આપણે વર્ષોથી સાંભળતા આવ્યા છીએ કે, પ્રેમ અને જંગ માં બધું જાયજ છે. આ કહેવતને સત્ય બનાવતો એક કિસ્સો સામે આવ્યો છે. હકીકતમાં આફ્રિકાના દેશ સેનેગલમાં એક બોયફ્રેન્ડ પોતાની ગર્લફ્રેન્ડના કપડાં પહેરીને પરીક્ષા આપવા પહોંચ્યો. ગર્લફ્રેન્ડને ડર હતો કે તે પરીક્ષામાં પાસ થઈ શકશે નહીં એટલા માટે તેનો બોયફ્રેન્ડ છોકરી બની પરીક્ષા આપવા ગયો. પરંતુ ચોથા દિવસે તે પકડાઈ ગયો.
ટીચરને શંકા ગઈ હતી
સ્થાનિક મીડિયા 'પલ્સ સેનેગલ'ના રિપોર્ટના અનુસાર, આ ઘટના યુનિવર્સિટી એક્ઝામ દરમિયાન થઈ હતી. પરીક્ષા દરમિયાન ટીચર્સને એક યુવતી પર શંકા ગઈ, જ્યારે ટીચરે તપાસ કરી તો જાણવા મળ્યું કે તે યુવતી સમજી રહ્યા હતા તે હકીકતમાં યુવક છે. ગેસ્ટન બર્જર યુનિવર્સિટીનો એક વિદ્યાર્થી ખાદીમ મેકઅપ, હેડસ્કાર્ફ, બ્રા અને ઇયરિંગ્સ પહેરીને પરીક્ષા આપવા માટે આવતો હતો. કલાકોની સખત મહેનત પછી, છોકરી બની ખાદીમ પરીક્ષા આપી રહ્યો હતો. પરંતુ શંકા જતા જ્યારે પૂછપરછ કરવામાં આવી ત્યારે ખાદીમે જણાવ્યું કે તે પોતાની ગર્લફ્રેન્ડની જગ્યાએ એક્ઝામ આપવા માટે આવ્યો હતો. ત્યારબાદ યુનિવર્સિટી મેનેજમેન્ટે પોલીસને જાણ કરી અને આરોપીની ધરપકડ કરવામાં આવી.
ગર્લફ્રેન્ડની જેમ તૈયાર થયો
ખાદીમની ગર્લફ્રેન્ડ ગંગુ ડીયોમને ડર હતો કે તે પરીક્ષા પાસ નહીં કરી શકે. આ પછી ખાદીમે એક યોજના બનાવી. તેને તેની ગર્લફ્રેન્ડના કપડાં પહેર્યા અને એક છોકરી બની ત્રણ દિવસ સુધી પરીક્ષા આપી. પરંતુ ચોથા દિવસે જયારે એક સુપરવાઈઝરને શંકા ગઈ તો ખાદીમની ચોરી પકડાય ગઈ.
ગર્લફ્રેન્ડને કંઈ ના થવા દીધું
હકીકતમાં પરીક્ષા દરમિયાન ખાદીમ પર શંકા ગઈ હતી. જ્યારે ચેકિંગ કરવામાં આવ્યું ત્યારે તેની પોલ ખુલી ગઈ. આ કેસ આ મહિનાની શરૂઆતનો હોવાનો જણાવવામાં આવી રહ્યો છે. પોલીસે ખાદીમની સામે છેતરપિંડીનો કેસ દાખલ કર્યો છે. જો કે, પકડાઈ જવા પર ખાદીમે પોતાની ગર્લફ્રેન્ડને કંઈ ના થવા દીધું. તેને પોલીસેને આખા પ્લાનિંગ વિશે જણાવ્યું હતું અને ગર્લફ્રેન્ડને આ વિશે કંઈ ખબર નથી એવું કહ્યું હતું. તે ઉપરાંત ખાદીમે કહ્યું કે. 'આ બધું તેને તેની ગર્લફ્રેન્ડ માટે કર્યું છે. તે તેની ગર્લફ્રેન્ડને ખુબ પ્રેમ કરે છે.' આ કપલ જો દોષિત ઠરે તો તેને પાંચ વર્ષ સુધી કોઈપણ રાષ્ટ્રીય પરીક્ષા આપવા પર પ્રતિબંધ મુકવામાં આવશે. આ સાથે તે કપલને પાંચ વર્ષની સજા પણ થઈ શકે છે
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.