તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Lifestyle
  • In The Lockdown, If The Mother Trimmed Her Son's Hair Herself, The School Considered Him Short And Asked Him To Stay In Isolation Until His Hair Grows Back.

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિચિત્ર સજા:લોકડાઉનમાં માતાએ જાતે જ દીકરાના હેર ટ્રિમ કર્યા તો સ્કૂલે તેને ટૂંકા વાળ ગણાવી ફરી વાળ ન ઉગે ત્યાં સુધી આઈસોલેશનમાં રહેવા કહ્યું

એક મહિનો પહેલા
  • કૉપી લિંક
નિયાલની માતા હનાએ લોકડાઉનમાં સલૂન બંધ હોવાથી જાતે જ તેના હેર ટ્રિમ કર્યા હતા, સ્કૂલને તે ટૂંકા લાગતા નિયાલને ફરી વાળ ન ઉગે ત્યાં સુધી આઈસોલેશનમાં રહેવાનું કહ્યું - Divya Bhaskar
નિયાલની માતા હનાએ લોકડાઉનમાં સલૂન બંધ હોવાથી જાતે જ તેના હેર ટ્રિમ કર્યા હતા, સ્કૂલને તે ટૂંકા લાગતા નિયાલને ફરી વાળ ન ઉગે ત્યાં સુધી આઈસોલેશનમાં રહેવાનું કહ્યું
  • યુનાઈટેડ કિંગ્ડમમાં 12 વર્ષનો નિયાલ સેન્ટ માઈકલ્સ ચર્ચ ઓફ ઈંગ્લેન્ડ હાઈ સ્કૂલમાં અભ્યાસ કરે છે
  • સ્કૂલે તેની હેર સ્ટાઈલને પ્રોટોકોલ ફોલો ન કરતી હોવાનું જણાવી તેને આઈસોલેશનમાં રાખ્યો
  • લોકડાઉનમાં નિયાલની માતાએ તેના વાળ ટ્રિમ કર્યા હતા

કોરોનાકાળમાં કેટલાક સ્થળે સ્કૂલ ચાલું થઈ ગઈ છે અને વિદ્યાર્થીઓ લોકડાઉન પીરિયડ પછી ફરી તેમનું સ્કૂલિંગ એન્જોય કરી રહ્યા છે. યુરોપના યુનાઈટેડ કિંગ્ડમમાં 12 વર્ષનો નિયાલ પણ સ્કૂલે પરત ફર્યો હતો, પરંતુ સ્કૂલમાં તેને આઈસોલેશનનો શિકાર થવું પડ્યું. તેનું કારણ જાણીને તમને જરાક નવાઈ લગાશે. નિયાલના વાળ ટૂંકા હોવાનું જણાવી સ્કૂલે તેને આઈસોલેશનમાં રાખ્યો હતો. નિયાલની હેર સ્ટાઈલ સ્કૂલના પ્રોટોકોલને ફોલો કરતી ન હોવાનું કારણ આપી સ્કૂલે તેને બધાથી અળગો કરી દીધો હતો.

નિયાલ તેની માતા હના સાથે
નિયાલ તેની માતા હના સાથે

નિયાલની આ ચર્ચાસ્પદ હેરસ્ટાઈલ તેની માતા હનાએ લૉકડાઉન પીરિયડમાં કરેલી છે. લૉકડાઉનમાં સલૂન બંધ રહેવાની હનાએ જાતે જ તેના દીકરાના વાળ કાપ્યા હતા પરંતુ હનાને એ નહોતી ખબર કે તેની મમતાને લીધે નિયાલે આઈસોલેશનમાં જવું પડશે. મીડિયા રિપોર્ટ પ્રમાણે સેન્ટ માઈકલ્સ ચર્ચ ઓફ ઈંગ્લેન્ડ હાઈ સ્કૂલે નિયાલને તેના ટૂંકા વાળને કારણે સ્કૂલમાં આઈસોલેશનમાં રાખ્યો છે.

નિયાલના વાળ ફરી ન ઉગે ત્યાં સુધી સ્કૂલે તેને આઈસોલેશનમાં રહેવા કહ્યું
નિયાલના વાળ ફરી ન ઉગે ત્યાં સુધી સ્કૂલે તેને આઈસોલેશનમાં રહેવા કહ્યું

હના કહે છે કે તે પ્રોફેશનલ નથી નિયાલના વાળ તેની આંખોમાં આવી રહ્યા હતા તેથી તેને જાતે જ વાળ કાપવાનું વિચાર્યું હતું. હવે સ્કૂલે તેને જ્યાં સુધી તેના વાળ ફરી સરખી રીતે ન ઉગે ત્યાં સુધી આઈસોલેશનમાં રહેવા માટે જ કહ્યું છે.

નિયાલ અને તેના પેરેન્ટ્સ માથામાં જલ્દી વાળ ઉગે તેની રાહ જોઈ રહ્યા છે, જેથી સ્કૂલથી તેનું આઈસોલેશન દૂર થાય
નિયાલ અને તેના પેરેન્ટ્સ માથામાં જલ્દી વાળ ઉગે તેની રાહ જોઈ રહ્યા છે, જેથી સ્કૂલથી તેનું આઈસોલેશન દૂર થાય

નિયાલની સ્કૂલની પોલિસી
સ્કૂલની પોલિસી પ્રમાણે, જે વિદ્યાર્થીએ યુનિફોર્મ યોગ્ય રીતે ન પહેર્યો હોય, અયોગ્ય જ્વેલરી પહેરી હોય કે પછી હેર કલર અથવા સ્યુટ ન થતી હોય તેવી હેર સ્ટાઈલ કરેલી હશે તેને ક્લાસની બહાર કાઢી મૂકવામાં આવશે. હેરસ્ટાઈલ માટે સ્પષ્ટતા કરવામાં આવી છે કે વિદ્યાર્થીઓના વાળ નેચરલી કલર્ડ હોવા જોઈએ અને ગ્રેડ 2 કરતાં નાના હોવા જોઈએ નહિ. ટ્રિમલાઈન, શેવિંગ પેટર્ન અને અન્ડરકટ્સ પણ ચલાવી લેવામાં નહિ આવે.

અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

વધુ વાંચો