તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Lifestyle
  • In Tamil Nadu, A 22 year old Newlywed Did A Martial Art In A Sari Outfit And Made Other Girls Aware Of The Art.

ટેલેન્ટેડ દુલ્હન:તમિલનાડુમાં 22 વર્ષીય નવી નવેલી દુલ્હને સાડીમાં આઉટફિટમાં માર્શલ આર્ટ કરી અન્ય છોકરીઓને આ કલા વિશે જાગૃત કરી

3 મહિનો પહેલા
  • નિશા જેની પાસેથી માર્શલ આર્ટ શીખી, તેની જોડે જ લગ્ન કર્યા
  • 29 વર્ષીય રાજકુમાર માર્શલ આર્ટ ટ્રેનર અને ખેડૂત છે

તમિલનાડુમાં થિરુકોરૂલમાં 22 વર્ષીય પી નિશાનો વીડિયો સોશિયલ મીડિયા પર છવાઈ ગયો છે. નિશાએ દુલ્હનનાં આઉટફિટમાં માર્શલ આર્ટ કરીને લોકોને તેનું ટેલેન્ટ દેખાડ્યું. નિશાનું આ ટેલેન્ટ મહેમાનો ઉપરાંત ગામવાસીઓએ પણ જોયું. વીડિયોમાં લાલ સાડીમાં માર્શલ આર્ટ કરતી નિશા જોઈ શકાય છે.

આત્મરક્ષણ માટે માર્શલ આર્ટની ટ્રેનિંગ જરૂરી છે
નિશાએ બાળપણથી માર્શલ આર્ટની ટ્રેનિંગ લીધી છે. તેણે પોતાની માતા પાસેથી તમિલનાડુમાં પ્રચલિત સિલાબરમ કલા શીખી. નવી નવેલી દુલ્હનનું માનવું છે કે, આત્મરક્ષા માટે માર્શલ આર્ટની ટ્રેનિંગ જરૂરી છે. દરેક છોકરીઓએ આ ટ્રેનિંગ લેવી જોઈએ. આ કલા પ્રત્યે છોકરીઓને જાગૃત કરવા માટે નિશાએ પોતાના લગ્નમાં લોકોને માર્શલ આર્ટ કરી દેખાડ્યું.

કપલે વિચાર્યું પણ નહોતું કે વીડિયો આટલો બધો વાઈરલ થશે
નવાઈની વાત તો એ છે કે, નિશા જેની પાસેથી માર્શલ આર્ટ શીખી, તેની જોડે જ લગ્ન કર્યા. 29 વર્ષીય રાજકુમાર મોસિઝ માર્શલ આર્ટ ટ્રેનર અને ખેડૂત પણ છે. રાજકુમારે કહ્યું, અમે સિલ્ફ-ડિફેન્સ બાબતે છોકરીઓને જાગૃત કરવા ઇચ્છીએ છીએ. નિશાનો વીડિયો વાઈરલ થતા અમને ખુશી થઈ.

નિશાને પોલીસ ઓફિસર બનવું છે
નિશા BCom ગ્રેજ્યુએટ છે અને તેને પોલીસ ઓફિસર બનવું છે. તેણે ઘણા પ્રકારના માર્શલ આર્ટની ટ્રેનિંગ લીધી છે. ત્રણ વર્ષ પહેલાં તેણે શીખવાનું ચાલુ કર્યું અને આટલા સમયમાં બધામાં માસ્ટર કર્યું. નિશાએ ઘણી સ્પર્ધામાં ઇનામ પણ જીત્યા છે. આ કપલની ઈચ્છા છે કે, વધુમાં વધુ છોકરીઓ માર્શલ આર્ટ શીખીને પોતાનું રક્ષણ કરતા શીખે. નિશાનો વીડિયો જોઇને સોશિયલ મીડિયા યુઝર્સે તેના વખાણ કર્યા હતા.

નિશાનો વીડિયો અહીં જુઓ:

અન્ય સમાચારો પણ છે...