• Gujarati News
  • Lifestyle
  • In The Country, Women Are Ahead Of Men In Opening Bank Accounts And Also In Operating Accounts

બચત અને ખર્ચનો હિસાબ:દેશમાં બેંક ખાતા ખોલાવવામાં મહિલાઓ પુરુષો કરતા આગળ, અકાઉન્ટ ઓપરેટ કરવામાં પણ આગળ છે

8 મહિનો પહેલા
  • કૉપી લિંક
ખાતા ખોલવામાં મહિલાઓ અગ્રેસર છે. - Divya Bhaskar
ખાતા ખોલવામાં મહિલાઓ અગ્રેસર છે.
  • રાજસ્થાન, આંધ્ર પ્રદેશના ગામમાં ખાતા ખોલાવવામાં મહિલાઓ ઘણી આગળ
  • સાત વર્ષમાં 55 ટકા જનધન ખાતા મહિલાઓના નામે

કોરોના મહામારીમાં દેશમાં મહિલાઓ પોતાની બચતના કેસમાં અગ્રેસર બની રહી છે. દેશમાં 18 વર્ષથી ઉપરની 84.4 ટકા ગ્રામીણ વસ્તી એવી છે, જેને બેંક ખાતા ખોલાવ્યા છે. ગામની લગભગ 88 ટકા પુરુષ વસ્તી અને લગભગ 81 ટકા મહિલા વસ્તીએ બેંક ખાતા ખોલાવ્યા છે. તેમજ શહેરોની વાત કરીએ તો 18 વર્ષથી ઉપરની મહિલા વસ્તીએ બેંકોમાં પોતાના ખાતા ખોલાવ્યા. આ વાત કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવેલા એક સર્વેમાં સામે આવી છે. મહિલાઓની દૃષ્ટિએ જોવા જઈએ તો મોટાભાગના ખાતા જનધનના છે, જેની જાહેરાત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સાત વર્ષ પહેલા 2014માં કરી હતી. આજે અમે તમને ઓલ ઈન્ડિયા ડેબ્ટ એન્ડ ઈન્વેસ્ટમેન્ટ સર્વે 2019નું મૂલ્યાંકન અને નિષ્ણાતોની વાતચીતના આધારે ગામ અને શહેરોની મહિલાઓના બેંક ખાતાના ટ્રેન્ડ વિશે જણાવી રહ્યા છીએ.

રાજસ્થાન, આંધ્ર પ્રદેશના ગામમાં ખાતા ખોલાવવામાં મહિલાઓ ઘણી આગળ
બેંક ખાતું ખોલાવવામાં ગામની દૃષ્ટિએ જોવા જઈએ તો 18 વર્ષથી ઉપરની આંધ્ર પ્રદેશમાં 91.4 ટકા, રાજસ્થાનમાં 90.5 ટકા, તમિલનાડુમાં 90.9 ટકા, કેરળમાં 88.4 ટકા મહિલાઓ આગળ રહી છે. તેમજ મધ્ય પ્રદેશમાં 83.6 ટકા, છત્તીસગઢમાં 86.4 ટકા અને ઉત્તર પ્રદેશમાં 79.1 ટકા મહિલાઓએ ખાતા ખોલાવ્યા છે.

શહેરોમાં બેંક ખાતા ખોલાવવામાં રાજસ્થાનની મહિલાઓ બીજા નંબરે
શહેરોમાં બેંક જમા ખાતા ખોલાવવામાં 18 વર્ષથી ઉપરની કેરળની મહિલાઓ સૌથી આગળ 89.9 ટકા છે. તેમજ આ કિસ્સામાં રાજસ્થાનની મહિલાઓ 86.5 ટકાની સાથે બીજા નંબર પર છે. અહીં 90 ટકા પુરુષોના બેંક ખાતા છે. ત્યારબાદ તમિલનાડુમાં 86.4 ટકા, આંધ્ર પ્રદેશની 85.2 ટકા મહિલાઓએ જમા ખાતા ખોલાવ્યા.

મહિલાઓ દેશભરમાં લેવડદેવડ કરી રહી છે.
મહિલાઓ દેશભરમાં લેવડદેવડ કરી રહી છે.

સાત વર્ષમાં 55 ટકા જનધન ખાતા મહિલાઓના નામે
નાણા મંત્રાલય દ્વારા જારી 18 ઓગસ્ટ 2021 સુધીના આંકડાના અનુસાર, દેશમાં અત્યારે બેંકોમાં લગભગ 43 કરોડ જનધન ખાતા છે. તેમાંથી 55 ટકા જનધન ખાતા મહિલાઓના નામે છે. જનધન યોજનાની શરૂઆત 28 ઓગસ્ટ 2014થી થઈ હતી. શરૂઆતના સાત મહિનામાં એટલે કે માર્ચ 2015માં જનધન ખાતા લગભગ 15 કરોડ થઈ ગયા હતા. તેમજ 67 ટકા ખાતા ગામ અથવા કસ્બામાં છે.

જનધનના દાયરામાં 32 ટકા વસ્તી, 2 કરોડ મહિલા ખાતામાં પૈસા નથી
મંત્રાલયના અનુસાર, દેશની લગભગ 32 ટકા વસ્તી આ યોજના હેઠળ છે, પરંતુ આ બેંક ખાતામાં અત્યાર સુધી લગભગ 1.46 કરોડ લાખ રકમ જમા થઈ શકી છે, જે વસ્તીની દૃષ્ટિએ ઘણી ઓછી છે. રાજ્યસભામાં સરકાર દ્વારા આપવામાં આવેલી જાણકારીના અનુસાર, સમગ્ર દેશમાં જનધનના કુલ ખાતામાં લગભગ 6 કરોડ એવા છે, જેમાં કોઈ લેવડદેવડ નથી કરવામાં આવી. એટલે કે નકામા પડ્યા છે. નકામા પડેલા આ ખાતામાંથી લગભગ 2 કરોડ ખાતા મહિલાઓના નામે છે. મહિલાઓ આ ખાતા દ્વારા કોઈ લેવડદેવડ નથી કરતી.

સોનામાં જ નહીં, રિયલ એસ્ટેટ અને શેર માર્કેટમાં પણ બચતના પૈસાથી રોકાણ કરીને કમાણી કરી રહી છે મહિલાઓ.નાણાકીય બાબતના નિષ્ણાત જિતેન્દ્ર સોલંકીના જણાવ્યા પ્રમાણે, જાગૃતા વધવાની સાથે મહિલાઓ બેંકોમાં પોતાની બચત જમા કરવા માટે મોટી સંખ્યામાં આગળ આવી રહી છે. બેંકોનું જમા ખાતું હોય કે જનધન ખાતા હવે તમામ જગ્યાએ મહિલાઓનું વર્ચસ્વ જોવા મળી રહ્યું છે. એક ટ્રેન્ડ બીજો પણ જોવામાં આવ્યો છે કે આ મહિલાઓ પોતાના પૈસાને બીજી જગ્યાએ રોકાણ કરી રહી છે જેથી પોતાની બચત વધારી શકે. ઘરેલુ હોય કે કામકાજી દરેક પ્રકારની મહિલાઓમાં આ ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. તે પોતાની બચતમાંથી માત્ર સોનું ખરીદીને રાખવામાં વિશ્વાસ નથી કરતી પરંતુ રિયલ એસ્ટેટ, શેર માર્કેટમાં પણ પૈસાનું રોકાણ કરી રહી છે.