તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Lifestyle
  • In Mussoorie, The Inspector's Father Saluted The Daughter Who Became An Assistant Commandant, Diksha Said, "My Father Is A Role Model, He Always Inspired Me."

ગૌરવની પળ:મસૂરીમાં ઈન્સપેક્ટર પિતાએ અસિસ્ટન્ટ કમાંડન્ટ બનેલી દીકરીને સેલ્યુટ કર્યું, દિક્ષાએ કહ્યું, ‘મારા પિતા રોલ મોડલ છે, તેમણે હંમેશાં મને પ્રેરણા આપી’

એક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • દિક્ષા ઉપરાંત પ્રકૃતિ પણ અસિસ્ટન્ટ કમાંડન્ટ બની છે
  • પ્રથમવાર બે યુવતીએ કોમ્બેટ ઓફિસર તરીકે ITBP જોઈન કર્યું

રવિવારે ઉત્તરાખંડના મસૂરીમાં ITBP ઈન્સપેક્ટર કમલેશ કુમાર ભાવુક થઈ ગયા. તેમની દીકરી દિક્ષા પણ પિતાના પગલે ચાલીને અસિસ્ટન્ટ કમાંડન્ટ બની. દીકરી જેવી એકેડમીમાં પાસ થઈને બહાર નીકળી, ત્યારે કમલેશ કુમારે સેલ્યુટ કર્યું. દિક્ષા ઉપરાંત પ્રકૃતિ પણ અસિસ્ટન્ટ કમાંડન્ટ બની છે.

આ બંને યુવતી પ્રથમવાર કોમ્બેટ ઓફિસર બની છે. દિક્ષાએ કહ્યું, મારા પિતા મારા રોલ મોડલ છે. તેમણે હંમેશાં મને પ્રેરણા આપી. UPSC એક્ઝામ પાસ કર્યા પછી દિક્ષા અને પ્રકૃતિએ મસૂરી સ્થિત ITBP એકેડમીમાંથી ટ્રેનિંગ લીધી. પાસિંગ પરેડ દરમિયાન ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામી પણ મુખ્ય અતિથિ તરીકે હાજર હતા.

આ પરેડ અને સત્યાપન સમારોહ દરમિયાન બંનેને અસિસ્ટન્ટ કમાંડન્ટના પદથી સન્માનિત કરવામાં આવ્યાં. બંને ઓફિસરે દેશની સેવા કરવાના સપથ લીધા.

અન્ય સમાચારો પણ છે...