા ટીચર્સ તેમના વિદ્યાર્થીઓને લાંબા સમય સુધી મળી ના શક્યા. તેવામાં નેધરલેન્ડના એક ટીચરે તેમના વિદ્યાર્થીઓને એટલા યાદ કર્યા કે, દરેક વિદ્યાર્થીના નામની ઢીંગલીઓ બનાવી. હર્લીમની બેવિંક સ્કૂલમાં ભણાવનારા મિસ ઈંગબોર્ગે કહ્યું, આ ઢીંગલીઓ મેં મારા વિદ્યાર્થીઓની યાદમાં બનાવી છે કારણકે બાળકો સ્કૂલે આવતા નથી અને હું તેમને મળી શકતી નથી. આથી મને તેમની ખૂબ યાદ આવી રહી હતી.

ઈંગબોર્ગે બનાવેલી દરેક ડૉલ 10 સેમીની છે. તેના ક્લાસમાં કુલ 23 વિદ્યાર્થીઓ છે. તેમણે દરેકના નામની અલગ-અલગ ડૉલ બનાવી છે. ક્લાસની દરેક વિદ્યાર્થિની કાર્ડીગન પહેરે છે. આથી તેમણે ડૉલને પણ તે જ પહેરાવ્યું છે. છોકરાઓ સ્વેટર પહેરે છે. આથી શિક્ષકે વિદ્યાર્થીઓને સ્વેટર પહેરાવ્યું છે.

ઈંગબોર્ગે દરેક ડૉલ બનાવી લીધા પછી તેઓ ફોટો પોતાના વિદ્યાર્થીઓ અને તેમના પરિવારનાં લોકોને મોકલ્યો. આ ટીચર તેમના વિદ્યાર્થીઓને જેટલો પ્રેમ કરે છે, સામે તેમના વિદ્યાર્થીઓ પણ એટલો જ પ્રેમ તેમના ટીચરને કરે છે. દરેક વિદ્યાર્થીઓની પસંદનું ધ્યાન રાખીને ડૉલ બનાવી અને દરેક વિદ્યાર્થીઓને પણ ગમી છે. વિદ્યાર્થીઓની ખુશી જોઇને ઈંગબોર્ગે નક્કી કર્યું કે તે દર વર્ષે આવી સુંદર ઢીંગલીઓ બનાવશે.

અન્ય સમાચારો પણ છે...