• Gujarati News
  • Lifestyle
  • In Old Age, She Applies Concealer To Hide Dark Circles, She Always Avoids Scrubbing And Applying Chemical Products.

એન્જેલિના જોલીના સ્કિન કેર સીક્રેટ્સ:વધતી ઉંમરે ડાર્ક સર્કલ્સ છુપાવવા માટે કન્સિલર લગાવે છે, હંમેશાં સ્ક્રબિંગ અને કેમિકલ પ્રોડક્ટ્સથી દૂર રહે છે

2 મહિનો પહેલા
  • કૉપી લિંક
એક્ટ્રેસ કામ વગર મેકઅપ કરતી નથી - Divya Bhaskar
એક્ટ્રેસ કામ વગર મેકઅપ કરતી નથી
  • 11 વર્ષની ઉંમરે પ્રથમવાર ડર્મેટોલોજિસ્ટ પાસે ગઈ હતી
  • સન સેફ્ટીનું ધ્યાન રાખે છે, તડકામાં હેટ પહેરે છે

દુનિયાની સૌથી સુંદર મહિલાઓમાં એન્જેલિના જોલી સામેલ છે. 46 વર્ષીય એન્જેલિના જોલીએ હાલમાં જ સ્કિન કેર સાથે જોડાયેલી અમુક વાતો શેર કરી છે. તેણે કહ્યું, ઉંમરની સાથે જેમ મારી સ્કિન બદલાઈ રહી છે. હું વધારે અનુભવ કરી રહી છું કારણકે હું જીવિત છું.

11 વર્ષની ઉંમરે પ્રથમવાર ડર્મેટોલોજિસ્ટ પાસે ગઈ હતી
‘મારી સ્કિન પર પ્રથમવાર નિશાન જોઇને મારી મા ખૂબ ચિંતિત હતાં અને તરત મને ડર્મેટોલોજિસ્ટ પાસે લઇ ગયા. હું આજે પણ તેમની સલાહ લઉં છું.’

સનસ્ક્રીનનું હંમેશાં ધ્યાન રાખે છે
‘સન સેફ્ટીને લઈને હું હંમેશાં સતર્ક રહું છું. મેં નાની ઉંમરેથી જ સન સ્ક્રીન લગાવવાનું શરુ કરી દીધું હતું. હું તડકામાં હેટ પહેરું છું. પાણી સતત પીતી રહું છું અને મોશ્ચરાઈઝર લગાવું છું.’

મેકઅપ બેલેન્સ કરે છે
એન્જેલિનાએ કહ્યું, ‘એક ફીચર સિલેક્ટ કરીને તેના પર કામ કરું છું. ડાર્ક આઈઝ કે રેડ લિપ્સ. બંને એક સાથે કેરી કરતી નથી. મારા ફીચર્સ મોટા છે. જો હું બધો મેકઅપ કરીશ તો જોકર લાગીશ. આથી મારા માટે ફુલ મેકઅપ ઓવર થઈ જાય છે. હું કોઈ મેકઅપ આર્ટિસ્ટ પર નિર્ભર રહેતી નથી. ડાર્ક સર્કલ્સ છુપાવવા માટે કન્સીલર લગાવું છું, બસ મારા માટે આ જરૂરી છે.’

એક્ટ્રેસ ઘણો ઓછો મેકઅપ કરે છે
‘જો હું કામ ના કરતી હોવ તો બહુ ઓછો મેકઅપ કરું છું. તેનાથી સ્કિનનું રક્ષણ થાય છે. મેકઅપ કર્યા પછી તેને સરખી રીતે કાઢવો જરૂરી છે. હું મારી સ્કિન પર શું લગાવું છું તે વાતને લઈને હંમેશાં સતર્ક રહું છું. સરળ સ્કિન કેર રૂટીન ફોલો કરું છું. સનસ્ક્રીન અને માઈલ્ડ ક્લેન્સિંગ. સ્ક્રબિંગ અને કેમિકલ પ્રોડક્ટ્સથી દૂર રહું છું.’

(સાભાર: વીમન્સ હેલ્થ)

અન્ય સમાચારો પણ છે...