રણબીર-આલિયાના લિપલોક વેડિંગ પિક્ચર પર ટ્રોલર્સ પ્રતિક્રિયા આપી રહ્યા છે. લગ્નમાં કિસ કરવાનો ટ્રેન્ડ ઘણા લોકોને પસંદ નથી આવી રહ્યો. રણબીર અને સાયરસની તસવીરો અપલોડ થતા જ સોશિયલ મીડિયા પર હેટ કમેન્ટ્સ શરૂ થઈ ગઈ.
કિસ કરવા પર આ કેવો ગુસ્સો
રણબીર-આલિયાના લગ્નના બે દિવસ પછી જ એક્ટર અને વીજે સાયરસ સાહુકાર અને વૈશાલી મલ્હારે લગ્ન કર્યા. બંને લગભગ 6 વર્ષથી રિલેશનશિપમાં હતા. લગ્નના ફેરા પછી બંનેએ રણબીર અને આલિયાની જેમ લિપલોક કર્યું. ઈન્ડિયન વેડિંગનો આ નવો ટ્રેન્ડ કદાચ ટ્રોલરને પસંદ નથી આવી રહ્યો.
એક યુઝરે લખ્યું, તમે ભારતમાં આ રિવાજ ક્યાંથી લાવ્યા, બીજાએ લખ્યું. એક સમય હતો જ્યારે માતા-પિતાના આશીર્વાદ લેતા હતા આજે કિસ પર આવી ગયા.
વેડિંગના ન્યૂ ટ્રેન્ડ પર વિવાદ
લગ્નના નવા ટ્રેન્ડમાં દુલ્હા-દુલ્હન એકબીજાને કિસ કરે છે, દુલ્હો દુલ્હનને ખોળામાં ઉચકે છે, લગ્નના કપડામાં કપલનું એક સાથે શેમ્પેઈનની બોટલ ખોલવી એ ન્યૂ વેડિંગ ટ્રેન્ડ બની ગયો છે. આવું કેમ છે? આ પૂછવા પર સાઈકિયાટ્રિસ્ટ ડૉ. રૂમા ભટ્ટાચાર્યા કહે છે કે દર 5થી 10 વર્ષ પછી સોસાયટીમાં કંઈક નવા ફેરફાર જોવા મળે છે. ક્રિશ્ચિચયન વેડિંગમાં લગ્નના સમયે કિશ કરવાનું વલણ છે પરંતુ હિન્દુ લગ્નોમાં આવું નથી.
સાઈકિયાટ્રિસ્ટ ડૉ. રૂમા ભટ્ટાચાર્યનું માનવું છે કે આવી તસવીર જોનારા લોકોને એવું લાગે છે કે તેઓ પ્રેમનો શો ઓફ કરી રહ્યા છે. જો વિધિની સાથે લગ્ન કરવામાં આવી રહ્યા છે તો તેને તેવી જ રીતે ફોલો કરવા જોઈએ. હા. જો કોઈ હિન્દુ કપલ પણ ક્રિશ્ચિયન સ્ટાઈલમાં વેડિંગ કરી રહ્યું છે તો ત્યાં તે અયોગ્ય નથી લાગતું.
ક્રિશ્ચિયન વેડિંગ્સમાં પણ કિસિંગ એટીકેટ
એટીકેટ એક્સપર્ટ ડિયાન ગોટ્સમેનના અનુસાર, વેડિંગ કિસ એવી હોવી જોઈએ જે લગ્નમાં હાજર મહેમાનોને અસહજ ન લાગે. તેમણે તેમના પુસ્તક મોર્ડન એટીકેટ ફોર અ બેટર લાઈફમાં આવું લખ્યું છે. વેડિંગમાં કિસ કરવી, એકબીજા માટે પ્રેમ વ્યક્ત કરવાનો હોય છે.
ફાઉન્ડર ઓફ ધ પ્રોટોકોલ સ્કૂલ ઓફ ટેક્સાસના લેખક ગૉટ્સમેનના અનુસાર, લગ્નના સમયે ચર્ચામાં ઘણા બધા લોકો, ગ્રાન્ડ પેરેન્ટ્સ અને બાળકો પણ હાજર હોય છે. આ પ્રસંગ પર સ્મૂચ કરતા સમયે કિક્સ અથવા ડિપ્સ જેવા ડ્રામેટિક મૂવમેન્ટ્સથી બચવું જોઈએ. કપલે એ વાતનું પણ ધ્યાન રાખવું જોઈએ કે તેઓ ચર્ચમાં છે.
‘કિસ’માં કઈ કઈ વસ્તુઓ એક્સચેન્જ
કપલની વચ્ચે કિસ દરમિયાન 9 મિલી વોટર, .7 મિગ્રા પ્રોટિન, .18 મિગ્રા ઓર્ગેનિક કમ્પાઉન્ડ, .71 મિગ્રા ફેટ્સ, .45 મિગ્રા સોડિયમ ક્લોરાઈડનું એક્સચેન્જ હોય છે. એક અંદાજના અનુસાર, લગભગ 1 કરોડથી 100 કરોડ અલગ અલગ સ્પેસિઝના બેક્ટેરિયા પણ એકબીજાના શરીરમાં પ્રવેશ કરે છે. તેમાંથી 90% કોઈ નુકસાન નથી કરતા. જો કે નુકસાન પહોંચાડનાર કેટલાક બેક્ટેરિયા જેમ કે હર્પીસ સિમ્પલેક્સ, એપ્સટીન-બર્ર વાઈરસ, સ્ટ્રેપટોકોકાઈ, માઈકોબેક્ટિરિયમ, ટ્યુબરક્યુલોસિસ, ‘કિસ’ કરતી વખતે બીજાના શરીરમાં જાય છે.
શું તમે કિસિંગ ડિસીઝનું નામ સાભળ્યું છે
ઈપ્સટીન-બાર વાઈરસથી થતા ઈન્ફેક્શનના કારણે કિસિંગ ડિસીઝ થાય છે. તેને મોનોન્યુક્લિયોસિસ અથવા મોનોના નામથી પણ ઓળખવામાં આવે છે. તે ચેપી છે. તે લાળ દ્વારા ફેલાય છે. ‘કિસ’કરવાની સાથે જ એક ગ્લાસ પાણી પીવાથી ફૂડ શેર કરવાથી અથવા ચાંદીના વાસણોથી ફેલાય છે. તે ઉપરાંત સંક્રમિત વ્યક્તિની ઉધરસ અને છીંકવાના કારણે પણ આ બીમારી ફેલાય છે.
અમેરિકન જર્નલ ઓફ મેડિસિનમાં કિસિંગમાં પ્રકાશિત એક રિપોર્ટના અનુસાર, કિસ કરવામાં ચહેરાના ઘણા સ્નાયુઓનો ઉપયોગ થાય છે. ઓર્વિક્યુલેરિસ ઓરિસ પ્રેમની આ અભિવ્યક્તિમાં સૌથી વધારે મદદ કરનાર સ્નાયુ હોય છે. સામાન્ય કિસમાં બે સ્નાયુઓનો ઉપયોગ થાય છે. આ કિસ કરવામાં બેથી ત્રણ કેલરી બર્ન થાય છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.