આજે બળાત્કારીઓ કોઈ પણ ઉંમરની છોકરી, યુવતીઓ કે મહિલાઓને છોડતા નથી, અમુકવાર આબરૂ જવાની બીકે લોકો ફરિયાદ કરવાનું ટાળતા હોય છે. એક બહાદુર છોકરીએ પોતાના જ બળાત્કારીને એવી રીતે ફસાવ્યો કે બળાત્કારીએ પોતે જ સ્વીકારી લીધું કે, તેણે તેની સાથે બળાત્કાર કર્યો હતો. તો બીજી તરફ આરોપીને ખબર પણ ન રહી કે, તેની આ વાત રેકોર્ડ કરવામાં આવી ચુકી છે.
બ્રિટનમાં 25 વર્ષીય એલી વિલ્સને ગુપ્ત રીતે તેના હેન્ડબેગમાં તેનો મોબાઇલ ઑડિયો સેટ કર્યો અને બળાત્કારી મેકફાર્લેનને કબૂલ કરવા માટે સમજાવ્યું કે તેણે જ એલી પર બળાત્કાર કર્યો હતો
.
કોર્ટે બળાત્કારીને માત્ર 5 વર્ષની સજા ફટકારી
ગત વર્ષે જુલાઈમાં મેકફાર્લેનને બળાત્કારના બે કેસમાં 5 વર્ષની સજા ફટકારવામાં આવી હતી. તો બીજી તરફ મહિલાએ આ ચુકાદાથી નારાજ થઇ હતી અને બળાત્કારીને આપવામાં આવેલી સજાને અપૂરતી ગણાવી હતી.
તો બીજી તરફ તે સમયે એલી વિલ્સને કોર્ટના નિર્ણય વિશે જણાવ્યું હતું કે, બળાત્કારીની ઓડિયો અને લેખિત કબૂલાત હોવા છતાં નિર્ણય સર્વસંમત નથી.
બળાત્કારી મેકફાર્લેને ડિસેમ્બર 2017 અને ફેબ્રુઆરી 2018માં બળાત્કાર ગુજાર્યો હતો. જ્યારે મેકફાર્લે ગ્લાસગો યુનિવર્સિટ, યુકેમાં મેડિકલ સ્ટુડન્ટ હતા, એલી વિલ્સન તે સમયે પોલિટિકલ સાયન્સની વિદ્યાર્થી અને રમતવીર હતી.
ઑડિયો રેકોર્ડિંગમાં બળાત્કારી મુક્તપણે પોતાના દિલની વાત કરી દે છે
તો જ્યારે આ વાતચીત રેકોર્ડિંગમાંએલી તેને પૂછે છે: "તમને નથી લાગતું કે જ્યારે તમે કહો છો કે 'મેં તમારા પર બળાત્કાર નથી કર્યો' ત્યારે મને તે આઘાતજનક લાગે છે?"
મેકફાર્લેન આ સવાલનો જવાબ આપે છે કે, 'એલી અમે પહેલેથી જ જાણીએ છીએ કે મેં તે કર્યું છે. પરંતુ જે લોકોએ મારા પર વિશ્વાસ મૂક્યો છે, હું તેમનો વિશ્વાસ તોડીશ નહીં. હું તેમને એક દિવસ સત્ય કહીશ. પરંતુ આજે નહીં."
એલી વિલ્સને આ અઠવાડિયે ટ્વિટર પર આ વીડિયો જાહેર કર્યો હતો. ત્યારથી અત્યાર સુધીમાં 2 લાખથી વધુ વ્યુઝ આવી ચૂક્યા છે.
ભારતમાં એથલીટ પર તેના મિત્રો અને સહયોગીઓએ બળાત્કારનો પ્રયાસ કર્યો
ગત વર્ષે ઓગસ્ટમાં પંજાબના મોગામાં એક મહિલા રમતવીર પર તેના મિત્ર અને બે સહયોગીઓ દ્વારા બળાત્કાર કરવામાં આવ્યો હતો. આ દરમિયાન જ્યારે તેણે તેમની પાસેથી ભાગવાનો પ્રયાસ કર્યો તો આરોપીઓએ તેને સ્ટેડિયમના પહેલા માળેથી ધક્કો મારી દીધો હતો. જેના કારણે તેને પગ અને જડબામાં ગંભીર ઈજા થઈ હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.