તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Lifestyle
  • In Madhya Pradesh, Silver Coins Were Suddenly Found In The River Sindh, The Whole Village Rushed To The Shore To Take Coins

ચાંદીનો ખજાનો:મધ્યપ્રદેશમાં સિંધ નદીમાં અચાનક ચાંદીના સિક્કા મળ્યા, આખું ગામ સિક્કા લેવા કિનારે ઊમટી પડ્યું

2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આ સિક્કા 18મી સદીના છે
  • ઘણા સિક્કા પર અંગ્રેજોની મહારાણી વિક્ટોરિયાની છાપ પણ છે

મધ્યપ્રદેશમાં સતત વરસી રહેલા વરસાદને લીધે અનેક જગ્યાએ પૂરની સ્થિતિ થઈ છે. વરસાદને કારણે 600થી પણ વધારે મકાન પાણીમાં ડૂબી ગયા છે. આશરે 1200થી વધારે લોકો બેઘર થયા છે. આ દરમિયાન રવિવારે શિવપુરી જીલ્લામાં પંચાવલી ગામમાં સિંધ નદીમાંથી ચાંદીના સિક્કા મળ્યા. આ ઐતિહાસિક સિક્કાની ખબર આખા ગામમાં ફેલાઈ જતા બધા સિક્કા લેવા માટે ઊમટી પડ્યા હતા.

280 વર્ષ જૂનાં સિક્કા મળ્યા
સિંધ નદીમાં પાણીનો પ્રવાહ વધારે હતો તેમ છતાં ગામવાસીઓ તેમના જીવને જોખમમાં મૂકીને નદીમાંથી સિક્કા શોધવા લાગ્યા. ગામજનોને જે સિક્કા મળ્યા છે તે આશરે 280 વર્ષ જૂનાં છે. એટલે કે આ સિક્કા 18મી સદીના છે. ઘણા સિક્કા પર અંગ્રેજોની મહારાણી વિક્ટોરિયાની છાપ પણ છે. ઈસ્ટ ઇન્ડિયા કંપનીના સિક્કા પર 1840 લખેલું છે.

સિક્કા ક્યાંથી આવ્યા એ વિશે કોઈને ખબર નથી
ગામજનો આ સિક્કાને ખજાનો સમજીને ખુશ થઈ ગયા હતા. જો કે, નદીમાં આટલા બધા સિક્કા આવ્યા ક્યાંથી એ વિશે હજુ કોઈ જાણકારી મળી નથી. આ સિક્કાની તપાસ માટે સ્થાનિક પોલીસની કામગીરી ચાલુ છે. શરુઆતમાં 1-2 સિક્કા મળ્યા હતા એ પછી 7-8 સિક્કા મળ્યા.

ભીડ કાબુમાં લાવવા પોલીસની મદદ લેવી પડી
નદીમાંથી ચાંદીના સિક્કા મળતા હોવાની વાત આખા ગામમાં ખબર પડી ત્યારે લોકોની ભીડ ભેગી થવા લાગી. સ્થિતિ કંટ્રોલમાં લેવા માટે પોલીસ જવાન તહેનાત કરવા પડ્યા હતા. નદીના પાણીનું ભાન ભૂલીને લોકો સિક્કા ગોતી રહ્યા હતા.

આ ચાંદીના સિક્કા વિશે ઘણા લોકોને માનવું છે કે, કોઈકે ઘરમાં છુપાવીને મૂક્યા હશે અને પૂર આવતા પાણીના પ્રવાહ સાથે આ સિક્કા નદીમાં ભળી ગયા.

અન્ય સમાચારો પણ છે...