ઉનાળામાં ભારે-ભરખમ કપડાં કરતા હળવાફૂલ અને સ્ટાઈલિશ કપડાં જ પસંદ કરવામાં આવે છે. સમરમાં સ્ટાઈલિશ દેખાવવા માટે કઇ એસસરીઝ બેસ્ટ છે તે જણાવે છે ડિઝાઈનર દીપાનીતા સિંહ.
સ્ટોલ
લાઈટ ફેબ્રિક વાળા કુલ કલરનાં પ્રિન્ટેડ સ્ટોલ આ સીઝનમાં ટ્રેંડમાં છે. ફ્લોરલ પેટર્ન, જ્યોમેટ્રિ પેટર્ન વાળા કોટન અથવા લીનનના સ્ટોલ મસ્ત લુક આપશે. કોન્ટ્રાસ્ટ પ્રિન્ટ ફેશનમાં છે.
સ્કાર્ફ
સ્કાર્ફ આ સમરમાં ટ્રેંડમાં છે. સ્કાર્ફને વાળને કવર કરીને પાછળથી બાંધો અથવા તો પોની ટેલમાં બેન્ડની જેમ ઉપયોગ કરો. ચોટલો ગૂંથવાનું પસંદ છે તો તે રિબનની જેમ ઉપયોગ કરો. સમરમાં આ સ્કાર્ફ સ્ટાઈલિશ લુક દેખાશે.
બેગ
ફ્રિન્જ બેગ ફરી ફેશનમાં છે. જ્યુટમાંથી બનેલી બેગ્સ મસ્ત લુક આપશે. પર્પલ અને ગ્રીન કલરની બેગ આ વર્ષે ટ્રેન્ડમાં છે. તમે નાની સ્લિંગ બેગ અને ટોટ બેગનો ઉપયોગ કરીને તમારો લુક બદલી શકો છો.
પર્લ જ્વેલરી
ઉનાળાની ઋતુમાં પર્લ જ્વેલરી ટ્રેંડમાં છે. પર્લ સિંગલ લેયર નેકલેસ, રાણી હાર, સિમ્પલ પર્લ ઈયરરિંગ, પર્લ ઈયરરિંગ અથવા પર્લ રિંગ અને પર્લનો સિંગલ લેયર બ્રેસલેટ ક્લાસી લુક આપશે. પર્લ જ્વેલરી ઓફિસ વેર અથવા એથનિક વેર સાથે પહેરી શકો છો.
સનગ્લાસીસ
વ્હાઇટ અને પેસ્ટલ શેડનાં ફ્રેમ ફેશનમાં છે. એન્ગ્યુલર ફ્રેમ, કેટ આઈ ફ્રેમ, ઓવરસાઈઝ ચશ્મા ટ્રેન્ડમાં છે. આ સિઝનમાં ડ્યુઅલ ટોન ગ્રેડિયન્ટ લેન્સ ટ્રેન્ડમાં છે. ટે વાદળી ઓમ્બ્રે અથવા લીલા સનગ્લાસ પસંદ કરી શકો છો. પિંક અને બ્રાઉન ગ્લાસ પણ કેરી કરી શકાય છે.
ડબલ લેયર ચેન
બોલ્ડ લુક માટે ડબલ લેયર ચેન ટ્રાય કરો. તે વેસ્ટર્ન વેરને સ્ટાઇલિશ લુક આપશે. તેને ઓફિસ વેર સાથે સ્ટાઇલ કરી શકાય છે. ડબલ લેયરની ચેન ઘણી પેટર્નમાં આવે છે, જેમ કે બોલ્ડ ડિઝાઇન અથવા બારીક ડિઝાઇન વાળી ચેન.
હૂપ્સ
ઇયરરિંગ્સની વાત કરવામાં આવે તો સ્ટાઇલિશ ઈયરરિંગ્સની વાત કરવામાં આવે તો સ્ટાઈલિશ હૂપ્સ હંમેશા આ સીઝનમાં ટ્રેંડમાં છે. ટ્વીસ્ટેડ હૂપ્સ, બિગ હૂપ્સ, સ્મોલ હૂપ્સ, હાર્ટ શેપ હૂપ્સ, ક્રિસ્ટલ હૂપ્સ, આઉટફિટ અને પસંદગી અનુસાર તમે પસંદ કરી શકો છો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.